Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના આ શેરમાં તેજીની બ્રોકરેજ ફર્મને આશા

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala portfolio: ડોમેસ્ટિક બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ HDFC સિક્યોરિટીનું માનવું છે કે, ફેડરલ બેન્ક (Federal bank) મધ્ય સ્તરની દેશની સૌથી શ્રેષ્ઠ અને જૂની પ્રાઈવેટ સેક્ટરની બેન્કોમાંની એક છે.

  • Share this:
મુંબઈ: રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala portfolio)ને દેશના ટોચના રોકાણકાર માનવામાં આવે છે. BSE શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2021 પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા ફેડરલ બેન્ક (Rakesh Jhunjhunwala stake in Federal bank)માં 2.64 ટકા શેરના માલિક છે, જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) પોતે પણ 1.01 ટકા શેર ધરાવે છે. આ શેરના તેજીની અપેક્ષા સેવાઇ રહી છે.

ડોમેસ્ટિક બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ HDFC સિક્યોરિટીનું માનવું છે કે, ફેડરલ બેન્ક (Federal bank) મધ્ય સ્તરની દેશની સૌથી શ્રેષ્ઠ અને જૂની પ્રાઈવેટ સેક્ટરની બેન્કોમાંની એક છે. ફેડરલ બેન્ક પાસે ગ્રેન્યુલર લાયાબિલીટી ફ્રેન્ચાઈઝી (granular liability franchise) અને યોગ્ય કેપિટલ પોઝિશન છે. આ પ્રકારની પરિસ્થિતિ કોઈપણ નાણાકીય અને અસેટ ક્વોલિટીની અનિશ્ચિતતાઓ સામે ઢાલ તરીકેનું કામ કરે છે

બેંકના એમડી તરીકે  શ્યામ શ્રીનિવાસનની વરણી

તે વધુમાં જણાવે છે કે, બેન્કે વિવિધ પોસ્ટ પર વરિષ્ઠ કક્ષાના અધિકારીઓની ભરતી કરી છે. આ સિવાય આગામી ત્રણ વર્ષ માટે આરબીઆઈ દ્વારા શ્યામ શ્રીનિવાસન (Shyam Srinivasan)ની એમડી અને સીઈઓ તરીકેની વરણી કરવામાં આવતા મેનેજમેન્ટમાં સ્થિરતા આવી છે.

ફેડરલ બેન્કે Q2FY22ના પરિણામોમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ઓછા લોન લોસ રાઈટબેક (loan loss writebacks)ને કારણે પ્રોવિઝનમાં પણ ઘટાડો નોંધાવ્યો છે. તેના મોટા અને જથ્થાબંધ પોર્ટફોલિયો સાથે ફેડરલ બેન્કે પોતાની રિટેઈલ ફ્રેન્ચાઈઝીને સુરક્ષિત કરી છે. બેન્ક દ્વારા પ્રભાવશાળી અસેટ ક્વોલિટી પણ રિપોર્ટ કરવા આવી છે.

બ્રોકરેજને અપેક્ષા છે કે, આગામી નાણાકીય વર્ષ 21-24માં અસેટ ક્વોલિટી અને NIMમાં ક્રમશઃ સુધારો આવશે. આગામી બેથી ત્રણ વર્ષોમાં ખોટની તુલનામાં નફો અને રિકવરી પણ વધુ થવાની અપેક્ષા છે.

આ ભાવે ખરીદીની સલાહ

HDFC સિક્યોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે, રોકાણકારો લાંબા ગાળાના રોકાણ માટે ફેડરલ બેન્કના શેર 101.1 રૂ. ના ભાવે ખરીદી શકે છે અને એડ ઓન ડીપ્સ 90.25 સુધી પહોંચી શકે છે. આગામી બે ત્રિમાસિક ગાળા માટે બેઝ ફેર વેલ્યુ 111.5 સુધી અને બુલ કેસ ફેર વેલ્યુ 124 રૂ. સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી શકાય છે.

આ પણ વાંચો:  સેફાયર ફૂડ્સ આઈપીઓ: KFC અને Pizza Hutને ચલાવતી કંપનીનો IPO ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

એન્જલ વનનો અભિપ્રાય

અન્ય એક બ્રોકરેજ હાઉસ એન્જલ વન (અગાઉ એન્જલ બ્રોકિંગ)ના મતે પણ ફેડરલ બેન્કના શેરમાં તેજી જોવા મળી શકે છે. કેમ કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બેન્કની નોન પરફોર્મિંગ અસેટ્સ એટલે કે (NPAs) સ્થિર છે તેમાં કોઈ વધારો થયો નથી. આ જ કારણસર બ્રોકરેજ દ્વારા ફેડરલ બેન્કના ભાવ 135 રૂ. પ્રતિશેર પહોંચવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
First published: