Rakesh Jhunjhunwalaએ એક જ મહિનામાં આ શેરમાં કરી 265 કરોડ રૂપિયાની કમાણી, શું તમને મોકો મળ્યો?

રાકેશ ઝુનઝનવાલા

બજાર નિષ્ણાતો Nazara Techને હજુ પણ બુલિશ માને છે. માર્કેટ નિષ્ણાતોને આશા છે કે Nazara Techનો શેર આવતા મહિને 3,000 રૂપિયાના લેવલને સ્પર્શી શકે છે.

  • Share this:
    મુંબઈ:  Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી Nazara Tech કંપની 315 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરવાના પ્રયાસમાં છે. બીજી તરફ Nazar Techનો શેર ગુરુવારે 2,748 રૂપિયાના ઑલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો છે. સવારે 10:40 વાગ્યે શેર 2.66% વધીને 2693.85 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં આ ગેમિગ કંપની (Gaming comapany)ના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. છેલ્લા એક મહિનામાં નઝારા ટેકના શેરમાં 800 રૂપિયા કરતા વધારે તેજી આવી ચૂકી છે. આ દરમિયાન નઝારા ટેકનો શેર 1,824 રૂપિયાથી વધીને 2,694 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ રેલી દરમિયાન બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ (Rakesh Jhunjhunwala networth)માં એક જ મહિનામાં 265 કરોડ રૂપયિાનો વધારો થયો છે.

    બજાર નિષ્ણાતો Nazara Techને હજુ પણ બુલિશ માને છે. માર્કેટ નિષ્ણાતોને આશા છે કે Nazara Techનો શેર આવતા મહિને 3,000 રૂપિયાના લેવલને સ્પર્શી શકે છે.

    જૂન 2021 ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે Nazara Techમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી 10.80% છે. આ વર્ષે અત્યારસુધી Nazara Techનો શેર 1,592 રૂપિયાથી વધીને 2,693 રૂપિયા સુધી પહોંચ્યો છે. એટલે કે નઝારા ટેકના શેરમાં આ વર્ષે 65% તેજી આવી ચૂકી છે. 2021માં રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ નઝારા ટેકમાં 340 કરોડ રૂપિયા વધી છે.

    આ પણ વાંચો: Sharekhanના શૉપિંગ લિસ્ટમાં સામેલ આ પાંચ શેર આપી શકે છે 29% સુધી વળતર, શું તમારી પાસે છે?

    Nazara Tech ભારતની ગેમિંગ અને સ્પોર્ટ્સ મીડિયા પ્લેટફોર્મ છે. છ ઓક્ટોબરના રોજ કંપનીના બોર્ડ જાહેરાત કરી હતી કે Nazara Tech ફ્રેશ ઇક્વિટી જાહેર કરીને 315.30 કરોડ રૂપિયા એકઠા કરશે. જોકે, હજુ આ મામલે કંપનીના શેરહોલ્ડર્સ અને રેગ્યુલેટર્સ-ઑથોરિટીની મંજૂરી લેવી પડશે. કંપની ચાર રૂપિયાના ફેસ વેલ્યૂના 1,429,266 ઇક્વિટી શેર 2,206 રૂપિયાના ભાવથી રોકાણકારોને વેચશે. SEBI ICDRની માર્ગદર્શિકા પ્રમાણે આ શેરમાં ઇશ્યૂ તારીખથી એક વર્ષનો લૉકઇન પીરિયડ હશે.

    રાકેશ ઝુનઝુનવાલાની ટાઇટન કંપનીમાં કમાણી

    સપ્ટેમ્બર મહિનામાં ટાટા ગ્રુપ (TATA group)ની કંપની ટાઇટન કંપનીનો શેર (Titan Company shares) 11.40% ભાગ્યો હતો. આ દરમિયાન બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં મોટી કમાણી કરી હતી. ટાઇટન કંપનીની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન 'બિગ બુલ' પાસે 3,30,10,395 શેર હતા. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે 96,40,575 શેર હતા. આથી રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના કુલ 4,26,50,970 શેર છે એમ કહી શકાય.

    આ પણ વાંચો: ટાઇટન કંપનીના શેરમાં જોરદાર તેજી, શું તમારે પણ રોકાણ કરવું જોઈએ? જાણો નિષ્ણાતોનો મત

    આ દરમિયાન ટાઇટન કંપનીનો શેર 1921.60 રૂપિયાથી વધીને 2092.50ના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે સપ્ટેમ્બર 2021માં ટાઇટન કંપનીનો શેર 170.90 રૂપિયા વધ્યો છે. આથી રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર મહિના દરમિયાન ટાઇટન કંપનીમાં ₹7,289,050,773 અથવા ₹728.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: