રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં ફક્ત ત્રણ દિવસમાં કરી 310 કરોડ રૂપિયાની કમાણી, શું તમારી પાસે છે?

ઇનસેટમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: જૂન 2021 ક્વાર્ટરમાં ટાટા મોટર્સની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે આ કંપનીના કુલ 3,77,50,000 શેર હતા, જે કંપનીની કુલ 1.14% ભાગાદારી બરાબર છે.

 • Share this:
  મુંબઈ: Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ છેલ્લા થોડા દિવસોમાં અનેકગણી વધી છે. તેનું કારણ નઝારા ટેક (Nazara technologies), ટાઇટન કંપની (Titan company), ટાટા મોટર્સ (Tata Motors) જેવા શેરમાં તેમનું રોકાણ છે. Tata Motorsના શેરના ભાવનો ઇતિહાસ જોઈએ તો રાકેશ ઝુનઝુનવાલાએ ફક્ત ત્રણ બિઝનેસ દિવસમાં આ શેરમાં 310 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 6 ઓક્ટોબર 2021ના રોજ Tata Motorsના શેરની કિંમત 335.0 રૂપિયા હતી, જે ત્રણ ટ્રેડિંગ સેશન બાદ વધીને 417.80 રૂપિયા થઈ ગઈ છે.

  એટલે કે ફક્ત ત્રણ દિવસમાં Tata Motorsનો શેર 25% વધ્યો છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે Tata Motorsની 1.14% ભાગીદારી છે. આ લેખે રાકેશ ઝુનઝુનવાલાને ફક્ત ત્રણ ટ્રેડિંગ સેશનમાં 310 રૂપિયાનો ફાયદો થયો છે.

  જૂન 2021 ક્વાર્ટરમાં ટાટા મોટર્સની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે આ કંપનીના કુલ 3,77,50,000 શેર હતા, જે કંપનીની કુલ 1.14% ભાગાદારી બરાબર છે. આ પહેલા માર્ચ 2021 ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાટા મોટર્સના 4,27,50,000 શેર હતા.

  જૂન ક્વાર્ટર દરમિયાન બિગ બુલે ટાટા મોટર્સમાં પોતાની ભાગીદારી ઘટાડી હતી. માર્ચ ક્વાર્ટર દરમિયાન ટાટા મોટર્સમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી 1.29% હતી, જે જૂન ક્વાર્ટર દરમિયાન ઘટીને 1.14% રહી છે. ટાટા મોટર્સ તરફથી સપ્ટેમ્બર ક્વાર્ટર શેરહોલ્ડિંગ પેટર્નની જાહેરાત નથી કરવામાં આવી.

  ટાટા મોટર્સમાં રોકાણ કરવું કે નહીં?

  ટાટા મોટર્સના શેરમાં થોડા દિવસોમાં સારી એવી તેજી આવવા છતાં માર્કેટ નિષ્ણાતો હજુ પણ આ શેરને બુલિશ માની રહ્યા છે. તેમનું કહેવું છે કે ટાટા મોટર્સના શેરનું ફ્રેશ બ્રેકઆઉટ 400 રૂપિયા ઉપર રહ્યું છે. જો શેર આ લેવલને પાર કરી લેશે તો તેમાં વધુ તેજીની આશા છે.

  આ પણ વાંચો: મોતીલાલ ઓસવાલે આપી રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરની ખરીદી કરવાની સલાહ

  Choice Brokingના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર સમીત બગડિયાનું કહેવું છે કે, "'Tata Motorsનું નવું બ્રેકઆઉટ 400 રૂપિયા છે. તેનો મતલબ એવો થાય કે ચાર્ટ પેટર્ન પર આ શેર પોઝિટિવ દેખાઈ રહ્યો છે. 450 રૂપિયાના નવા ટાર્ગેટ સાથે શેરની ખરીદી કરી શકાય છે. આ માટે 390ર રૂપિયા સ્ટોપલોસ લગાવવો જરૂરી છે."

  (નોંધ: શેર-બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં રજૂ કરવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદી કે વેચાણ કરવાની કોઈ સલાહ આપવામાં આવતી નથી.)
  Published by:Vinod Zankhaliya
  First published: