રાકેશ ઝુનઝુનવાલાએ આ સરકારી બેંકમાં 1.59% હિસ્સો ખરીદ્યો, જાણો કયા ભાવે ખરીદ્યા શેર

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Rakesh Jhunjhunwala buy stake in Canara Bank: કેનરા બેંકના બોર્ડની સબ-કમિટીએ 24 ઓગસ્ટના રોજ મળેલી બેઠકમાં 16,73,92,032 કરોડના ઇક્વિટી શેરની ફાળવણી પર મહોર મારી હતી.

  • Share this:
    મુંબઈ: દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) સરકારી કેનરા બેંકમાં (Canara Bank) 1.59% ભાગીદારી ખરીદી છે. BSE તરફથી જાહેર આંકડામાં આ માહિતી મળી છે. 24 ઓગસ્ટના રોજ જાહેર શેર હૉલ્ડિંગ સ્ટેટમેન્ટ (Share holding statement) પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ કેનરા બેંકમાં 1.59% ભાગીદારી એટલે કે બેંકના 2,88,50,000 સ્ટૉક ખરીદ્યા છે.

    આ પહેલા મંગળવારે સવારે Canara Bank તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેણે 16.73 કરોડ શેરના અલૉટમેન્ટને મંજૂરી આપી છે. બેંકનો 2,500 કરોડ રૂપિયાનો QIP (qualified institutional placement) બે દિવસ પહેલા જ 23 ઓગસ્ટના રોજ બંધ થયો હતો. QIP 17 ઓગસ્ટના રોજ ખુલ્યો હતો.

    કેનરા બેંકના બોર્ડની સબ-કમિટીએ 24 ઓગસ્ટના રોજ મળેલી બેઠકમાં 16,73,92,032 કરોડના ઇક્વિટી શેરની ફાળવણી પર મહોર મારી હતી. બેંકે માન્ય ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને (Qualified Institutional buyers) 149.35 રૂપિયા પ્રતિ શેરના હિસાબે સ્ટૉકની ફાળવણી કરી હતી. રેગ્યુલેટરને આપવામાં આવેલી જાણકારીમાં બેંકે કહ્યુ છે કે તેની યોજના QIP મારફતે 2,500 કરોડ રૂપિયા એકઠા કરવાની છે.

    કેનરે બેંક તરપથી કહેવામાં આવ્યું છે કે 7 ઇન્વેસ્ટર્સને QIP ના કુલ ઇક્વિટી શેરના 5%થી વધારે સ્ટૉક ફાળવવામાં આવ્યા છે. જેમાં એલઆઈસીને (LIC) 15.91%, BNP પારિબા આર્બિટ્રેઝને (BNP Paribas Arbitrage) 12.55%, સોસાયટે જેનરાલીને (Societe Generale) 7.97%, ઇન્ડિયા બેંક અને ICICI પ્રેડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સને 6.37%-6.37% શેર અલૉટ કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: HDFC Bankના શેરમાં અત્યારે રૂપિયા લગાવવા કે નહીં? જાણો બ્રોકરેજ હાઉસની સલાહ

    મૉર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપુર)ને QIP નો 6.16% શેર મળ્યા છે. જ્યારે Volrado Venture Partners Fund II ને 6.05% સ્ટેક મળ્યો છે. મંગળવારે BSE પર કેનરા બેંકનો શેર 2% ચઢીને 155.70 રૂપિયા પર બંધ રહ્યો હતો.

    ઝોમેટોના શેરમાં ફક્ત બે જ દિવસમાં 15 ટકાનો કડાકો

    ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોના શેરની (Zomato stock)કિંમતમાં અમુક સેશનમાં આશરે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેનું કારણે એન્કર ઇન્વેસ્ટર્સ માટે ફરજિયાત લૉક ઇન સમયગાળો (Lock in time) સોમવારે પૂર્ણ થઈ રહ્યાનું છે. જેનાથી કંપનીના શેર્સમાં પ્રોફિટ બુકિંગ (Profit booking in Zomato stock) થઈ રહ્યું છે. માર્કેટમાં વેચવાલી હોવાથી ઝોમેટોના શેર પર દબાણ વધ્યું છે. ઝોમેટોનો શેર મંગળવારે 120.6 રૂપિયા પર આવી ગયો હતો. શુક્રવારે તેની કિંમત 141.2 રૂપિયા હતી. જોકે, મંગળવારે રિકવરી થયા બાદ શેર 125.15 રૂપિયા પર બંધ રહ્યો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: