Home /News /business /

Stock Market: બજાર ખુલતાની પાંચ જ મિનિટમાં રાકેશ ઝુનઝુનવાલાને લાગ્યો 400 કરોડનો ઝટકો

Stock Market: બજાર ખુલતાની પાંચ જ મિનિટમાં રાકેશ ઝુનઝુનવાલાને લાગ્યો 400 કરોડનો ઝટકો

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાનો ટાઇટન (Titan) અને સ્ટાર હેલ્થ (Star Health)માં મોટો હિસ્સો છે. જેથી આ બંને શેરોમાં આવતી મોટી મૂવમેન્ટ તેમના પોર્ટફોલિયોને ઉથલપાથલ કરવા પૂરતી છે.

નવી દિલ્હી: શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ કરેલી ધરખમ કમાણીના અહેવાલો તમે વાંચ્યા હશે. જોકે, આજે સવારે બજાર ખુલતાની સાથે 5 મિનિટમાં જ ઝુનઝુનવાલાને તોતિંગ નુકસાન થયું હતું. આજે સવારે ઝુનઝુનવાલાના 400 કરોડ રૂપિયા શેર બજારમાં ધોવાઈ ગયા હતા. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala Portfolio)ના બે મોટા સ્ટોક ટાઈટન (Titan Share Price) અને સ્ટાર હેલ્થ (Star Health Share Price) આજે મોટા ગેપ સાથે ખુલ્યા હતા. ઘટાડા સાથે ખુલેલા આ શેરના કારણે ઝુનઝુનવાલાને ધરખમ નુકસાન થયું હતું.

રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાનો ટાઇટન (Titan) અને સ્ટાર હેલ્થ (Star Health)માં મોટો હિસ્સો છે. જેથી આ બંને શેરોમાં આવતી મોટી મૂવમેન્ટ તેમના પોર્ટફોલિયોને ઉથલપાથલ કરવા પૂરતી છે. બંને શેરો ઉપર જાય તો તેમને સારો નફો મળે છે, પરંતુ જો તે ઘટે તો નુકસાન પણ એટલા જ પ્રમાણમાં થાય છે.

બજાર ખુલતા જ સ્ટોકમાં કડાકો બોલી ગયો

ટાઈટનના શેરની કિંમત (Titan share price)માં આજે કડાકો બોલી ગયો હતો. આજે શેર રૂ. 26ના ઘટાડા સાથે રૂ. 2383.35ના સ્તરે ખુલ્યો હતો. આ સાથે સવારે 9:20 સુધીમાં આ શેરમાં રૂ. 57.65નો કડાકો બોલી ગયો હતો. બીજી તરફ સ્ટાર હેલ્થ (Star Health share price)ના શેરમાં પણ બજાર ખૂલતાની સાથે રૂ. 5નું ગાબડું જોવા મળ્યું હતું. ત્યારબાદ સવારે 9:20 વાગ્યા સુધીમાં તે રૂ. 638ના સ્તરે પહોંચ્યો હતો. શરૂઆતના સેશનની માત્ર પાંચ જ મિનિટમાં તેમાં શેરદીઠ રૂ. 14નો ઘટાડો નોંધાયો હતો.

રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

ટાઈટન કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala)એ ટાઈટનમાં રોકાણ કર્યું છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટનના 3,57,10,395 શેર છે, જ્યારે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે કંપનીના 95,40,575 શેર છે. ઝુનઝુનવાલા કપલ ટાઈટન કંપનીમાં 5.09 ટકા ભાગીદાર છે. એ જ રીતે સ્ટાર હેલ્થ કંપનીએ એક્સચેન્જની માહિતી મુજબ રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલા કંપનીમાં 17.50 ટકા હિસ્સો (10,07,53,935 શેર) ધરાવે છે.

આ પણ વાંચો: ટાટાની કાર ખરીદવા માંગતા લોકો આનંદો, આ હોળી પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ ઘટી

રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની પાસે ટાઇટન કંપનીના 4,52,50,970 શેર છે અને શરૂઆતની 5 મિનિટમાં જ શેરનો ભાવ રૂ.57.65 પ્રતિ શૅર ઘટ્યો હતો. ટાઈટનના શેરના ભાવ (Titan Share Price)માં આ ઘટાડા બાદ માત્ર 5 મિનિટમાં રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ (Rakesh Jhunjhunwala net worth)માં રૂ. 260 કરોડ (રૂ.57.65 x 4,52,50,970)નો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: શેર બજારમાં કડાકા વચ્ચે આ 10 શેર 3-4 અઠવાડિયામાં કરાવશે મોટી કમાણી

ઝુનઝુનવાલા પાસે સ્ટાર હેલ્થના 10,07,53,935 શેર છે અને શેરમાં રૂ.14.05નો કડાકો બોલ્યો હતો. જેના કારણે ઝુનઝુનવાલાની કુલ સંપત્તિમાં ચોખ્ખો રૂ. 140 કરોડ (₹14.05 x 10,07,53,935)નો ઘટાડો થયો છે. આમ માર્કેટ ઓપનિંગની પહેલી 5 મિનિટમાં આ બંને શેરમાં ઘટાડો થયા બાદ રાકેશ ઝુનઝુનવાલાના કુલ એસેટ્સમાં લગભગ રૂ. 400 કરોડ (રૂ.140 કરોડ + રૂ.160 કરોડ)નું ધોવાણ જોવા મળ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Rakesh jhunjhunwala, Stock market, Stock tips

આગામી સમાચાર