Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ સ્ટોકમાં વધાર્યું રોકાણ

શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: ઝુનઝુનવાલા પરિવારનું મોટું હોલ્ડિંગ ટાટા ગ્રુપ ( TATA group stocks) કંપનીઓમાં છે. જેથી એમ કહી શકાય કે, ઝુનઝુનવાલા પરિવારને ટાટા ગ્રુપ ગમે છે.

  • Share this:
    મુંબઈ. Rakesh Jhunjhunwala news: શેરબજારના બિગ બુલ અને દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)માં ફરી એકવાર ફેરફાર થયો છે. તેમણે પોતાના મનપસંદ ટાઈટન કંપનીના શેરમાં રોકાણ (Titan company share) વધાર્યું છે. ટાઈટનના શેરમાં રોકાણકારોની જોરદાર વળતર મળ્યું હતું. જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં તે ઑલટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. એક વર્ષના સમયમાં ટાઈટન કંપનીના શેર (Titan share return) રૂ.1560થી વધીને રૂ.2420 સુધી પહોંચ્યા હતા. 2021માં શેરધારકોને સરેરાશ 55 ટકા રિટર્ન મળ્યું હતું. હવે આ શેરમાં વધુ તેજી આવી શકે તેવા સંકેતના કારણે રાકેશ ઝુનઝુનવાલાએ ફરી આ શેરમાં રસ દાખવ્યો છે.

    ટાઈટન સ્ટોક ટાટા ગ્રુપ કંપનીનો શેર છે. ઝુનઝુનવાલા પરિવારનું મોટું હોલ્ડિંગ ટાટા ગ્રુપ ( TATA group stocks) કંપનીઓમાં છે. જેથી એમ કહી શકાય કે, ઝુનઝુનવાલા પરિવારને ટાટા ગ્રુપ ગમે છે. બીજા ક્વાર્ટર માટે ટાઇટન કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા ટાઇટન કંપનીમાં 4.87 ટકા હિસ્સો ધરાવે છે.

    ટાઇટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાનું કેટલું છે હોલ્ડિંગ?

    જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઈટનમાં 3,37,60,395 શેર હોવાની શક્યતા હતી. જ્યારે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે 95,40,575 શેર હોઈ શકે છે. આવી જ રીતે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં તેમની પાસે 3,30,10,395 અને તેમની પત્ની પાસે 96,40,575 શેર હોવાનું શેરહોલ્ડિંગ પેટર્ન પરથી જણાયું હતું.

    જૂન ક્વાર્ટરમાં તેમની પાસે ટાઈટનના કુલ 4.81 ટકા શેર હતા. જે સપ્ટેમ્બર સુધીમાં વધીને 4.87 ટકા થઈ ગયા હતા. એટલે કે, જૂનના 4,26,50,970 શેરથી 6 લાખ શેર વધીને 4,33,00,970 શેર થયા હતા.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwala Stocks: રાકેશ ઝુનઝુનવાલાના પાંચ શેરે આ વર્ષે આપ્યું 215% સુધી વળતર, શું તમે ખરીદ્યા?

    જૂન ક્વાર્ટરમાં ઓછો કર્યો હતો હિસ્સો

    રાકેશ ઝુનઝુનવાલાએ એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ટાઈટન કંપનીમાં પોતાનો હિસ્સો ઓછો કરી નાંખ્યો હતો. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે ટાઇટન કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન પરથી ફલિત થાય છે કે, રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીમાં 3,52,60,395 શેર અથવા 3.97 ટકા હિસ્સો અને તેમની પત્ની પાસે 96,40,575 કે 1.09 ટકા હિસ્સો છે. જેના પરથી એમ કહી શકાય કે, નાણાકીય વર્ષ 2022ની શરૂઆતમાં તેમની પાસે કંપનીનો 5.06 ટકા હિસ્સો હતો.

    આ પણ વાંચો: બિઝનેસ આઇડિયા: એક પણ રૂપિયાનું રોકાણ નહીં અને મહિને થશે મોટી કમાણી

    ઉલ્લેખનીય છે કે, ટાઇટન ઉપરાંત ઝુનઝુનવાલા ટાટા મોટર્સ અને ટાટા કમ્યુનિકેશન્સના શેર પણ ધરાવે છે. તાજેતરમાં ટાટા ગ્રુપના તમામ શેરમાં બમ્પર ગેઇન જોવા મળ્યો હતો. તેનાથી બજારને પણ મોટો સપોર્ટ મળ્યો હતો.
    First published: