Home /News /business /Share Market Earning: રાકેશ ઝુનઝુનવાલાએ આ એક જ શેરમાં ત્રણ મહિનામાં કરી 1540 કરોડ રૂપિયાની કમાણી

Share Market Earning: રાકેશ ઝુનઝુનવાલાએ આ એક જ શેરમાં ત્રણ મહિનામાં કરી 1540 કરોડ રૂપિયાની કમાણી

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Net worth: છેલ્લા ત્રણ મહિનાની અંદર આ શેર 2161.85 રૂપિયા (20 સપ્ટેમ્બર 2021, NSE બંધ ભાવ)થી વધીને 2517.55 રૂપિયા (31 ડિસેમ્બર 2021, NSE બંધ ભાવ) પર પહોંચી ગયો છે.

મુંબઇ. Rakesh Jhunjhunwala news: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)માં ટાઇટન કંપનીનો શેર (Titan company) સામેલ છે. ટાઈટન કંપનીનો શેર તેમની પસંદગીનો શેર છે. ટાઇટન કંપનીના શેરે જોરદાર વિશ્વાસ બતાવ્યો છે. કોવિડ-19 મહામારીને પગલે ઊભા થયેલા અનેક પડકારો વચ્ચે પણ આ શેર ટકી રહ્યો છે. રાકેશ ઝુનઝુનવાલાએ છેલ્લા ત્રણ મહિનામાં આ શેરમાં ખૂબ મોટી કમાણી કરી છે. છેલ્લા ત્રણ મહિનાની અંદર આ શેર 2161.85 રૂપિયા (20 સપ્ટેમ્બર 2021, NSE બંધ ભાવ)થી વધીને 2517.55 રૂપિયા (31 ડિસેમ્બર 2021, NSE બંધ ભાવ) પર પહોંચી ગયો છે. જેના પગલે રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ (Rakesh Jhunjhunwala Net worth )માં 1540 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ટાઈટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલા ઉપરાંત તેમના પત્ની રેખા ઝુનઝનવાલાની પણ ભાગીદારી છે.

રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

ટાઇટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી પર નજર કરીએ તો સપ્ટેમ્બ 2021 ત્રિમાસિક દરમિયાન રાકેશ ઝુનઝુનવલા અને રેખા ઝુનઝુનવાલાની આ શેરમાં સંયુક્ત ભાગીદારી 4.87 ટકા એટલે કે 4,33,00,970 ઇક્વિટી શેરની હતી.

કેવી રીતે કરી 1540 કરોડ રૂપિયાની કમાણી

ટાઇટન કંપનીના શેરની કિંમત પર નજર કરીએ તો 30 સપ્ટેમ્બર 2021ના રોજ આ શેર NSE પર 2161.85 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. 31મી ડિસેમ્બર 2021ના રોજ NSE પર શેર 2517.55 રૂપિયા પર બંધ રહ્યો હતો. આ રીતે જોઈએ તો રાકેશ ઝુનઝુનવાલાને પ્રતિ શેર 355.70 રૂપિયાનો ફાયદો થયો છે. એ પ્રમાણે ત્રણ મહિનામાં રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં 1,540 કરોડ રૂપિયા (4,33,00,970*355.70)ની કમાણી કરી છે.

આ પણ વાંચો: Investment in 2022: વર્ષ 2022માં ધોમ કમાણી કરવી છે? તો આ છે મની મેકિંગના શ્રેષ્ઠ આઇડિયા!

આગળ શેરની ચાલ કેવી રહેશે?

બજાર નિષ્ણાતોનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં પણ ટાઇટન કંપનીના શેરમાં રેલી ચાલુ રહી શકે છે. હાલના સ્તર પર પણ આ શેરમાં ખરીદી કરી શકાય છે. ચોઇસ બ્રોકિંગના સુમીત બગડિયાનું કહેવું છે કે ટાઇટન કંપનીના શેરની વર્તમાન કિંમતે પણ ખરીદી કરી શકાય છે. આગામી 15થી 25 દિવસમાં આ શેરમાં 2,700 રૂપિયાનું સ્તર જોવા મળી શકે છે.

ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય પણ કોઈ શેરની ખરીદી કે વેચાણ માટેની સલાહ આપવામાં આવતી નથી.
First published:

Tags: Rakesh jhunjhunwala, Share market, Stock tips, Tata group