Home /News /business /

નાના રોકાણકાર માટે રાકેશ ઝુનઝુનવાલાના અત્યંત મહત્વના ગુરુમંત્ર, આટલી વાતો ગાંઠે બાંધી લો કયારેય પસ્તાવાનો વારો નહીં આવે

નાના રોકાણકાર માટે રાકેશ ઝુનઝુનવાલાના અત્યંત મહત્વના ગુરુમંત્ર, આટલી વાતો ગાંઠે બાંધી લો કયારેય પસ્તાવાનો વારો નહીં આવે

બિગ બુલની આ વાતો ગાંઠે બાંધી લો શેરબજારમાં પસ્તાવું નહીં પડે.

Jhunjhunwala's Tips For Retail Investors: અનુભવી અને પ્રખ્યાત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને તેમની રોકાણ કરવાની સુઝબુઝ ના આધારે ભારતના વૉરેન બફેટ કહેવામાં આવતા હતા. 14 ઓગસ્ટના રોજ હૃદય અને કિડનીની બીમારીના કારણે મૃત્યુ પામેલા ઝુનઝુનવાલાનો આ ગુરુમંત્ર તમારા માટે ખૂબ જ કામની સાબિત થઈ શકે છે.

વધુ જુઓ ...
મુંબઈઃ દેશના સૌથી અનુભવી અને પ્રખ્યાત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને તેમની રોકાણ કરવાની સુઝબુઝ ના આધારે ભારતના વૉરેન બફેટ કહેવામાં આવે છે. 14 ઓગસ્ટની સવારે તેમનું હૃદય અને કિડનીની બીમારીના કારણે મૃત્યુ થયું હતું. ટ્રેડિંગ કરતા કરતા ઇન્વેસ્ટર બનેલા રાકેશ ઝુનઝુનવાલા તેમના પાછળ 32000 કરોડની વિશાળ વિરાસત મૂકીને ગયા છે. તેઓ સમયાંતરે રીટેલ રોકાણકારોને મહત્વના ગુરુમંત્ર આપતા હતા. ચાલો તેના પર એક નજર નાંખી લઈએ.

રાકેશ ઝુનઝુનવાલાનો પહેલો ગુરુમંત્ર હતો કે ઇક્વિટી માર્કેટમાં વિશ્વાસ ટકાવી રાખવો. તેમનું કેહવું હતું કે માર્કેટ રિટર્ન ન આપતું હોત તો મેં આટલી સંપત્તિ કમાઈ ન હોત અને ફાઇનાનશિયલ એડવાઈઝર આટલા સમૃદ્ધ ન થઇ રહ્યાં હોત. ઇક્વિટી માર્કેટે બીજી એસેટસ જેમ કે જવેલરી, રીઅલ એસ્ટેટ, બેન્ક એકાઉન્ટ સેવિંગ્સ ઇન્ટરેસ્ટ વગેરે ની સરખામણીએ ખુબ સારું વળતર કમાવી આપ્યું છે.

Rakesh Jhunjhunwala માટે આ પાંચ શેર 'રિયલ ડાયમન્ડ' બન્યા, તમને હજુ કેટલી કમાણી કરાવી શકે સમજો

ધીરજ રાખવી

રાકેશ ઝુનઝુનવાલાના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં વિશ્વાસ ટકાવી રાખવું એ ખૂબ મોટો મૂળ મંત્ર છે. માર્કેટને તમે શીખવાડી શકતા નથી, પરંતુ તમારે માર્કેટમાંથી શીખવાની જરૂર હોય છે. શીખવાની ઈચ્છાથી જિજ્ઞાસા પૂરી થાય છે. બજારમાં ઊંડા ઉતરો, શીખો અને રિસર્ચ કરો. ટાઇટને મને ત્રણ વર્ષમાં લગભગ સો ટકા રીટર્ન આપ્યું હતું, હવે જો આગળના ત્રણ વર્ષ સુધી આ સ્ટોક મને 15થી 18 ટકા રિટર્ન આપે છે તો મારે આ સ્ટોક અને શા માટે વેચવા જોઈએ? સો ટકા રિટર્ન આપ્યા પછી ટાઈટન કે તે પ્રકારના કોઈપણ બીજા સ્ટોક ને હું વેચી શકું નહીં. કોઈપણ સ્ટોકમાંથી સો ટકા રિટર્ન મળ્યા બાદ તેને વેચીને ફરી તે જ પ્રકારનો સ્ટોક શોધવું સહેલું હોતું નથી.

મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા કરો રોકાણ

મ્યુચ્યુઅલ ફંડ એક પ્રકારનું સ્પેશિયલાઈઝડ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ છે. માર્કેટમાં રોકાણ કરવા માટે મહેનત અને સતર્કતાની જરૂર હોય છે. જ્યારે તમે ફુલ ટાઈમ ઇન્વેસ્ટર ન હોવ તો તમારે રોકાણ માટે એક પ્રોફેશનલની મદદની જરૂર હોય છે. મ્યુચ્યુઅલ ફંડ ખૂબ ઓછી કિંમતમાં પ્રોફેશનલ હેલ્પ આપે છે.

Ashish Kacholiaના પોર્ટફોલિયોના આ શેરમાં 43 ટકાની તોતિંગ તેજીના સંકેત, Angle Oneએ આપ્યું Buy રેટિંગ

SIP કેમ છે વધુ યોગ્ય?

રાકેશ ઝુનઝુનવાલાએ એકવાર કહ્યું હતું કે ઈક્વિટી માર્કેટથી 12 -18 ટકાથી વધારે રિટર્નની આશા ન રાખવી જોઈએ. ઈક્વિટી માર્કેટ મહાલક્ષ્મી રેસકોર્સ નથી. જો તમે SIP દ્વારા રોકાણ કરો છો તો એ વાતનો પૂર્ણ વિશ્વાસ રાખી શકો છે કે તમને આઠ, દસ કે પંદર વર્ષમાં ખૂબ સારું રિટર્ન મળશે. ઓવર સ્માર્ટ બનવાનો પ્રયત્ન ન કરશો. SIP દરેક વ્યક્તિની બચતનો ભાગ હોવો જોઈએ.

ભૂલો કરવાથી ડરશો નહીં

માર્કેટમાં ભૂલો થવાથી ડરશો નહીં. પરંતુ એવી ભૂલો ન કરશો કે જેને તમે સહન ન કરી શકો. જો તમે ભૂલો કરવાથી ડરો છો તો તમે જીવનમાં કોઈપણ નિર્ણય લઈ શકશો નહીં. તેમજ જો તમારાથી કોઈ ભૂલ થાય છે તો તેની જવાબદારી લેવાનું પણ રાખો, એમાંથી શીખો અને આગળ વધો.

Business Idea: નોકરીનું ટેન્શન જ પૂરું કરી દેશે આ બિઝનેસ, મહિને લાખ રુપિયા તો આરામથી કમાઈ લેશો

સ્ટોક ટિપ્સ પર વિશ્વાસ ન કરો

શેરમાર્કેટમાં મળતી સ્ટોક ટિપ્સ તમારી ફાઇનાનશિયલ હેલ્થ માટે ખૂબ હાનિકારક છે. શેર માર્કેટ ખુબ ઝડપથી બદલવાવાળું બજાર છે, જ્યાં તમારે સતત તમારા રોકાણની સમીક્ષા કરતા રહેવાની જરૂર હોય છે.

લીવરેજડ પોઝિશન માપમાં લેવામાં કંઈ ખોટું નથી. બિગબુલે એકવાર કહ્યું હતું કે શરૂઆતમાં મારી પાસે રકમ હતી નહીં એવામાં મેં મારી વેલ્થ ક્રિએટ કરવા માટે લીવરેજ(બહારથી પૈસા ભેગા કરવા) લેવાનો સહારો લીધો. અહીં લીવરેજ માપમાં હોવી જોઈએ. અને તેની સાથે કોઈ ભાવનાઓ જોડાયેલી હોવી જોઈએ નહીં. કારણ કે આ બાબતોમાં ક્યારેય પણ તમારો નિર્ણય ખોટો પડી જાય તો તમને બચાવવા કોઈ આવતું નથી. આમ થવા પર કોઈના પર આશા રાખશો નહીં. તેના બદલે તમારી લીવરેજ પોઝિશન ઓછી કરવાનો પ્રયત્ન કરો. જ્યારે પણ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં જતી નથી તેને અંદાજો આવે ત્યારે બિલકુલ ભાવુક થયા વિના તમારી ડીલ ખતમ કરી લેવી જોઈએ.

ખુશખબરી! પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે મોટા સમાચાર, પગારમાં આવતા વર્ષે થશે આટલો વધારો

ટ્રેડિંગ અને રોકાણ વચ્ચેનો ભેદ સમજો

રાકેશ ઝુનઝુનવાલાએ એકવાર કહ્યું હતું કે, ટ્રેડિંગનો મતલબ થાય છે કે ‘ફટાફટ લો અને ફટાફટ આપો’. તે ખૂબ કરવી ફાસ્ટ જોઈએ. ટ્રેડિંગમાં તમારે એની સાથે જોડાયેલા બધા જ જોખમ વિશે જાણકારી હોવી જોઈએ. ખોટ થવાથી તેને સહન કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ. જ્યારેકે રોકાણમાં તમને વિશ્વાસ હોવો જરૂરી છે. રોકાણમાં ધૈર્યની પરીક્ષા થાય છે. પરંતુ જો તમે વિશ્વાસ ટકાવી શકો તો તમને તેનું ફળ અવશ્ય મળશે.

મિડકેપ કંપનીઓમાં રોકાણ કરતી વખતે તેમના બિઝનેસ મોડલ વિશે જાણો

આપણે ઘણીવાર મિડકેપ કંપનીઓમાં તેમના બિઝનેસ મોડલને સમજ્યા વિના રોકાણ કરી દેતા હોઈએ છીએ. આપણે મિડકેપ કંપનીઓમાં રોકાણ કરતી વખતે એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે તેમનો બિઝનેસ મોડલ ટકાઉ છે કે નહીં? તેમના પ્રોડક્ટની માર્કેટમાં ડિમાન્ડ છે કે નહીં? તેમજ શું તેમનો પ્રોફિટ માર્જિન જળવાઈ રહેશે?

Exclusive: સરકારી સબસિડીનો લાભ મેળવવા હવે તમારી પાસે આધાર અથવા તેની એનરોલમેન્ટ સ્લિપ જોઈશે

માર્કેટ હંમેશા બરાબર જ હોય છે

માર્કેટ હંમેશા બરાબર હોય છે તેને બરાબર કરવાની કોશિશ ન કરો. જો તમને એમ લાગે છે કે તમે જ માલિક છો અને તમે હંમેશા સાચા હશો તો અવશ્ય જાણી લો કે તમે એવા પછડાશો કે જ્યાં તમને કોઈ પૂછવાવાળું પણ હશે નહીં.

સ્ટોક માર્કેટ લવ માર્કેટ જેવું છે

એકવાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે સ્ટોક માર્કેટ એક લવ માર્કેટ છે. જ્યાં તમારે સંવેદનશીલ રહેવાની જરૂર છે. માર્કેટમાં તમારી પાસે ફાઇનાનશિયલ સ્ટેટમેન્ટ માટે નવા વિચારો હોવા જોઈએ. અહીં ટકી રહેવા માટે તમારી પાસે બુદ્ધિ કરતા વિવેક વધારે હોવો જરૂરી છે. ભવિષ્ય હંમેશા અનિશ્ચિત હોય છે. તમારા માટે ભવિષ્ય કેવું હશે તે એ વાત પર આધાર રાખે છે કે આજે તમે ક્યાં અને કેવી રીતે રોકાણ કરો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Rakesh jhunjhunwala, Share bazar, Share market, Stock market Tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन