Home /News /business /Rakesh Jhunjhunwala, Dolly Khanna અને આશિષ કચોલિયાએ માર્ચ ત્રિમાસિકમાં આ કંપનીઓમાં લગાવ્યા પૈસા, જાણો વિગત
Rakesh Jhunjhunwala, Dolly Khanna અને આશિષ કચોલિયાએ માર્ચ ત્રિમાસિકમાં આ કંપનીઓમાં લગાવ્યા પૈસા, જાણો વિગત
આશિષ કચોલિયા, રાકેશ ઝુનઝુનવાલા, ડોલી ખન્ના
Rakesh Jhunjhunwala: બિગ બુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ માર્ચ ત્રિમાસિકમાં જુબિલેન્ટ ફાર્મોવા કંપનીમાં પોતાની ભાગીદારી વધારીને 6.8 ટકા કરી છે, ડિસેમ્બર ત્રિમાસિકના અંતમાં આ કંપનીમાં તેમની ભાગીદારી 6.3 ટકા હતી.
નવી દિલ્હી: રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala), ડોલી ખન્ના (Dolly Khanna) અને આશિષ કચોલિયા (Ashish Kacholia)ની ગણતરી શેર બજારના દિગ્ગજ તરીકે થાય છે. તેમના પોર્ટફોલિયો પર રિટેલ રોકાણકારોથી લઈને તમામની નજર રહેતી હોય છે. તાજેતરમાં અનેક કંપનીઓ તરફથી જાહેર કરવામાં આવેલી શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે માર્ચ મહિનામાં આ દિગ્ગજોએ અનેક કંપનીઓના શેરની ખરીદી કરી છે. આ વિશે વધારે માહિતી મેળવીએ.
1) રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)
બિગ બુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ માર્ચ ત્રિમાસિકમાં જુબિલન્ટ ફાર્મોવા કંપનીમાં પોતાની ભાગીદારી વધારીને 6.8 ટકા કરી છે, ડિસેમ્બર ત્રિમાસિકના અંતમાં આ કંપનીમાં તેમની ભાગીદારી 6.3 ટકા હતી. આ ઉપરાંત તેમણે કેનરા બેંકમાં તેમનો ભાગીદારી વધારીને બે ટકા કરી છે, ડિસેમ્બર ત્રિમાસિકમાં તેમની ભાગીદારી 1.6 ટકા હતી. બીજી બાજુ એક્સોકર્ટ્સમાં તેમણે પોતાની ભાગીદારી 5.2 ટકાથી ઘટાડીને 1 ટકા કરી છે. આ ઉપરાંત વોકહાર્ટમાં પણ તેમણે પોતાની ભાગીદારી 2.3 ટકાથી ઘટાડીને 2.1 ટકા કરી છે.
2) ડોલી ખન્ના (Dolly Khanna)
ચેન્નાઈમાં રહેતા ડોલી ખન્નાએ આશરે 1996થી શેર બજારમાં રોકાણ શરૂ કર્યું છે. તેમના પોર્ટફોલિયોમાં 650 કરોડથી વધુના શેર છે. તેમનો પોર્ટફોલિયો તેમના પતિ રાજીવ ખન્ના સંભાળે છે. ડોલી ખન્ના સારી ક્વૉલિટીની નાની કંપનીઓના શેરમાં યોગ્ય સમયે રોકાણ કરવા માટે જાણીતા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડોલી ખન્નાએ માર્ચ ત્રિમાસિકમાં પોન્ડી ઓક્સિડ્સ એન્ડ કેમિકલ્સ, શારદા ક્રોપકેમ, સાંદુર મેગનીજ એન્ડ આયરન ઓર્સ અને ખેતાન કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ જેવી કંપનીઓમાં નવું રોકાણ કર્યું છે. ઓછામાં ઓછી છેલ્લા આઠ ત્રિમાસિકમાંથી ડોલી ખન્નાનું નામ આ કંપનીઓમાં મહત્ત્વના રોકાણકાર તરીકે સામેલ છે. બીજી તરફ તેમણે પ્રકાશ પાઇપ્સમાં પોતાની ભાગીદારી 1.4 ટકાથી વધારીને 2.4 ટકા કરી છે. સાથે જ તેમણે બટરફ્લાઈ ગાંધીમથી અપ્લાયન્સ, અજંતા સોયા, સિમરન ફાર્મ્સ, રમા ફોસ્ફેટ્સ, મેંગલોર કેમિકલ્સ, પોલીપ્લેક્સ કોર્પોરેશન, RSMW અને એરીજ એગ્રો સહિત કંપનીઓમાં રોકાણ વધાર્યું છે.
આશિક કચોલિયા પણ સારી ક્વૉલિટીની નાની કંપનીઓના શેરની ખરીદી માટે જાણીતા છે. 19 એપ્રિલ 2022 સુધીના આંકડા પ્રમાણે તેમના પોર્ટફોલિયોમાં 1900 કરોડ રૂપિયાથી વધારેના શેર સામેલ છે. શેરહોલ્ડિંગ આંકડા પ્રમાણે કચોલિયાએ માર્ચ ત્રિમાસિકમાં ગ્રેવિટા ઇન્ડિયા, ફાઇનોટેક્સ કેમિકલ, ક્રિએટિવ ન્યૂટેક અને સ્ટવ ક્રાફ્ટ જેવી કંપનીઓમાં નવું રોકાણ કર્યું છે. જ્યારે એક્સપ્રો ઇન્ડિયા, યશો ઇન્ડસ્ટ્રીઝ એમી ઓર્ગેનિક્સ અને યૂનાઇટેડ ડ્રિલિંગ ટૂલ્સ જેવી કંપનીઓમાં પણ રોકાણ વધાર્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર