Home /News /business /

રાકેશ ઝુનઝુનવાલા પોર્ટફોલિયો સ્ટોક આપી રહ્યો છે બ્રેકઆઉટ, તમે પણ ખરીદો આ શેર

રાકેશ ઝુનઝુનવાલા પોર્ટફોલિયો સ્ટોક આપી રહ્યો છે બ્રેકઆઉટ, તમે પણ ખરીદો આ શેર

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala portfolio: આ શેરની કિંમત આગામી 6થી 9 મહિનામાં રૂ. 144 સુધી પહોંચી શકે છે

Rakesh Jhunjhunwala portfolio: શેરબજારના અગ્રણી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala passed away)નું નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા. રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala)રવિવારે સવારે મુંબઈની બ્રિન્ચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની પૃષ્ટિ હોસ્પિટલે કરી દીધી છે. તેમની જણાવી દઇએ કે રાકેશ ઝુનઝુનવાલા શેર માર્કેટના કિંગ ગણાતા હતા.

મે 2022માં 52 સપ્તાહના નીચલા સ્તર પર પહોંચ્યા બાદ ફેડરલ બેન્કના શેર રૂ. 100ના સ્તર પર પહોંચી ગયા છે. આ બેન્કિંગ સ્ટોકે બંધ થવાના આધાર પર રૂ. 107ના સ્તરથી વધુનું બ્રેકઆઉટ આપ્યું છે. ફેડરલ બેન્કના શેરની કિંમત અપટ્રેન્ડમાં છે. આ શેરની કિંમત આગામી 6થી 9 મહિનામાં રૂ. 144 સુધી પહોંચી શકે છે. તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે, હાલની કિંમતે ફેડરલ બેન્કના શેર ખરીદો, જ્યાં સુધી આ શેરની કિંમત રૂ. 100ને પાર ન કરી જાય ત્યાં સુધી આ શેરને ખરીદી કરી શકે છે.

આ પણ વાંચો - શેર માર્કેટના અગ્રણી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે નિધન

સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્ટના રિસર્ચ એનાલિસ્ટ પુનિત પટનીએ ફેડરલ બેન્કના શેરમૂલ્યના દ્રષ્ટિકોણ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, અમે ફેડરલ બેન્કના શેર વિશે પોઝિટીવ છીએ. આ શેરની ફ્રેન્ચાઈઝી ખૂબ જ મજબૂત છે, ફંડ પર ઓછો ખર્ચ છે, સ્ટ્રોંગ અન્ડરરાઈટિંગ સ્ટાન્ડર્ડ, ફિનટેક અને ડિજિટલ ઈનિશિએટીવ અને ગ્રોથના કારણે આ શેર ખરીદી શકાય છે. હાઈ રિટેઈલ લોનની વધતી ભાગીદારીને કારણે બેન્કના ROAમાં વૃદ્ધિની પરિકલ્પના કરવામાં આવી છે. રિરેટીંગ માટે ફેડરલ બેન્ક સૌથી સારો વિકલ્પ છે, આ શેરની આ તમામ પોઝિટીવ બાબતો હોવા છતાં આ શેરનું મૂલ્યાંકન ખૂબ જ સસ્તું રહે છે.

GCL સિક્યોરિટીઝના CEO રવિ સિંઘલ ફેડરલ બેન્કના શેરને પોર્ટફોલિયો સ્ટોક ગણાવે છે. તેઓ જણાવે છે કે, ફેડરલ બેન્ક સફળતાપૂર્વક કોવિડ-19ના કારણે આવેલ મુશ્કેલીઓથી બચી ગઈ છે. આ બેન્ક 63 ટકા વધુ નેટ પ્રોફિટ સાથે સૌથી વધુ કમાણી કરનાર બેન્ક છે. જોગવાઈઓમાં કમી, પરંતુ બેન્કના NIMની મદદથી વધતા વ્યાજદરમાં લાભ થવાની આશા છે. બેન્ક એક પોર્ટફોલિયો સ્ટોક છે, જેને 6થી 9 મહિના માટે શેરની અંદાજિત કિંમત રૂ. 144 ના ટાર્ગેટ સાથે મુકી રાખી શકો છો. રવિ સિંઘલે વધુમાં જણાવ્યું કે, આ શેર ત્યાં સુધી જમા રાખી શકાય છે, જ્યાં સુધી આ શેરની કિંમત રૂ. 100ને પાર ના પહોંચી જાય.

આ પણ વાંચો -  રાકેશ ઝુનઝુનવાલાએ 5000 રુપિયાથી શરૂ કર્યું હતું શેરબજારમાં રોકાણ, આ રીતે બન્યા હતા બિગબુલ

ફેડરલ બેન્કમાં રાકેશ ઝુનઝુનવાલાનું શેરહોલ્ડિંગ


એપ્રિલથી જૂન 2022ના ક્વાર્ટર માટે ફેડરલ બેન્કની શેરહોલ્ડિંગ અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે આ સાઉથ ઈન્ડિયન બેન્કના શેર છે. રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે બેન્કમાં 2,10,00,000 શેર અથવા 1.01 ટકા ભાગીદારી છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે બેન્કમાં ફેડરલ બેન્કના 5,47,21,060 શેર છે, જે 2.64 ટકાની ભાગીદારી ધરાવે છે. ઝુનઝુનવાલા દંપતી આ સાઉથ ઈન્ડિયન બેન્કમાં કુલ 3.65 ટકા ભાગીદારી ધરાવે છે.

નોંધ- અહીં જણાવેલ વિચાર અને રજૂઆત નિષ્ણાંતોના અંગત વિચાર છે.
First published:

Tags: Rakesh jhunjhunwala, Rakesh Jhunjhunwala Portfolio, બિઝનેસ, બિઝનેસ ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन