Home /News /business /Big Bull : આ કંપનીમાંથી Rakesh Jhunjhunwalaએ ઘટાડી હિસ્સેદારી, સ્ટોકમાં 5 ટકાનો ઘટાડો
Big Bull : આ કંપનીમાંથી Rakesh Jhunjhunwalaએ ઘટાડી હિસ્સેદારી, સ્ટોકમાં 5 ટકાનો ઘટાડો
આ કંપનીમાંથી રાકેશ ઝુનઝુનવાલાએ ઘટાડી હિસ્સેદારી
હાલમાં ડેલ્ટા કોર્પમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાનું હોલ્ડિંગ ઘટીને 3.63 ટકા (90,00,000 ઇક્વિટી શેર) થઈ ગયું છે. માર્ચ 2022 ક્વાર્ટરની તુલનામાં નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં બિલ બુલનું હોલ્ડિંગ અત્યાર સુધી 7.5 ટકાથી ઘટીને 3.36 ટકા રહ્યું છે.
શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Big Bull Rakesh Jhunjhunwala) અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ ઓનલાઇન ગેમિંગ અને કેસિનો સ્ટોક ડેલ્ટા કોર્પમાં પોતાનો હિસ્સો ઘટાડી દીધો છે. ચાલુ નાણાકીય વર્ષ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન, 31 મે, 2022 સુધી, ડેલ્ટા કોર્પમાં રાકેશ ઝુનઝુનવાલા પોર્ટફોલિયોનું (Rakesh Jhunjhunwala Portfolio) હોલ્ડિંગ 7.5 ટકાથી ઘટીને 6.17 ટકા થયું હતું. ત્યાર પછી 1 જૂનથી 14 જૂનની વચ્ચે તેણે ફરીથી 75 લાખ શેર (2.8 ટકા હોલ્ડિંગ) વેચ્યા છે. ડેલ્ટા કોર્પ દ્વારા એક્સચેન્જને આપેલી માહિતી મુજબ રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલાએ કંપનીમાં આંશિક પ્રોફિટ બુકિંગ કરાવ્યું છે. આ સમાચાર બાદ ડેલ્ટા કોર્પનો શેર 15 જૂન 2022ના રોજ 5 ટકાના ઘટાડા સાથે 174.65 રૂપિયા પર બંધ થયો હતો.
ડેલ્ટા કોર્પમાં 4.14 ટકા ઘટાડી ભાગીદારી
માર્ચ 2022 ક્વાર્ટરના ડેટા અનુસાર, ડેલ્ટા કોર્પમાં રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલાની 7.5 ટકા હોલ્ડિંગ (20,000,000 ઇક્વિટી શેર) હતી. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં 31 મે સુધી હોલ્ડિંગ ઘટીને 6.17 ટકા (1,65,00,000 ઇક્વિટી શેર) થઈ ગયું હતું. ત્યારબાદ જૂન 2022માં ઝુનઝુનવાલાએ અત્યાર સુધી 75 લાખ શેર વેચ્યા છે. 1 જૂનથી 10 જૂન સુધીમાં બિગ બુલે 6 મિલિયન ઇક્વિટી શેર (લગભગ 2.24 ટકા) વેચ્યા હતા. આ પછી બીજી વખત 13 જૂનથી 14 જૂનની વચ્ચે તેમણે ડેલ્ટા કોર્પમાં 1.5 મિલિયન શેર (0.5609 ટકા) ઘટાડ્યા હતા. આમ જૂન 2022માં ઝુનઝુનવાલાએ ગેમિંગ કંપનીમાં કુલ 2.8 ટકા હિસ્સો ઘટાડી દીધો છે.
હાલમાં ડેલ્ટા કોર્પમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાનું હોલ્ડિંગ ઘટીને 3.63 ટકા (90,00,000 ઇક્વિટી શેર) થઈ ગયું છે. માર્ચ 2022 ક્વાર્ટરની તુલનામાં નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં બિલ બુલનું હોલ્ડિંગ અત્યાર સુધી 7.5 ટકાથી ઘટીને 3.36 ટકા રહ્યું છે. આ રીતે હોલ્ડિંગમાં લગભગ 4.14 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2022ના ત્રિમાસિક ગાળા દરમિયાન કેસિનો કંપનીમાં અગ્રણી રોકાણકારનો હિસ્સો 7.5 ટકા (20,000,000 ઇક્વિટી શેર) હતો. રાકેશ ઝુનઝુનવાલા પાસે વ્યક્તિગત ક્ષમતામાં 4.3 ટકા (11,500,000 ઇક્વિટી શેર)નું હોલ્ડિંગ છે. જ્યારે, તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાનો હિસ્સો 3.2 ટકા (8,500,000 ઇક્વિટી શેર) હતો.
15 જૂન, 2022ના રોજ ડેલ્ટા કોર્પમાં રાકેશ ઝુનઝુનવાલાની હોલ્ડિંગ ઘટવાના સમાચારને પગલે કંપનીના શેર 5 ટકાના ઘટાડા સાથે 174.65 રૂપિયા પર બંધ થયા હતા. સેશન દરમિયાન આ શેરે રૂ.187.35ની ઊંચી અને નીચામાં રૂ.173.90ની નીચી સપાટી બનાવી હતી. આ શેર તેના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર (340 રૂપિયા)થી લગભગ 48 ટકા ડિસ્કાઉન્ટ પર કારોબાર કરી રહ્યો છે. આ શેર 6 એપ્રિલ 2022ના રોજ 339.70 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.
એસેટ મેનેજમેન્ટ કંપની એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડની ડેલ્ટા કોર્પમાં 10 જૂન, 2022ના રોજ હોલ્ડિંગમાં 2.15 ટકાનો વધારો થયો છે. સંશોધિત હોલ્ડિંગ મુજબ ડેલ્ટા કોર્પમાં એચડીએફસી એમએફનો હિસ્સો 7.06 ટકાથી વધીને હવે 9.21 ટકા થયો છે. ફંડ હાઉસે તાજેતરમાં સ્ટોક એક્સચેન્જોને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "10 જૂન, 2022 સુધીમાં એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનું કુલ હોલ્ડિંગ કંપનીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડી (ડેલ્ટા કોર્પ)ના 9.21 ટકા છે. જેમાં 26,74,44,801 રૂપિયાના 26,74,44,801 ઇક્વિટી શેર સામેલ છે. તેની કિંમત શેર દીઠ રૂ.1 છે."
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર