37 સ્ટોકમાં 20,000 કરોડ રૂપિયા- ગત માર્ચમાં પૂર્ણ થયેલી ત્રિમાસિકમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેના એસોસિએટનું જાહેર રીતે 37 સ્ટોકમાં હોલ્ડિંગ હતું. જેમાં Titan Company, Tata Motors, Crisil, Lupin, Fortis Healthcare, Nazara Technologies, Federal Bank, Delta Corp, DB Realty and Tata Communications જેવા જાણીતા સ્ટોકનો સમાવેશ થાય છે. તેની નેટ વર્થ રૂ. 19,695.3 કરોડ છે. જેમાં સૌથી કિંમતી સ્ટોક Titan Company(રૂ. 7,879 કરોડ), Tata Motors (રૂ.1,474.4 કરોડ), Crisil (રૂ. 1,063.2 કરોડ) છે.
Titan company stock: ટાઇટન કંપનીની જાન્યુઆરી-માર્ચ 2022ની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા આ કંપનીમાં ભાગીદારી ધરાવે છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 3,53,10,575 શેર અથવા 3.98 ટકા ભાગીદારી છે.
નવી દિલ્હી. Rakesh Jhunjhunwala Portfolio: ટાટા જૂથની ટાઇટન કંપની (Titan company) બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ની પસંદગીની કંપનીમાં સામેલ છે. જોકે, રાકેશ ઝુનઝુનવાલાએ ટાઇટન કંપનીમાં પોતાની ભાગીદારી 5.09 ટકાથી ઘટાડીને 5.05 ટકા કરીને બધાને ચોંકાવી દીધા છે. રાકેશ ઝુનઝુનવાલાએ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક દરમિયાન ટાઇટન કંપનીમાં પોતાની ભાગીદારી ઘટાડી હતી. જે રીતે ટાઇટન કંપનીનો શેર (Titan company stock) તૂટી રહ્યો છે તે પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાનો નિર્ણય સાચો સાબિત થઈ રહ્યો છે. રાકેશ ઝુનઝુનવાલાનો આ શેર 2022માં 12 ટકા તૂટી ગયો છે. 2022ના વર્ષમાં રાકેશ ઝુનઝુનવાલાને આ શેરમાં 1,185 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
છ મહિનાથી કન્સૉલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે શેર
લાઇવમિન્ટના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં ટાઇટન કંપનીનો શેર 2,564 રૂપિયાથી તૂટીને 2,264 રૂપિયા પર પહોંચી ગયો છે. હકીકતમાં રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર છેલ્લા છ મહિનાથી કન્સૉલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા છ મહિનામાં ટાટા જૂથનો આ શેર 10 ટકાથી વધારે તૂટી ગયો છે.
ટાઇટન કંપનીની જાન્યુઆરી-માર્ચ 2022ની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા આ કંપનીમાં ભાગીદારી ધરાવે છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 3,53,10,575 શેર અથવા 3.98 ટકા ભાગીદારી છે. તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના 95,40,575 શેર અથવા 1.07 ટકા હિસ્સો છે. આ રીતે ઝુનઝુનવાલા દંપતી પાસે કંપનીમાં કુલ 5.05 ટકા ભાગીદારી છે.
શેરમાં કડાકાની રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ પર અસર
રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા પાસે ટાઇટન કંપનીના કુલ 4,48,50,970 શેર છે. 2022ના વર્ષમાં ટાઇટન કંપનીનો શેર 264 રૂપિયા તૂટ્યો છે. આ રીતે બંનેને નેટવર્થમાં કુલ 1,185 કરોડ રૂપિયા ઘટી છે.
આ ખરેખર રસપ્રદ છે કે રાકેશ ઝુનઝુનવાલાએ ડિસેમ્બર ત્રિમાસિકમાં જ ટાઇટન કંપનીમાં પોતાનો હિસ્સો વધારીને 4.02 ટકા કર્યો હતો. આ પહેલા સપ્ટેમ્બર 2021 દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી 3.8 ટકા હતી. રાકેશ ઝુનઝુનવાલા પોતાના અને તેમના પત્નીના નામે રોકાણ કરે છે. તેઓ એક ક્વોલિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને રેર એન્ટરપ્રાઇઝ નામની એક અસેટ પેઢીનું સંચાલન કરે છે. તેમના પોર્ટફોલિયો અને રોકાણ પર રોકાણકારો નજર રાખતા હોય છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના બિલ બુલ અને વોરન બેફેટ કહેવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર