બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીના શેરમાં મિનિટોમાં જ કરી 900 કરોડ રૂપિયાની કમાણી!

ઇનસેટમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા

Titan Companyના શેરમાં આજે 9%ની તેજી જોવા મળી છે. આ સાથે જ શેર અત્યારસુધીની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો છે.

  • Share this:
    મુંબઈ: રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekh Jhunjhunwala)ની નેટવર્થ આજે મિનિટોમાં અનેક કરોડ વધી ગઈ હતી. ટાઇટન કંપનીના શેર (Titan company share)ને કારણે આ કમાલ થઈ છે. આજે NSE પર ટાઇટન કંપનીનો શેર 2362 રૂપિયાનો અત્યારસુધીની સર્વોચ્ચ સપાટી (All time high)એ પહોંચ્યો હતો. ઇન્ટ્રા ડેમાં કંપનીના શેરમાં 214.35 રૂપિયાની તેજી આવી છે. આજે શેર આશરે 9% વધ્યો હતો જેનાથી રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ (Rakesh Jhunjhunwala networth) આ શેરમાં 900 કરોડ રૂપિયા સુધી વધી ગઈ હતી.

    રાકેશ ઝુનઝુનવાલાએ કેવી રીતે બનાવ્યા 900 કરોડ રૂપિયા?

    નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે Titan કંપનીના 3,30,10,395 શેર છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે 9,64,70,575 શેર છે. આ હિસાબે બંને પાસે મળીને ટાઇટન કંપનીના કુલ 4,26,50,970 શેર છે.

    Titan Companyનો શેર આજે 214.35 રૂપિયા વધ્યો છે. આ પ્રમાણે 4,26,50,970X214.35 એટલે કે 914 કરોડ રૂપિયા થાય છે. એટલે કે ફક્ત એક જ દિવસમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાને આ શેરમાં 914 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

    કંપનીની માર્કેટ કેપ 2 લાખ કરોડને પાર

    ગુરુવારે એટલે કે 7 ઓક્ટોબરના રોજ Titan Companyના શેર રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા હતા. Titan Companyના શેરમાં BSE પર 9% તેજી જોવા મળી હતી. આ સાથે શેર 2343 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ રીતે કંપનીની માર્કેટ કેપ 2.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ પહેલા ટાટા ગ્રુપની TCS કંપનીએ આવી સિદ્ધિ મેળવી હતી. બુધવારે Titan Company તરફથી કહેવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન માંગી રહી હતી. કંપનીએ જણાવ્યું કે મોટાભાગના વિભાગનું સેલ્સ કોરોના વાયરસની પહેલાની સ્થિતિ અથવા તેનાથી આગળ નીકળી ગયું છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં એક જ મહિનામાં બનાવ્યા 265 કરોડ રૂપિયા, શું તમને આ શેરમાં કમાણીનો મોકો મળ્યો? 

    જ્વેલરી સેગમેન્ટમાં કંપનીનો ગ્રોથ વર્ષથી વર્ષના આધારે 78% રહ્યો છે. જેમાં બુલિયન સેલ્સ સામેલ છે. નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં Titan Company તરફથી 13 નવા સ્ટોર ખોલવામાં આવ્યા છે. ઘડિયાળ તેમજ બીજી પહેરવાની વસ્તુઓના વેચાણમાં ખૂબ વધારો થયો છે. આ સેગમેન્ટમાં ગ્રોથ 73% વધ્યો છે.

    ટાઇટન પર નિષ્ણાતોનો મત

    મિન્ટના જણાવ્યા પ્રમાણે Emkay Research તરફથી ગ્રોથને જોતા શેરનો ટાર્ગેટ વધારીને 2530 રૂપિયા કર્યો છે. પહેલા આ ટાર્ગેટ 2000 રૂપિયા હતો. Emkay Research તરફથી કહેવામાં આવ્યું છે કે ટાઇટન કંપનીના વર્તમાન ગ્રોથને જોતા કંપનીની આવક 64% વધીને 7100 કરોડ રૂપિયા રહી શકે છે.

    CREDIT SUISSE તરફથી TITAN અંગે Neutral રેટિંગ આપવામાં આવ્યું છે. શેરનો ટાર્ગેટ વધારીને 2150 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે બીજા ક્વાર્ટર દરમિયાન જ્વેલરીમાં ગ્રોથ અંદાજથી વધારે રહ્યો છે. CREDIT SUISSE તરફથી FY22/23/24 નફાનો અંદાજ 8%/5%/5% વધારવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: ટાઇટન કંપનીના શેરમાં જોરદાર તેજી, શું તમારે પણ રોકાણ કરવું જોઈએ? જાણો નિષ્ણાતોનો મત 

    CIMB તરફથી TITAN અંગે Add રેટિંગ આપવામાં આવ્યું છે. શેરનો ટાર્ગેટ વધારીને 2,362 રૂપિયા કરવામાં આવ્યો છે. CIMCનું કહેવું છે કે કંપનીના બિઝનેસમાં જોરદાર રિકવરી જોવા મળી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: