રાકેશ ઝુનઝુનવાલા સપ્ટેમ્બરમાં ટાટા ગ્રુપના આ બે શેરમાં અધધ રૂ. 893 કરોડ કમાયા, શું તમારી પાસે આ શેર છે?

રાકેશ ઝુનઝનવાલા

Rakesh Jhunjhunwala portfolio: એક જ મહિનામાં ટાટા મોટર્સ (Tata Motors)નો શેર 13% અને ટાઇટન (Titan) કંપનીનો શેર 11.40% વધ્યો છે.

 • Share this:
  મુંબઈ. Rakesh Jhunjhunwala portfolio: હાલ લગભગ તમામ સેક્ટરમાં રેલી જોવા મળી રહી છે. આ દરમિયાન મોટા રોકાણકારો (Big Bulls) અનેક સ્ક્રિપ્ટમાં માલામાલ થયા છે. એવી જ રીતે ટાટા મોર્ટસ અને ટાઇનલ કંપનીના શેરોએ પણ ટૂંકા ગાળામાં રોકાણકારોને ન્યાલ કરી દીધા છે. સપ્ટેમ્બર મહિનામાં ટાટા ગ્રુપ (TATA group)ની કંપની ટાટા મોટર્સ (Tata Motors share)નો શેર 13% ભાગ્યો હતો અને ટાઇટન કંપનીનો શેર (Titan Company shares) 11.40% ભાગ્યો હતો.

  આ દરમિયાન બિગ બુલ કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala )ની આ બંને શેરમાં નેટવર્થ 893 કરોડ રૂપિયા વધી છે. એટલે કે સપ્ટેમ્બર મહિનામાં જ આ બે શેર મારફતે રાકેશ ઝુનઝુનવાલા માલામાલ થયા છે.

  ટાટા મોટર્સમાં રાકેશ ઝુનઝુનવાલાની કમાણી

  ટાટા મોટર્સની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 3,77,50,000 શેર હતા. સપ્ટેમ્બર દરમિયાન ટાટા મોટર્સના શેરની કિંમતની વાત કરીએ તો આ શેર 287.30 રૂપિયાથી વધીને 331 રૂપિયા પ્રતિ શેર પર પહોંચ્યો છે. એટલે કે એનએસઈ પર શેરની કિંમત પ્રતિ શેર 43.70 રૂપિયા વધી છે. આ પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર 2021 દરમિયાન ટાટા મોટર્સના શેરમાં ₹164,96,75,000 અથવા ₹164.9675 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

  ટાઇટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની કમાણી

  ટાઇટન કંપનીની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન 'બિગ બુલ' પાસે 3,30,10,395 શેર હતા. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે 96,40,575 શેર હતા. આથી રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના કુલ 4,26,50,970 શેર છે એમ કહી શકાય. આ દરમિયાન ટાઇટન કંપનીનો શેર 1921.60 રૂપિયાથી વધીને 2092.50ના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે સપ્ટેમ્બર 2021માં ટાઇટન કંપનીનો શેર 170.90 રૂપિયા વધ્યો છે. આથી રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર મહિના દરમિયાન ટાઇટન કંપનીમાં ₹7,289,050,773 અથવા ₹728.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

  આ રીતે રાકેશ ઝુનઝુનવાલાની આ બે શેરમાં નેટવર્થ ₹893.87 કરોડ (₹728.90 + ₹164.97) સપ્ટેમ્બર 2021 મહિનામાં જ વધી છે.

  આ પણ વાંચો: આ શેરે રોકાણકારોને કર્યાં માલામાલ, 1 લાખ બની ગયા 84 લાખ, શું તમારે રોકાણ કરવું જોઈએ?

  ઉલ્લેખનીય છે કે રાકેશ ઝુનઝુનવાલા પોતાના અને પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala)ના નામે રોકાણ કરે છે. તેઓ ક્વૉલિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ રેર એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવે છે. ખાસ કરીને તેઓ ફાઇનાન્સ, ટેક્નોલોજી, રિટેલ અને ફાર્મા સેક્ટરની કંપનીમાં રોકાણ કરે છે. એક અંદાજ પ્રમાણે 38 જેટલા સ્ટોકમાં તેમનું રોકાણ છે. જેની નેટવર્થ આશરે ₹21,897 કરોડ રૂપિયા થાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: