નવી દિલ્હી : શેર બજારના (Stock market)દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala)મુંબઈ સ્થિત એપ્ટેકમાં (Aptech) પોતાની ભાગીદારી ઘટાડી દીધી છે. તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ (Rekha Jhunjhunwala) પણ માર્ચ ક્વાર્ટરમાં પોતાની ભાગીદારી ઘટાડી છે. ઉલ્લેખનીય છે કે રાકેશ ઝુનઝુનવાલા પોતાનો અને પોતાની પત્નીનો પોર્ટફોલિયો (rakesh jhunjhunwala portfolio) સંભાળે છે.
રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા આ કંપનીના પ્રમુખ પ્રમોટર્સમાં સામેલ છે. કંપનીએ હાલમાં જારી શેયરહોલ્ડિંગ પેટર્નમાં જણાવ્યું હતું કે રાકેશ ઝુનઝુનવાલા પાસે માર્ચ ક્વાર્ટરના અંતમાં એપ્ટેકના 5,094,100 ઇક્વિટી શેર કે 12.32 ટકા ભાગીદારી હતી. તેના પહેલા ક્વાર્ટરમાં તેમની પાસે 12.34 ટકા ભાગીદારી હતી. એટલે માર્ચ ક્વાર્ટરમાં તેમણે એપ્ટેકમાં 0.02 ટકા ભાગીદારી ઘટાડી છે. તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે માર્ચ ક્વાર્ટરના અંતમાં કંપનીના 5,574,740 ઇક્વિટી શેર કે 11.06 ટકા શેર હતા. જ્યારે આ પહેલાના ક્વાર્ટરમાં તેમની પાસે કંપનીની 11.09 ટકા ભાગીદારી હતી. રેખા ઝુનઝુનવાલાએ માર્ચ ક્વાર્ટરમાં કંપનીમાં 0.03 ટકા ભાગીદારી ઘટાડી છે.
રાકેશ ઝુનઝુનવાલા અને પત્ની પાસે માર્ચ ક્વાર્ટરના અંતમાં કંપનીની કુલ 23.38 ટકા ભાગીદારી હતી. આ સિવાય ઝુનઝુનવાલાએ આ કંપનીમાં પોતાની ઇક્વિટી કંપની રેયર ઇક્વિટી દ્વારા પણ રોકાણ કરેલ છે અને આ દ્વારા ઝુનઝુનવાલા પાસે એપ્ટેકમાં 20.40 ટકા ભાગીદારી છે. ટ્રેડલાઇન ડેટા પ્રમાણે રાકેશ અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાના એપ્ટેકમાં કરેલા રોકાણની કુલ વેલ્યૂ 350 કરોડ રૂપિયા છે. તેમાં રેયર ઇક્વિટી દ્વારા રોકાણને સામેલ કરવામાં આવ્યું નથી.
13 એપ્રિલે એપ્ટેકના શેર બીએસઇ પર 0.46 ટકાના વધારા સાથે 358.70 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા અને કંપનીની માર્કેટ વેલ્યૂએશન લગભગ 1483.05 કરોડ રૂપિયા હતી. એપ્ટેકના શેરે જાન્યુઆરી મહિનામાં 447.95 રૂપિયાનો પોતાના 52 સપ્તાહનો નવો હાઇક મેળવ્યો હતો. જોકે આ પછી આ શેરમાં ઘટાડાનો દોર યથાવત્ છે. 2022માં અત્યાર સુધીમાં એપ્ટેકના શેરની કિંમત 16 ટકા ઘટી ગઇ છે. જોકે છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો એપ્ટેકે પોતાના રોકાણકારોને 76 ટકાનું મજબૂત રિટર્ન આપ્યું છે. લાંબા ગાળે ફાયદો થયો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર