રાકેશ ઝુનઝુનવાલા. નામ તો સાંભળ્યું જ હશે. ભારતનાં Warren Buffet કહેનારા ઝુનઝુનવાલાનો આજે 61મો જન્મ દિવસ છે. એક Indian Tax officerની મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મેલાં ઝુનઝુનવાલાની Big Bull બનવાની સફર રોમાંચક છે. આવો જાણીયે ઝુનઝુનવાલાની કહાની.
જે વ્યક્તિએ શેરબજાર શબ્દ સાંભળ્યો હશે, તેણે રાકેશ ઝુનઝુનવાલા નામ ક્યાંકને ક્યાંક સાંભળ્યું હશે. ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ પણ કહેવાય છે. આજે તેમનો 61મો જન્મદિવસ છે. ટેક્સ ઓફિસરના પરિવારમાં જન્મેલા ઝુનઝુનવાલાનું બીગબુલ બનવાનો સફર રોમાંચક માનવામાં આવે છે. ચાલો, જાણીએ બીગબુલ અંગે જાણી અજાણી વાતો.
1985માં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું શરૂ કર્યું- Rakesh Jhunjhunwala કોલેજમાં હતા, ત્યારથી શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. તે સમયે BSE સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલું હતું. ઝુનઝુનવાલાએ 5000ની રકમથી રોકાણ શરૂ કર્યું હતું. Forbsના મત મુજબ રાકેશ ઝુનઝુનવાલાનું નેટવર્થ અત્યારે 4.5 બિલિયન ડોલર, એટલે કે 34,387 કરોડ જેટલી છે.
પ્રથમ જીતમાં ત્રણ મહિનામાં પૈસા 3 ગણા થઈ ગયા- Rakesh Jhunjhunwalaને પ્રથમ મોટું વળતર ટાટામાં મળ્યું હતું. વર્ષ 1986માં ઝુનઝુનવાલાએ રૂ. 5 લાખનું વળતર મેળવ્યું હતું. તેમણે ટાટા સ્ટીલના 5000 શેર ખરીદ્યા હતા. જોત જોતામાં આ શેર 143ના સ્તરે પહોંચી ગયા હતા. જેમાં તેમને 3 ગણો નફો થયો હતો.
The big bull ઝુનઝુનવાલા હર્ષદ મહેતાના સમયમાં bear હતા- હર્ષદ મહેતાના સમયમાં ઝુનઝુનવાલા Bear હતા. Harshad Mehta Scam 1992 બાદ ઝુનઝુનવાલાએ શેર વેચીને ઢગલાબંધ કમાણી કરી હતી. એક ઇન્ટરવ્યુમાં ઝુનઝુનવાલાએ કબુલ્યું કહ્યું હતું કે, તેમણે શેર વેચીને ઘણા પૈસા કમાયા છે. તે Bear કાર્ટેલમાં સામેલ હતા. આ Bear કાર્ટેલનું નેતૃત્વ મનુ માણેક દ્વારા કરવામાં આવતું હતું. જે બ્લેક કોબ્રા તરીકે વધુ જાણીતા હતા. તેમાં રાધાકિશન દમાણી અને રાકેશ ઝુનઝુનવાલા સહિત અન્ય લોકો પણ સામેલ હતા. હર્ષદ મહેતા પર બનેલી વેબ સિરીઝ Scam1992માં પણ આ વાતનો ઉલ્લેખ છે. પત્રકાર સુચેતા દલાલે 1992માં હર્ષદ મહેતાના કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારબાદ શેર બજાર જોરદાર ક્રેશ થયું હતું.
‘Ra’ થી રાકેશ અને ‘Re’ થી રેખાનું RARE Enterprises- વર્ષ 1987માં રાકેશ ઝુનઝુનવાલાએ રેખા ઝુનઝુનવાલા સાથે લગ્ન કર્યા હતા. તેઓ પણ શેરબજારના રોકાણકાર હતા. 2003માં ઝુનઝુનવાલા પોતાના ટ્રેડિંગ ફર્મ Rare Enterprisesનો પ્રારંભ કર્યો હતો. પોતાની અને પોતાનું નામ મિશ્ર કરી તેનું નામ રાખ્યું હતું.
37 સ્ટોકમાં 20,000 કરોડ રૂપિયા- ગત માર્ચમાં પૂર્ણ થયેલી ત્રિમાસિકમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેના એસોસિએટનું જાહેર રીતે 37 સ્ટોકમાં હોલ્ડિંગ હતું. જેમાં Titan Company, Tata Motors, Crisil, Lupin, Fortis Healthcare, Nazara Technologies, Federal Bank, Delta Corp, DB Realty and Tata Communications જેવા જાણીતા સ્ટોકનો સમાવેશ થાય છે. તેની નેટ વર્થ રૂ. 19,695.3 કરોડ છે. જેમાં સૌથી કિંમતી સ્ટોક Titan Company(રૂ. 7,879 કરોડ), Tata Motors (રૂ.1,474.4 કરોડ), Crisil (રૂ. 1,063.2 કરોડ) છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર