Home /News /business /Rakesh Jhunjhunwalaએ આ કંપનીના એક કરોડ શેર ખરીદ્યા, આ કંપનીમાં ભાગીદારી ઘટાડી, જાણો વિગત
Rakesh Jhunjhunwalaએ આ કંપનીના એક કરોડ શેર ખરીદ્યા, આ કંપનીમાં ભાગીદારી ઘટાડી, જાણો વિગત
રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)
Rakesh Jhunjhunwala stake in Indiabulls Housing: 21 જૂનના રોજ પ્રકાશિત થયેલા શેર હૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ Indiabulls Housingના એક કરોડ ઇક્વિટી શેર ખરીદ્યા છે.
મુંબઈ: કોરોના પછી બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) સતત પોતાના પોર્ટફોલિયોને રિબેલેન્સ કરી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં તેમણે અનેક સ્ટૉક્સમાં પોતાની ભાગીદારી ઘટાડી છે, તો અમુક સ્ટૉક્સમાં પોતાની ભાગીદારી વધારી પણ છે. હવે બિગ બુલે જૂન-21 ક્વાર્ટરમાં પ્રમુખ Mortgage Lender ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ (Indiabulls Housing Finance)માં 2.2% ઇક્વિટી શેર ખરીદ્યા છે.
21 જૂનના રોજ પ્રકાશિત થયેલા શેર હૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ Indiabulls Housingના એક કરોડ ઇક્વિટી શેર ખરીદ્યા છે. Indiabulls Housingના શેર 20 જુલાઈના રોજ બીએસઈ પર 1.81 ટકા ઘટીને 266.10 રૂપિયા પર ટ્રેક કરી રહ્યો હતો.
ઝુનઝુનવાલાએ ફેડરલ બેંકના 75 લાખ ઇક્વિટી શેર ખરીદ્યા છે. જૂન ક્વાર્ટરના અંતમાં તેની પાસે ફેડરલ બેંકના 5,47,21,060 શેર હતા. જો માર્ચ ક્વાર્ટરના 4,72,21,060 શેરથી વધારે છે. ફેડરલ બેંકના શેરની કિંમત હાલ 83.30 રૂપિયા છે. ફેડરેલ બેંકમાં ઝુનઝુનવાલાની ભાગીદારી કિંમત આશરે 458 કરોડ રૂપિયા છે. ફેડરલ બેંકમાં ઝુનઝુનવાલા પાસે વર્ષ 2016થી ભાગીદારી છે.
રાકેશ ઝુનઝુનવાલાએ જૂન ક્વાર્ટરમાં ટાટા મોટર્સમાં પોતાની ભાગીદારી ઓછી કરી છે. કંપનીના શેરમાં આવેલી જોરદાર તેજી પછી તેમણે પ્રૉફિટ બુક કર્યો છે. ઝુનઝુનવાલાએ ગત વર્ષે કોરોનાને પગલે ટાટા મોટર્સના શેરમાં જોરદાર ઘટાડો થયો હતો ત્યારે શેર ખરીદ્યા હતા.
BSE ફાઇલિંગ્સ પ્રમાણે જૂન ક્વાર્ટરના અંતમાં ઝુનઝુનવાલા પાસે ટાટા મોટર્સના 3,77,50,000 શેર છે. જે લગભગ 1.14 ટકા ભાગીદારી થાય છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન તેમની પાસે 4,27,50,000 શેર હતા.
ટાટા મોટર્સનો શેર ગત ક્વાર્ટર દરમિયાન 360.55 રૂપિયા સાથે 52 અઠવાડિયાની ટોચ પર પહોંચ્યો હતો. આ કિંમત પર કદાચ ઝુનઝુનવાલાએ પ્રૉફિટ બુક કર્યો હતો. જે બાદમાં શેરની કિંમતમાં આશરે 15 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કંપનીએ ચીપની અછતને પગલે ઉત્પાદનને નુકસાન થઈ રહ્યાની જાણકારી આપ્યા બાદ શેરની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર