Home /News /business /

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના બે મોટા શેરોમાં વધાર્યુ રોકાણ, આ કંપનીમાં ઘટાડ્યું

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના બે મોટા શેરોમાં વધાર્યુ રોકાણ, આ કંપનીમાં ઘટાડ્યું

ટાટા ગ્રુપ

Titan and Tata Motors: રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) સાથે ટાઇટનના 4.33 કરોડ ઇક્વિટી શેરના માલિક હતા. બંને કંપનીમાં 4.87% હિસ્સો ધરાવે છે.

નવી દિલ્હી: રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) એ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન તેમના બે સૌથી મોટા સ્ટોક હોલ્ડિંગ્સ, ટાઇટન કંપની લિમિટેડ (Titan company ltd) અને ટાટા મોટર્સ (Tata Motors)માં તેમનો હિસ્સો વધાર્યો છે. આ દરમિયાન તેઓ જુબિલન્ટ ઇંગ્રેવિયાના શેરો (Jubilant Ingrevi stock) વેચતા પણ જોવા મળ્યા હતા. રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ સતત બીજા ક્વાર્ટરમાં ટાઇટનમાં તેમનો હિસ્સો વધાર્યો છે.

ટાઇટન અને ટાટા મોટર્સમાં હિસ્સો વધાર્યો

રાકેશ ઝુનઝુનવાલા જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) સાથે ટાઇટનના 4.33 કરોડ ઇક્વિટી શેરના માલિક હતા. બંને કંપનીમાં 4.87% હિસ્સો ધરાવે છે. જોકે, સ્ટોક એક્સચેન્જો પર ઉપલબ્ધ તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા દર્શાવે છે કે રાકેશ ઝુનઝુનવાલા તેમની પત્ની સાથે હવે ટાટા ગ્રુપ ફર્મના 4.52 કરોડ ઇક્વિટી શેરની માલિકી ધરાવે છે, જે 5.09% હિસ્સા સમાન છે. બંનેનું ટાઇટન શેરનું હાલનું મૂલ્ય રૂ. 11,760 કરોડ છે.

ટાઈટન કંપની શેર

ટાઇટનના શેરનો ભાવ અગાઉના ક્વાર્ટર દરમિયાન 17%ની આસપાસ વધ્યો હતો અને હવે તે શેર દીઠ રૂ. 2,593 પર ટ્રેડ કરે છે. ગયા અઠવાડિયે કંપનીએ શેર બજારોને જાણ કરી હતી કે ત્રીજા ક્વાર્ટરમાં તેની આવકમાં 36% વૃદ્ધિ જોવા મળી છે. આનાથી ટાઇટનના સ્ટોકને 52 સપ્તાહની નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી.

ટાટા મોટર્સ સ્ટોક

ટાટા ગ્રુપનો અન્ય એક સ્ટોક એટલે કે ટાટા મોટર્સ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાના શોપિંગ કાર્ડ પર હતો. બિગ બુલે ક્વાર્ટર દરમિયાન કંપનીના વધારાના 25 લાખ ઇક્વિટી શેર ખરીદ્યા હતા, જેથી તે અગાઉના ક્વાર્ટરમાં 3.67 કરોડ શેરની સરખામણીએ 3.92 કરોડ ઇક્વિટી શેર્સ પર પહોંચી ગયા હતા. ગયા ક્વાર્ટરની શરૂઆતમાં રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સના શેર વેચ્યા પણ હતા.

આ પણ વાંચો: ટાટા ગ્રુપનો આ ઓટો શેર કરાવશે બમ્પર કમાણી

પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન ટાટા મોટર્સના શેરમાં 44%નો વધારો થયો હતો અને હાલમાં તે શેર દીઠ રૂ. 514ના ભાવે વેપાર કરે છે. ટાટા મોટર્સની જગુઆર લેન્ડ રોવર કંપની વૈશ્વિક સપ્લાય ચેઇન વિક્ષેપોને કારણે ચિપની અછતનો સામનો કરી રહી છે. જેના કારણે વેચાણને અસર થઈ છે. જોકે, આ સ્ટોક રોકાણકારો માટે ટોચની પસંદગી છે.

આ પણ વાંચો: ટિયાગો iCNG, ટિગોર iCNG લોંચ, જાણો બંને કાર માટે કેટલી કિંમત ચૂકવવી પડશે

જુબિલન્ટ ઇંગ્રેવિયાના વધુ શેર વેચ્યા

બીજી તરફ, તેમણે સતત બીજા ક્વાર્ટરમાં જુબિલન્ટ ઇંગ્રેવિયામાં તેનો હિસ્સો ઘટાડ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેમની પાસે 5.5% શેરહોલ્ડિંગ હતું. જોકે, ડિસેમ્બર 2021ના ​​અંતે રાકેશ ઝુનઝુનવાલાની પાસે કંપનીમાં 4.7% હિસ્સો એટલે કે 75.2 લાખ ઇક્વિટી શેર થઈ ગયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Rakesh jhunjhunwala, Share market, Stock tips

આગામી સમાચાર