Rakesh Jhunjhunwalaએ ટાટા ગ્રુપની બે કંપનીમાં એક જ દિવસમાં કરી 1,125 કરોડ રૂપિયાની કમાણી, જાણો તમામ વિગત

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની પાસે ટાઇટન કંપનીના કુલ 4,26,50,970 (3,30,10,395 + 96,40,575) શેર છે.

  • Share this:
    મુંબઈ: Rakesh Jhunjhunwala portfolio: ટાટા ગ્રુપની બે કંપની- ટાઇટન (Titan company) અને ટાટા મોટર્સ (Tata motors)ના શેર ગુરુવારે ટ્રેડિંગ સેશન દરમિયાન નવી ઊંચાઈ પર પહોંચી ગયા હતા. ટાઇટનનો શેર (Titan company share) 10%થી વધારે વધીને 2384.25 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે ટાટા મોટર્સનો શેર (Tata motors share) 52 અઠવાડિયાની પોતાની ટોચની સપાટી 383 રૂપિયા પર પહોંચી ગયો છે. ગુરુવારે ટાટા મોટર્સનો શેર 12%થી વધુ વધીને બંધ થયો હતો.

    ટાટા ગ્રુપની આ બંને કંપનીના શેર દિગ્ગજ રોકાણકાર અને બિગ બુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)માં સામેલ છે. ગુરુવારે આ બંને શેરમાં આવેલા ઉછાળા બાદ રાકેશ ઝુનઝુનવાલાની નટવર્થ એક જ દિવસમાં 1125 કરોડ રૂપિયા વધી ગઈ છે.

    રાકેશ ઝુનઝુનવાલાની ટાટા મોટર્સ અને ટાઇટનમાં ભાગીદારી

    જૂના ક્વાર્ટર દરમિયાન ટાઇટનની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ આ શેરમાં રોકાણ કર્યું છે. ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના 3,30,10,395 શેર છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે 96,40,575 શેર છે.

    આ જ રીતે ટાટા મોટર્સના જૂન ક્વાર્ટર શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાટા મોટર્સના 3,77,50,000 શેર છે.

    એક દિવસમાં કરી 1125 કરોડ રૂપિયાની કમાણી

    રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની પાસે ટાઇટન કંપનીના કુલ 4,26,50,970 (3,30,10,395 + 96,40,575) શેર છે. ગુરુવારે ટાઇટન કંપનીનો શેર 226.35 રૂપિયા પ્રતિ શેર વધ્યો હતો. આ રીતે ઝુનઝુનવાલાએ એક જ દિવસમાં ટાઇટનના શેરમાં 965 કરોડ રૂપિયા (226.35 રૂપિયા x 4,26,50,970 શેર)ની કમાણી કરી હતી.

    આ જ રીતે રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાટા મોટર્સના 3,77,50,000 શેર છે. ગુરુવારે ટાટા મોટર્સનો શેર 42.45 રૂપિયા વધ્યો હતો. જેનો સીધો મતલબ એવો થાય કે શેરોમાં આવેલી તેજીમાં રાકેશ ઝુનઝુનવાલાએ 160 કરોડ રૂપિયા (42.45 રૂપિયા x 3,77,50,000 શેર)ની કમાણી કરી લીધી છે.

    આ રીતે બિગ બુલે ટાટા ગ્રુપના આ બે શેરમાં ગુરુવારે કુલ 1,125 કરોડ રૂપિયા (965 કરોડ રૂપિયા+160 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwalaએ એક જ મહિનામાં આ શેરમાં કરી 265 કરોડ રૂપિયાની કમાણી, શું તમને મોકો મળ્યો?

    રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી Nazara Tech કંપની 315 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરવાના પ્રયાસમાં છે. બીજી તરફ Nazar Techનો શેર ગુરુવારે 2,748 રૂપિયાના ઑલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો છે. સવારે 10:40 વાગ્યે શેર 2.66% વધીને 2693.85 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં આ ગેમિગ કંપની (Gaming comapany)ના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. છેલ્લા એક મહિનામાં નઝારા ટેકના શેરમાં 800 રૂપિયા કરતા વધારે તેજી આવી ચૂકી છે. આ દરમિયાન નઝારા ટેકનો શેર 1,824 રૂપિયાથી વધીને 2,694 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ રેલી દરમિયાન બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ (Rakesh Jhunjhunwala networth)માં એક જ મહિનામાં 265 કરોડ રૂપયિાનો વધારો થયો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: