Home /News /business /Rakesh Jhunjhunwala Portfolio: બિગ બુલને શેરબજારના શહેનશાહ બનાવનાર શેરે જ તેમના 3,500 કરોડ ડૂબાડ્યા
Rakesh Jhunjhunwala Portfolio: બિગ બુલને શેરબજારના શહેનશાહ બનાવનાર શેરે જ તેમના 3,500 કરોડ ડૂબાડ્યા
છેલ્લા ત્રણ મહિનામાં બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના કરોડો રૂપિયા ડૂબી ગયા છે
છેલ્લા ત્રણ મહિનામાં બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. વેલ્યુ અનુસાર રાકેશ ઝુનઝુનવાલાની ટાઈટનમાં સૌથી વધુ ભાગીદારી હતી. બિગબુલ પાસે કંપનીની 5.1 ટકા ભાગીદારી છે, તેમની પાસે કંપનીના કુલ 4,48,50,970 કરોડ શેર છે.
શેરબજારમાં જો લોટરી લાગે તો કરોડો રૂપિયાની કમાણી થઈ શકે છે અને જો ખોટ જાય તો કરોડોનું નુકસાન પણ થઈ શકે છે. બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ને માર્કેટનો સરતાજ કહેવામાં આવે છે. રાકેશ ઝુનઝુનવાલાના સૌથી ફેવરિટ શેર ટાટા ગૃપના ટાઈટન (Titan) એ તેમને 3,500 કરોડનું નુકસાન કરાવ્યું છે.
શુક્રવારે શેરમાં 6 ટકાનો ઘટાડો
ટાઈટન શેરે અત્યાર સુધી રાકેશ ઝુનઝુનવાલાને હજારો કરોડનો ફાયદો કરાવ્યો છે પરંતુ હવે આ શેરે 3,500 કરોડનું નુકસાન કરાવ્યું છે. આ શેરના કારણે જ રાકેશ ઝુનઝુનવાલાને ઓળખ મળી હતી. છેલ્લા કારોબારી સત્રમાં શેરબજારમાં ઘટાડો થવાને કારણે આ શેરની કિંમતોમાં પણ ઘટાડો થયો હતો. શુક્રવારે બંધ થયેલ કારોબારી સત્રમાં ટાઈટનના આ શેરની કિંમતમાં 6 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે આ શેરની કિંમત રૂ.2,060.95થી ઘટીને રૂ.1,935.45 થઈ ગઈ હતી. આ શેરની કિંમતમાં 6.09 ટકાનો એટલે કે, રૂ.125.50નો ઘટાડો થયો છે. ટાઈટનના શેરની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં આ શેરની કિંમતમાં 28 ટકાનો ઘટાડો થયો છે.
બિગબુલ પાસે 5.1 ટકાની ભાગીદારી
છેલ્લા ત્રણ મહિનામાં બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. વેલ્યુ અનુસાર રાકેશ ઝુનઝુનવાલાની ટાઈટનમાં સૌથી વધુ ભાગીદારી હતી. બિગબુલ પાસે કંપનીની 5.1 ટકા ભાગીદારી છે, તેમની પાસે કંપનીના કુલ 4,48,50,970 કરોડ શેર છે. જેથી છેલ્લા ત્રણ મહિનામાં રાકેશ ઝુનઝુનવાલાના રૂ.3,550 કરોડ ડૂબી ગયા છે.
ત્રણ મહિના પહેલા ટાઈટનના શેરની કિંમત રૂ.2,703 હતી. તે સમયે રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટાઈટનની શેરની વેલ્યૂ રૂ.12123.20 કરોડ હતી. આજે આ શેરની કિંમત રૂ.1,935.45 થઈ ગઈ છે. પોર્ટફોલિયોની વેલ્યૂમાં ઘટાડો થતા 8,678 કરોડ થઈ ગઈ છે. આ પ્રકારે બિગ બુલને રૂ.3,500 કરોડનું નુકસાન થયું છે. એક દિવસમાં આ શેરની કિંમતમાં રૂ.550 કરોડનો ઘટાડો થયો છે.
આ શેર 52 સપ્તાહના રૂ.1,662.50 ના નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. આ શેરની ઉચ્ચ કિંમત રૂ.2,768 છે. રાકેશ ઝુનઝુનવાલાએ વર્ષ 2003માં ટાઈટનમાં રોકાણ કર્યું હતું. તે સમયે કંપનીના 6 કરોડ શેર રૂ.3ની કિંમતે ખરીદ્યા હતા. આ શેરથી રાકેશ ઝુનઝુનવાલાએ કરોડોની કમાણી કરી છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર