Home /News /business /Rakesh Jhunjhunwala: ભારતના 'વોરન બફેટે' ડિસેમ્બર ત્રિમાસિકમાં આ ચાર શેરમાં વધાર્યું રોકાણ, શું તમારી પાસે છે આ કંપનીના શેર?

Rakesh Jhunjhunwala: ભારતના 'વોરન બફેટે' ડિસેમ્બર ત્રિમાસિકમાં આ ચાર શેરમાં વધાર્યું રોકાણ, શું તમારી પાસે છે આ કંપનીના શેર?

રાકેશ ઝુનઝુનવાલાએ ટાઇટન કંપનીમાં રોકાણ વધાર્યું

Rakesh Jhunjhunwala Portfolio: બિગ બુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં હાલ 42 સ્ટૉક સામેલ છે. આ સ્ટૉકમાંથી તેમણે ચાર સ્ટૉકમાં ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન રોકાણ વધાર્યું છે.

મુંબઈ. Rakesh Jhunjhunwala Holdings: દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન પોતાના અબજો-ડૉલરના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala)માં ફેરફાર કર્યો છે. બિગ બુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં હાલ 42 સ્ટૉક સામેલ છે. આ સ્ટૉકમાંથી તેમણે ચાર સ્ટૉકમાં ડિસેમ્બર ક્વાર્ટર (December Quarter) દરમિયાન રોકાણ વધાર્યું છે. જ્યારે પાંચ શેરમાં વેચવાલી કરીને પોતાનો હિસ્સો ઓછો કર્યો છે. ટ્રેડલાઈન પર ઉપલબ્ધ આંકડા પરથી આ જાણકારી મળી છે.

કઈ કંપનીમાં કેટલો હિસ્સો વધાર્યો?

ભારતના વોરન બફેટ કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ટાઇટન કંપની (Titan Company)માં પોતાની ભાગીદારી 0.20 ટકા વધારીને 5.1 ટકા, ટાટા મોટર્સ (Tata Motors)માં 0.10 ટકા વધારીને 1.2 ટકા, એસ્કોર્ટ્સ (Escorts)માં 0.40 ટકા વધારીને 5.2 ટકા અને ઇન્ડિયન હોટલ્સ (Indian Hotels)માં 0.10 ટકા વધારીને 2.2 ટકા કરી છે. ઝુનઝુનવાલાએ જે કંપનીઓમાં ભાગીદારી વધારી છે તેના પર એક નજર કરીએ-

એસ્કૉર્ટ્સ (Escorts)

ટ્રેક્ટર બનાવતી આ કંપનીમાં ઝુનઝુનવાલાએ પોતાનો હિસ્સો એવા સમયે વધાર્યો છે, જ્યારે જાપાની કંપની કુબોટા કોર્પોરેશન પ્રીફર્ડ શેર ફાળવણી અને ઓપન ઑફર મારફતે એસ્કૉર્ટ્સમાં 26 ટકા કંટ્રોલિંગ સ્ટેક લેવા જઈ રહી છે. બ્રોકરેજ ફર્મ નિર્મલ બાંગ ઇક્વિટીઝનું કહેવું છે કે આનાથી મધ્યમ સમયગાળા માટે જ લાભ જોવા મળશે.

બ્રોકરેજનું કહેવું છે કે, "જો રાકેશ ઝુનઝુનવાલા જેવા રોકાણકારો પોતાના શેરનો એક હિસ્સો 2,000 રૂપિયા પ્રતિ શેર લેખે ઓપન ઑફરમાં આપે છે તો તેનાથી હેરાન થવાની જરૂર નથી. કારણ કે નિષ્ણાતો આગામી બે વર્ષમાં કંપનીની કમાણી નબળી રહેશે તેવું માની રહ્યા છે."

ઇન્ડિયન હોટલ્સ (Indian Hotels)

અનેક નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાના પ્રતિબંધ હળવા થયા બાદ ઇન્ડિયન હોટેલ્સ સ્ટૉકમાં ઉછાળો આવશે. ડિસેમ્બર મહિનામાં પ્રવાસનનો વિકાસ થતાં કંપનીની આવક વધવાની આશા છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે ફાઇનાન્સિયલ સર્વિસિસના એક રિપોર્ટમાં કહ્યું છે કે, અસેટ હેવીથી અસેટ લાઇટની રણનીતિમાં ફેરફારને પગલે આ સ્ટૉક ટૂરિઝમ સેક્ટરનો તેની પસંદગીનો સ્ટૉક બની ગયો છે.

આ પણ વાંચો: ટાટા ગ્રુપનો આ ઓટો શેર કરાવશે બમ્પર કમાણી, બિગ બુલે પણ કર્યુ છે રોકાણ

ટાઈટન કંપની (Titan company)

રાકેશ ઝુનઝુનવાલા જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) સાથે ટાઇટનના 4.33 કરોડ ઇક્વિટી શેરના માલિક હતા. બંને કંપનીમાં 4.87% હિસ્સો ધરાવે છે. જોકે, સ્ટોક એક્સચેન્જો પર ઉપલબ્ધ તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા દર્શાવે છે કે રાકેશ ઝુનઝુનવાલા તેમની પત્ની સાથે હવે ટાટા ગ્રુપ ફર્મના 4.52 કરોડ ઇક્વિટી શેરની માલિકી ધરાવે છે, જે 5.09% હિસ્સા સમાન છે. બંનેનું ટાઇટન શેરનું હાલનું મૂલ્ય રૂ. 11,760 કરોડ છે.

ટાઇટનના શેરનો ભાવ અગાઉના ક્વાર્ટર દરમિયાન 17%ની આસપાસ વધ્યો હતો અને હવે તે શેર દીઠ રૂ. 2,593 પર ટ્રેડ કરે છે. ગયા અઠવાડિયે કંપનીએ શેર બજારોને જાણ કરી હતી કે ત્રીજા ક્વાર્ટરમાં તેની આવકમાં 36% વૃદ્ધિ જોવા મળી છે. આનાથી ટાઇટનના સ્ટોકને 52 સપ્તાહની નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી.

આ પણ વાંચો: ટિયાગો iCNG, ટિગોર iCNG લોંચ, જાણો બંને કાર માટે કેટલી કિંમત ચૂકવવી પડશે, કેટલી માઇલેજ મળશે

ટાટા મોટર્સ (Tata Motors)

ટાટા ગ્રુપનો અન્ય એક સ્ટોક એટલે કે ટાટા મોટર્સ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાના શોપિંગ કાર્ડ પર હતો. બિગ બુલે ક્વાર્ટર દરમિયાન કંપનીના વધારાના 25 લાખ ઇક્વિટી શેર ખરીદ્યા હતા, જેથી તે અગાઉના ક્વાર્ટરમાં 3.67 કરોડ શેરની સરખામણીએ 3.92 કરોડ ઇક્વિટી શેર્સ પર પહોંચી ગયા હતા. ગયા ક્વાર્ટરની શરૂઆતમાં રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સના શેર વેચ્યા પણ હતા.
First published:

Tags: Investment, Rakesh jhunjhunwala, Share market, Stock tips