Home /News /business /

Rakesh Jhunjhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં અઠવાડિયામાં 753 કરોડ રૂપિયા ગુમાવ્યા

Rakesh Jhunjhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં અઠવાડિયામાં 753 કરોડ રૂપિયા ગુમાવ્યા

રેખા અને રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Portfolio: આ અઠવાડિયે ટાટા જૂથની ટાઈટન કંપનીના શેરમાં 174 રૂપિાયનો ઘટાડો નોંધાયો છે. જેના પગલે રાકેશ ઝુનઝુનવાલાને 753 કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે.

    મુંબઈ: રિટેલ રોકાણકારો માટે શુક્રવારનો દિવસ બ્લેક ફ્રાઇડે (Black Friday) સાબિત થયો હતો. કારણ કે આ દિવસે સેન્સેક્સમાં કડાકો (Sensex crash) બોલી ગયો હતો. જેના પગલે રોકાણકારોના પોર્ટફોલિયો પર ખરાબ અસર પડી છે. ભારતીય શેર બજારમાં બોલી ગયેલા કડાકાની અસર દિગ્ગજ રોકાણકારો (Big investors)ને પણ થઈ છે. બિગ બુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ની પસંદગીના ટાટા ગ્રુપ (Tata Group)ની કંપની ટાઈટનનો શેર (Titan company share) શુક્રવારે 3.47 ટકા તૂટી ગયો હતો. આ અઠવાડિયા દરમિયાન ટાઇટન કંપનીના શેરમાં આશરે સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટાઈટન કંપનીના શેરના ભાવમાં આવેલા ઘટાડા બાદ બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલની નેટવર્થ (Rakesh Jhunjhunwala net worth)માં આ અઠવાડિયે 753 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ટાઇટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા બંનેની ભાગીદારી છે.

    ટાઇટન કંપનીના શેરની કિંમત (Titan share price history)

    ટાઇટન કંપનીના શેરની કિંમત પર નજર કરીએ તો રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala Portfolio)માં સામેલ આ શેર શક્રવારે 2,374 રૂપિયાથી ઘટીને 2,293 રૂપિયા પ્રતિ શેર પર આવી ગયો છે. શેર બજારના ઘટાડાને પગલે આ શેરમાં લગભગ 105 રૂપિયા ઇન્ટ્રા ડે લૉસ અથવા 4.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ટાઇટન કંપનીનો શેર 2,467 રૂપિયાના સ્તરથી 2,293 રૂપિયાના સ્તર પર આવી ગયો છે. આ દરમિયાન શેરમાં 174 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. એટલે કે કિંમતમાં 7%નો ઘટાડો આવ્યો છે.

    રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Titan company)

    જુલાઈથી સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન ટાઇટન કંપનીની શેરહૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની ભાગીદારી ટાઈટન કંપનીમાં છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના 3,37,60,395 શેર છે. એટલે કે કંપનીમાં તેમની ભાગીદારી 3.80 ટકા છે.

    આ પણ વાંચો: ₹1.85થી ₹97: દોઢ વર્ષમાં આ પેની સ્ટોકમાં રોકાણકારોને મળ્યું 5150% વળતર, શું તમારી પાસે છે?

    રેખા ઝુનઝુનવાલાની ભાગીદારી

    મિન્ટના સમાચાર પ્રમાણે રેખા ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના કુલ 95,40,575 શેર અથવા 1.07 ટકા શેર છે. રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલા બંને પાસે ટાઇટન કંપનીના 4,33,00,970 શેર અથવા કંપનીમાં 4.87 ટકા ભાગીદારી છે.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાના આ સ્ટોકમાં 40% ઉછાળાની આશા

    નુકસાનની ગણતરી

    એક અઠવાડિયામાં ટાઈટન કંપનીના શેરમાં 174 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. જે પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાને આ કંપનીના શેરમાં (4,33,00,970*174) 753 કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Rakesh jhunjhunwala, Share market, Tata group, સેન્સેક્સ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन