Home /News /business /

Rakesh Jhunjhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં બે મહિનામાં 1,340 કરોડ રૂપિયા ગુમાવ્યા, શું તમારી પાસે છે?

Rakesh Jhunjhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં બે મહિનામાં 1,340 કરોડ રૂપિયા ગુમાવ્યા, શું તમારી પાસે છે?

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Rakesh Jhunjhunwala news: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી સ્ટાર હેલ્થ કંપનીનો શેર 10મી ડિસેમ્બર, 2021ના રોજ ડિસ્કાઉન્ટ સાથે શેરબજારમાં લિસ્ટ થયો હતો. ત્યારથી આ શેરમાં સતત વેચવાલી જોવા મળી છે.

    મુંબઇ. Rakesh Jhunjhunwala Portfolio: સ્ટાર હેલ્થનો શેર (Star Health stock) 10મી ડિસેમ્બર, 2021ના રોજ NSE અને BSE પર લિસ્ટ થયો હતો. ત્યારથી આ શેર વેચવાલીના દબાણ હેઠળ છે. રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી આ કંપનીએ આઈપીઓ માટે 870-900 રૂપિયા પ્રાઇસ બેન્ડ રાખી હતી. જોકે, શેરનું લિસ્ટિંગ BSE પર 848 રૂપિયા અને NSE પર 845 રૂપિયા પર થયું હતું. લિસ્ટિંગ બાદ આ શેરમાં થોડી તેજી પણ આવી હતી. NSE પર 10 ડિસેમ્બર, 2021ના રોજ આ શેર 906.85 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.

    જોકે, બે મહિનાના અંતે રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી આ કંપનીનો શેર NSE પર 774 રૂપિયાના સ્તર પર આવી ગયો છે. જેના પગલે આ બે મહિનામાં રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ 1,340 કરોડ રૂપિયા ઘટી છે.

    રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Star Health)

    શેરબજારને તાજેતરમાં આપેલી સૂચના પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું કે, તેમની પાસે સ્ટાર હેલ્થના 10,07,53,935 શેર છે. જે કંપનીની કુલ પેડઅપ કેપિટલના 17.50 ટકા છે.

    આ પણ વાંચો: LIC IPO: પોલિસીધારકોને LICના IPO પર મળી શકે છે ડિસ્કાઉન્ટ

    રાકેશ ઝુનઝુનવાલાને કેટલું નુકસાન ગયું?

    સ્ટાર હેલ્થનો શેર 10 ડિસેમ્બરના રોજ 906.85 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. મંગળવારે એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ શેરનો બંધ ભાવ 774 રૂપિયા હતો. બે મહિનામાં આ શેરની કિંમતમાં આશરે 132.85 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે આ કંપનીના 10,07,53,935 શેર છે, તેથી તેમણે પ્રત્યેક શેર પર 132.85 રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. છેલ્લા બે મહિનાનો હિસાબ લગાવીએ તો તેમને કુલ 1,340 કરોડ રૂપિયા (132.85 રૂપિયા X 10,07,53,935 શેર)નું નુકસાન ભોગવવું પડ્યું છે.

    આ પણ વાંચો: કમજોર લિસ્ટિંગ બાદ બે વર્ષમાં આપ્યું ધમાકેદાર રિટર્ન, કરી લો એક નજર

    સ્ટાર હેલ્થના શેર પર નિષ્ણાતની સલાહ

    શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સ્ટાર હેલ્થના શેરમાં વર્તમાન લેવલથી અમુક તેજી જોવા મળી શકે છે. કારણ કે તે ચાર્ટ પેટર્ન પર સકારાત્મક નજરે પડી રહ્યો છે. IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ કહ્યું કે, "સ્ટાર હેલ્થનો શેર ચાર્ટ પેટર્ન પર સકારાત્મક નજરે પડી રહ્યો છે. શેરને 730 રૂપિયાનું મજબૂત સમર્થન છે. શેર માટે 840 રૂપિયા રેજિસ્ટન્સ લેવલ છે. શેરમાં થોડો ઘટાડો આવે તો શોર્ટ ટર્મ માટે 755 રૂપિયાના સ્તર પર 830-540 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ માટે 730 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવો જરૂરી છે."

    (ખાસ નોંધ: શેરબજારમાં રોકાણ જોખમોને આધિન છે. ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Insurance, Investment, Rakesh jhunjhunwala, Share market, Stock tips

    આગામી સમાચાર