Home /News /business /Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલા પર ભારે પડ્યો એપ્રિલ મહિનો, છ દિવસમાં 900 કરોડ રૂપિયાનું નુકસાન, જાણો વિગત

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલા પર ભારે પડ્યો એપ્રિલ મહિનો, છ દિવસમાં 900 કરોડ રૂપિયાનું નુકસાન, જાણો વિગત

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Portfolio: કુલ નેટવર્થ પર ધ્યાન કરીએ તો ઝુનઝુનવાલાની 11,358 કરોડ રૂપિયાની વેલ્યૂ સાથે સૌથી વધારે હોલ્ડિંગ ટાઇટન (Titan) કંપનીમાં છે. ટાઇટન પછી સ્ટાર હેલ્થમાં તેમનું હોલ્ડિંગ 7,540 કરોડ રૂપિયાનું છે.

મુંબઇ. Rakesh Jhunjhunwala portfolio: નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ને મોટો ફટકો પડ્યો છે. એપ્રિલ મહિનાના છ ટ્રેડિંગ સેશન્સમાં ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)ની નેટવર્થમાં 2.5 ટકાનો ઘટાડો થયો છે. લાઇવમિન્ટના એક રિપોર્ટ પ્રમાણે સ્ટૉક એનાલિસિસ સાથે જોડાયેલા પ્લેટફોર્મ ટ્રેન્ડલાઇન (Trendlyne platform)ના અહેવાલમાં માલુમ પડે છે કે એપ્રિલ, 2022માં અત્યારસુધી રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની નેટવર્થ ઘટીને 32,846 કરોડ રૂપિયા રહી ગઈ છે. માર્ચમાં તેમની નેટવર્થ 33,754 કરોડ રૂપિયા હતી. આ રીતે એપ્રિલમાં એટલે કે એપ્રિલમાં ફક્ત છ ટ્રેડિંગ સેશનમાં ઝુનઝુનવાલાની સંપત્તિમાં 907 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

રાકેશ ઝુનઝુનવાલા આ સ્ટૉક્સમાં સૌથી વધારે ધોવાયા


વીકલી હાઈ અને લૉ પર નજર કરીએ તો પ્લેટફોર્મ પરથી માલુમ પડે છે કે ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ એસ્કૉર્ટ્સ (Escorts), ફોર્ટિસ હેલ્થકેર (Fortis Healthcare), ડીબી રિયલ્ટી (DB Realty), મેટ્રો બ્રાન્ડ્સ (Metro Brands), વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ (VIP Industries), ફેડરલ બેંક (Federal Bank) અને ડેલ્ટા કોર્પ Delta Corp)માં સૌથી મોટો ઘટાડો આવ્યો છે.

આ શેરોમાં જોવા મળી તેજી


જોક, અમુક શેર્સમાં આવેલી તેજીને પગલે તેમના પોર્ટફોલિયોમાં ઘટાડો સીમિત થઈ ગયો હતો. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ પ્રોઝોન ઇન્ટુ પ્રોપર્ટીઝ (Prozone Intu Properties), જુબિલન્ટ ફાર્મોવા (Jubilant Pharmova), બિલકેર (Bilcare), ટાર્ક (TARC), પ્રકાશ પાઇપ્સ (Prakash Pipes), ધ મંદાના રિટેલ (The Mandhana Retail), રેલીઝ ઇન્ડિયા (Rallis India), કરુર વૈશ્ય બેંક, (Karur Vysya Bank), ટાટા કોમ્યુનિકેશન્સ (Tata Communications) અને પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ (Prakash Industries)માં છેલ્લા અઠવાડિયામાં તેજી આવી છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

તેજી જોવા મળી હોય તેવા બીજા શેર્સમાં વોકહાર્ટ (Wockhardt), સેલ (SAIL), વા ટેક વાબાગ (Va Tech Wabag), જુબિલન્ટ ઇનગ્રેવિયા (Jubilant Ingrevia), જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસ (Geojit Financial Services), એનસીસી (NCC), એડલવીઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ (Edelweiss Financial Services), ઇન્ડિયન હોટેલ્સ (Indian Hotels), એપ્ટેક (Aptech) અને ફર્સ્ટસોર્સ સોલ્યૂશન્સ (Firstsource Solution) સામેલ છે.

ઝુનઝુનવાલાને ટાઇટન પર સૌથી વધારે વિશ્વાસ


કુલ નેટવર્થ પર ધ્યાન કરીએ તો ઝુનઝુનવાલાની 11,358 કરોડ રૂપિયાની વેલ્યૂ સાથે સૌથી વધારે હોલ્ડિંગ ટાઇટન (Titan) કંપનીમાં છે. ટાઇટન પછી સ્ટાર હેલ્થમાં તેમનું હોલ્ડિંગ 7,540 કરોડ રૂપિયાનું છે. મેટ્રો બ્રાન્ડ્સમાં 2,320 કરોડ રૂપિયા, ટાટા મોટર્સમાં 1,774 કરોડ રૂપિયા અને ક્રિસિલમાં 1,316 કરોડ રૂપિયાનું હોલ્ડિંગ છે.

આ પણ વાંચો: આજે (11 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

જાન્યુઆરી-માર્ચ, 2022 દરમિયાન ઝુનઝુનવાલાએ કેનરા બેંકમાં પોતાની ભાગીદારી વધારીને 1.96 ટકા કરી છે. ગત ત્રિમાસિક દરમિયાન કેનરા બેંકમાં તેમની ભાગીદારી 1.6 ટકા હતી.
First published:

Tags: Investment, Rakesh jhunjhunwala, Share market, Stock market, Tata group