દેશના સૌથી મોટા રોકાણકારે કહ્યું - NDAને મળશે 300 સીટો, પરંતુ...

2019 લોકસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલમાં મોદી સરકારને પૂર્ણ બહુમત મળતો જોવા મળી રહ્યો છે

News18 Gujarati
Updated: May 21, 2019, 4:47 PM IST
દેશના સૌથી મોટા રોકાણકારે કહ્યું - NDAને મળશે 300 સીટો, પરંતુ...
દેશના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાનું માનવું છે કે, એક્ઝિટ પોલ કરતા પણ સારૂ રહેશે અસલી પરિણામ.
News18 Gujarati
Updated: May 21, 2019, 4:47 PM IST
દેશના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાનું માનવું છે કે, એક્ઝિટ પોલ કરતા પણ સારૂ રહેશે અસલી પરિણામ. CNBC-TV18 સાથે એક્સક્લૂઝિવ વાતચીતમાં રાકેશ ઝૂનઝૂનવાલાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં NDAને 300±10 સીટો મળશે. 2019 લોકસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલમાં મોદી સરકારને પૂર્ણ બહુમત મળતો જોવા મળી રહ્યો છે. ફરી મોદી સરકાર બનવાની આશાથી શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 10 વર્ષની સૌથી મોટી તેજી જોવા મળી છે. એક્ઝિટ પોલમાં એનડીએને 304 સીટો અને યૂપીએને 118 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે અન્ય સીટો અન્ય પાર્ટીઓને મળશે.

2019માં 30 ટકા રિટર્નની આશા નથી
રાકેશ ઝૂનઝૂનવાલા અનુસાર, નિફ્ટીનો નીચો સ્તર 11000 બની ગયો છે. જોકે, ઉપરની તરફ નીચેના સ્તરનો સટીક અનુમાન ના લગાવી શકાય. 2014માં મોદી સરકાર સત્તામાં આવવા પર નિફ્ટીએ 30 ટકાથી વધારે રિટર્ન આપ્યું હતું. પરંતુ સમાન ઉત્સાહનું પુનરાવર્તન થવાની સંભાવના નથી.

2019માં બજાર 30 ટકા રિટર્ન નહીં આપી શકે, પરંતુ મને લાગે છે કે, બજાર સારૂ રહેશે. જો એનડીએને સ્પષ્ટ બહુમત મળે છે તો, 10,750-11,000ને એક ક્રૂસિયલ બોટનના રૂપે જોવામાં આવી શકે છે. ઝૂનઝૂનવાલાએ આગળ કહ્યું કે, મોદી સરકારના બીજા કાર્યકાલથી આસા ઓછી છે, પરંતુ પરિણામ સારૂ રહેશે.

ઝૂનઝૂનવાલાએ કહ્યું કે, લોકતંત્ર ભારતના વિકાસમાં સૌથી મોટી બાધા છે, પરંતુ તે આવશ્યક છે. તેમમે કહ્યું કે, મને નથી લાગતું કે, ભારતનો ગ્રોથ ગ્લોબલ ગ્રોથ સાથે જોડાયેલો છે કેમ કે, ભારતનો નિકાસ જીડીપી કરતા ઓછો છે. ભારતમાં ગત પાંચ વર્ષમાં ઉપ-પૂંજીગત વ્યય થયો છે. પરંતુ, ઈન્સોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC)ના કારણે ભારતમાં ક્રેડિટ કલ્ચરમાં સુધાર થઈ રહ્યો છે.

ઈરાન-અમેરિકા વિવાદ બજાર માટે ટેન્શન - ઝૂનઝૂનવાલાએ કહ્યું કે, ચૂંટણી સિવાય બજાર માટે એક મોટી અનિશ્ચિતતા ઈરાન અને અમેરિકા વચ્ચેની છે. ટ્રેડ વોર પર ટીપ્પણી કરતા ઝૂનઝૂનવાલાએ કહ્યું કે, બજારે ચીન-અમેરિકા ટ્રેડ વોરની પહેલા જ કિંમત ચૂકવી દીધી છે.
First published: May 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...