Home /News /business /ઝુનઝુનવાલાની એરલાઇન્સનો ડેટા થયો લીક! એરલાઈન્સે ગ્રાહકોની માફી માગી

ઝુનઝુનવાલાની એરલાઇન્સનો ડેટા થયો લીક! એરલાઈન્સે ગ્રાહકોની માફી માગી

ઝુનઝુનવાલાની કંપની આકાસા એરના પ્રવાસીઓનો પ્રાઈવેટ ડેટા લીક થયો.

Akasa Air Data Leak: રાકેશ ઝુનઝુનવાલાની એરલાઈન્સ કંપની આકાસા એરના પ્રવાસીઓનો પ્રાઈવેટ ડેટા લીક થયો. જેમાં પ્રવાસીઓના નામ, ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબરનો સમાવેશ થાય છે. જોકે કંપનીએ દાવો કર્યો કે આ ડેટા લીકમાં લોકોની પેમેન્ટ ડિટેઇલ સુરક્ષિત છે અને કંપની પોતાની સિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ હાલમાં જ શરું થયેલી અને સ્વ. રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ની માલિકીની એરલાઇન્સ આકાસા એર (Akasa Air) નો ડેટા લીક થયો છે. જેના કારણે કેટલાક અનઓથોરાઇઝ્ડ લોકોની પહોંચ યુઝર્સના ડેટા સુધી પહોંચી ગઈ છે. આ અંગેની ચોંકવાનારી માહિતી સામે આવી છે. ન્યુઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ 7 ઓગસ્ટના રોજ પોતાની હવાઈ સેવા શરુ કરનાર આકાસા એર દ્વારા આ ગરબડ માટે પોતાના ગ્રાહકોની માફી માગવામાં આવી છે. તેમજ એરલાઈન્સે પોતે જ સીઈઆરટી-ઈન (CERT-In)ને આ અંગેની માહિતી આપી છે.

  કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલ એક ખુલાસા મુજબ 25 ઓગસ્ટના રોજ લોગઈન અને સાઈનઅપ સર્વિસને લઈને કેટલીક અસ્થાયી ટેકનિકલ ગરબડ સામે આવી હતી. એરલાઈને કહ્યું કે તેના કારણે આકાસા એરના રજિસ્ટર્ડ યુઝર્સની નામ, જાતી, ઈ-મેઈલ એડ્રેસ અને ફોન નંબર સહિતની માહિતી કેટલાક અનઓથોરાઇઝ્ડ લોકો સુધી પહોંચી ગઈ હતી. જોકે આ સાથે કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ સિવાય બીજી કોઈ વ્યક્તિગત માહિતી જેમ કે ટ્રાવેલની હિસ્ટ્રી, પેમેન્ટની માહિતી વગેરે જાહેર થઈ નથી.

  Gold Silver Rate Today: સોનાના ભાવ એક મહિનાના નિચલા સ્તરે, જાણો સોના-ચાંદીની આજની કિંમતો

  આકાસા એરના સહ સંસ્થાપક અને ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર આનંદ શ્રીનિવાસને કહ્યું કે એરલાઈન માટે સિસ્ટમ સિક્યુરિટી અને ગ્રાહકોની જાણકારીની ગુપ્તતા સર્વોપરી છે. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય હંમેશા એક સુરક્ષિત અને વિશ્વસનીય ગ્રાહક અનુભવ આપવા પર છે. જ્યારે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે વ્યાપક પ્રોટોકોલ છે. પરંતુ આ ઘટના બાદ અમે અમારી સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા માટે વધારાના ઉપાય અમલમાં લાવ્યા છે.

  ઓગસ્ટમાં શરુ થયેલી ઝુનઝુનવાલા ફેમિલીની સૌથી વધુ ભાગીદારી ધરાવતી આ એરલાઈન્સ સપ્ટેમ્બરના અંત સુધીમાં 150થી વધુ સાપ્તાહિક ફ્લાઈટની સેવાઓ શરુ કરવાનું લક્ષ્ય ધરાવે છે. મહત્વનું છે કે આ એરલાઈન્સ શરુ થયા બાદ સપ્તાહમાં જ શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું આકસ્મિક નિધન થઈ જતા એરલાઈન્સના ઓપરેશન્સ અંગે અનેક સવાલ ઉઠ્યા હતા. જોકે કંપનીએ ઝુનઝુનવાલાએ બનાવેલા પ્લાન પર આગળ વધવાનું ચાલુ જ રાખ્યું છે અને હાલમાં જ બેંગલુરુ-મુંબઈ માર્ગ પર પોતાની ઉડાન સેવા શરુ કરી હતી. એરલાઈને 7 ઓગસ્ટના રોજ પોતાની સેવાઓ શરુ કરી હતી. હાલ કંપની મુંબઈ-અમદાવાદ, બેંગલુરુ-કોચ્ચી અને બેંગલુરુ-મુંબઈ માર્ગ પર ફ્લાઈટ સેવા આપે છે.

  RIL AGM: જાણો આજે શું થઈ શકે છે મોટી જાહેરાત અને ઇવેન્ટની આસપાસ કેવી રહેશે સ્ટોકની ચાલ?

  10 સપ્ટેમ્બરથી કંપની બેંગલુરુથી ચેન્નઈની ફ્લાઈટ સેવા પણ શરુ કરશે. આકાસા એરે કહ્યું કે તેમને આશા છે કે કંપની સપ્ટેમ્બરના અંત સુધીમાં સાપ્તાહિક ફ્લાઈટ્સ 150ને પાર કરશે. અત્યાર સુધીમાં કંપની પાંચ શહેરો મુંબઈ, અમદાવાદ, કોચ્ચી, બેંગલુરુ અને ચેન્નઈ માટે 6 રુટ્સ પર ફ્લાઈટ્સની જાહેરાત કરી ચૂકી છે. હાલ વિમાન પાસે 3 વિમાન છે અને દરેક સપ્તાહમાં બે નવા વિમાન પોતાની ફ્લીટમાં જોડવાની યોજના છે અને માર્ચ 2023 ના અંત સુધીમાં કંપની 18 વિમાન જોડવા માગે છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Rakesh jhunjhunwala

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन