Home /News /business /

RBL Bank: Rakesh Jhunjhunwala અને RK Damani આરબીએલ બેંકમાં 10% હિસ્સો ખરીદવાની તૈયારીમાં, RBIને કરી વિનંતી

RBL Bank: Rakesh Jhunjhunwala અને RK Damani આરબીએલ બેંકમાં 10% હિસ્સો ખરીદવાની તૈયારીમાં, RBIને કરી વિનંતી

આરબીએલ બેંક

RBL Bank share: દેશના દિગ્ગજ રોકાણકારોમાં સામેલ રાકેશ ઝુનઝુનવાલા અને ડી-માર્ટના સ્થાપક આરકે દામાણી આરબીઆઈનો સંપર્ક કરીને આરબીએલ બેંકમાં 10% હિસ્સો ખરીદવાની વિનંતી કરી છે.

    મુંબઇ. RBL Bank news: દેશના દિગ્ગજ રોકાણકારોમાં સામેલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને ડી-માર્ટના સ્થાપક આરકે દામાણી (RK Damani)એ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India-RBI)નો સંપર્ક કરીને ખાનગી લેન્ડર બેંક આરબીએલ (RBL Bank)માં 10% હિસ્સો ખરીદવાની વિનંતી કરી છે. સીએનબીસી ટીવી18ના હવાલેથી 26મી ડિસેમ્બરના રોજ આ સમાચાર પ્રાપ્ત થયા છે. ન્યૂઝ ચેનલનું કહેવું છે કે કેન્દ્રીય બેંક બંને રોકાણકારોની વિનંતી પર વિચાર કરી રહી છે. આ મામલે ઝુનઝુનવાલા કે દામાણી તરફથી કોઈ જ પ્રતિક્રિયા મળી નથી.

    25મી ડિસેમ્બરે બેંકમાં થયા બે મહત્ત્વના ફેરફાર

    ઉલ્લેખનીય છે કે 25 ડિસેમ્બરના રોજ આરબીઆઈએ ડિપાર્ટમેન્ટ ઑફ કોમ્યુનિકેશનના ઇન્ચાર્જ ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલ (Yogesh Dayal)ને બેંકના બોર્ડમાં એડિશનલ ડાયરેક્ટર (Additional Director)ના પદે નિયુક્ત કરી દીધા છે. આજ દિવસે બેંકે એક્સચેન્જને સૂચના આપી કે આરબીએલ બેંકમાં લાંબા સમયથી એમડી અને સીઈઓ પદે રહેલા વિશ્વવીર આહૂજા તાત્કાલિ રજા પર ચાલ્યા ગયા છે. જે બાદમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવ આહૂજાને એમડી તેમજ સીઈઓ માટે પદનામિત કરવામાં આવ્યા હતા. જોકે, આ માટે રેગ્યુલેટરી મંજૂરી જરૂરી છે.

    આરબીએલે 25મી ડિસેમ્બરના એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યુ કે, 25 વર્ષના અનુભવી દયાલની તેમના બોર્ડમાં મેમ્બર તરીકે નિયુક્તિનું સ્વાગત કરીએ છીએ. આ સાથે જ આરબીએલ તરફથી કહેવામાં આવ્યું કે બેંકના બિઝનેસ અને નાણાકીય સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે.

    બ્રોકરેજ હાઉસિસનો આરબીએલ બેંકના શેર પર અભિપ્રાય:

    CLSAનો RBL BANK પર અભિપ્રાય

    CLSA તરફથી આરબીએલ બેંકના શેર માટે આઉટપરફોર્મ રેટિંગ યથાવત રાખવામાં આવ્યું છે. જોકે, બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ 230 રૂપિયાથી ઘટાડીને 200 રૂપિયા કરી દીધો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે એડિશનલ ડાયરેક્ટરની નિવૃત્તિ આરબીઆઈનો ચોંકાવનારો નિર્ણય છે. ખાસ કરીને સંકટ સમયે આરબીઆઈ આવા નિર્ણય કરે છે. આ નિર્ણયથી ટૂંકા સમયમાં અનિશ્ચિતતા વધશે. જે બાદમાં છ મહિના મહત્ત્વના રહેશે. આ દરમિયાન મેનેજમેન્ટના પ્રદર્શન પર નજર રહેશે.

    ICICI Securitiesનો અભિપ્રાય

    આઈસીઆઈસીઆઈ બેંકે આરબીએલ બેંક પર રેટિંગ ઘટાડ્યું છે. સાથે જ રોકાણકારોને વેચવાલી માટે સલાહ આપી છે. આ શેરનો ટાર્ગેટ 180 રૂપિયાથી ઘટાડીને 130 રૂપિયા કરી દીધો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે આરબીઆઈના નિર્ણયથી અનિશ્ચિતતા વધી છે.

    આ પણ વાંચો: બજાર નિષ્ણાતોએ રાકેશ ઝુનઝુનવાલાના આ શેર માટે આપ્યું 'buy on dips' રેટિંગ

    INVESTECનો RBL BANK પર અભિપ્રાય

    INVESTEC તરફથી આરબીએલ બેંકના શેરની ખરીદીની સલાહ આપવામાં આવી છે. સાથે જ બ્રોકરેજ હાઉસ તરફથી શેરનો ટાર્ગેટ 295 રૂપિયા આપવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે તાજેતરનો ઘટનાક્રમ રોકાણકારો માટે નકારાત્મક છે. મેનેજમેન્ટ પર ભરોસો હોવાથી અંદાજ પર ફેરફાર નથી કર્યો. ત્રીજા ક્વાર્ટરના પરિણામ બાદ રેટિંગની ફરીથી સમીક્ષા કરીશું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Rakesh jhunjhunwala, RBL Bank, Share market, Stock tips, આરબીઆઇ

    આગામી સમાચાર