Home /News /business /

Rakesh Jhunjhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ તેના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો આ ઓટો સ્ટોક, જાણો શેર પ્રાઇઝ

Rakesh Jhunjhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ તેના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો આ ઓટો સ્ટોક, જાણો શેર પ્રાઇઝ

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Portfolio: એપ્રિલથી જૂન 2022ના સમયગાળા માટે એસ્કોર્ટ્સ કુબોટાની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 18,30,388 શેર છે, જે કંપનીની કુલ પેઇડ અપ મૂડીના 1.39 ટકા છે.

    નવી દિલ્હી: Q1FY23ના પૂર્ણ થયા પછી રિટેલ રોકાણકારો અને બજારના નિરીક્ષકો ભારતીય રોકાણકારોના પોર્ટફોલિયોને સ્કેન કરવામાં વ્યસ્ત બની ગયા છે, કારણ કે તેનાથી તેમને સ્માર્ટ મની કઈ દિશામાં આગળ (smart money is moving) વધી રહ્યું છે તેનો ખ્યાલ આવશે. આવા રોકાણકારો અને બજારના નિરીક્ષકો માટે શેર બજારના મહત્વના સમાચાર છે. બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ ઓટો કંપની એસ્કોર્ટ્સ કુબોટામાં હિસ્સો (Rakesh Jhunjhunwala stake in Escorts Kubota) ખરીદ્યો છે. બિગ બુલનું નામ કંપનીના લેટેસ્ટ શેરહોલ્ડિંગ પેટર્નમાં સામે આવ્યું છે. સંભવતઃ બિગ બુલ ઓટો સેક્ટર પર બુલિશ છે, કારણ કે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ જુલાઈ 2022માં 12,660.70ના લાઇફ ટાઇમ હાઇ સ્તર પર પહોંચી ગયો છે.

    એસ્કોર્ટ્સ કુબોટામાં રાકેશ ઝુનઝુનવાલાની શેરહોલ્ડિંગ


    એપ્રિલથી જૂન 2022ના સમયગાળા માટે એસ્કોર્ટ્સ કુબોટાની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 18,30,388 શેર છે, જે કંપનીની કુલ પેઇડ અપ મૂડીના 1.39 ટકા છે. જોકે, જાન્યુઆરીથી માર્ચ 2022 ક્વાર્ટર માટે કંપનીના શેરહોલ્ડિંગ પેટર્નમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ કંપનીના વ્યક્તિગત શેરહોલ્ડરોની લીસ્ટમાંથી ગાયબ હતું. એટલે કે રાકેશ ઝુનઝુનવાલાએ એપ્રિલથી જૂન 2022 ક્વાર્ટર દરમિયાન કંપનીમાં નવો હિસ્સો ખરીદ્યો હતો.

    આ પણ વાંચો: ક્રેડિટ સ્કોર ન બગડે તે માટે આટલી વાતો ગાંઠે બાંધી લો

    જોકે, તે કહેવું મુશ્કેલ હશે કે રાકેશ ઝુનઝુનવાલાએ Q1 FY23માં આ તમામ એસ્કોર્ટ્સ કુબોટાના શેર ખરીદ્યા હતા કે પછી જ્યારે તે અગાઉના ક્વાર્ટરમાં પણ કંપનીના કેટલાક શેર (એસ્કોર્ટ્સ કુબોટાની કુલ પેઇડ અપ કેપિટલના 1 ટકાથી નીચે) રાખતા હતા અને તેણે તાજેતરમાં જ જૂન 2022 ક્વાર્ટરમાં કંપનીના કેટલાક નવા ઇશ્યૂ ખરીદ્યા હતા. બિગ બુલે આ તમામ શેર એક જ સાથે ખરીદ્યા હતા કે પછી તેણે કેલિબ્રેટેડ રીતે ખરીદ્યા હતા તે પણ સ્પષ્ટ થઈ શકતું નથી. કારણ કે એક્સચેન્જ ફાઈલિંગના નિયમોને કારણે લિસ્ટેડ કંપનીઓ માટે કંપનીમાં 1 ટકા કે તેથી વધુ હિસ્સો ધરાવતા શેરધારકોના નામ જાહેર કરવું ફરજિયાત બને છે.

    આ પણ વાંચો: ITC શેરનો ભાવ ત્રણ વર્ષમાં પ્રથમ વખત રૂ. 300ને પાર

    એસ્કોર્ટ્સ કુબોટાની શેર પ્રાઇઝ હિસ્ટ્રી


    ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી સાઇડવે રહ્યા પછી રાકેશ ઝુનઝુનવાલાનો આ નવો સ્ટોક કેટલાક કોન્સોલિડેશનમાંથી પસાર થયો. પરંતુ છેલ્લા એક મહિનામાં તેણે લગભગ 14 ટકા વળતર આપતી ઉચ્ચ હિલચાલ દર્શાવી છે. છેલ્લાં એક વર્ષમાં એસ્કોર્ટ્સ કુબોટાનો શેર રૂ. 1670થી વધીને રૂ. 1729ની સપાટીએ પહોંચ્યો છે, જે આ સમય સપાટીમાં લગભગ 48 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ ઓટો સ્ટોક રૂ. 655થી વધીને રૂ. 1729ના સ્તરે પહોંચ્યો છે, જે આ ગાળામાં 165 ટકા જેટલો હાઇ છે.
    First published:

    Tags: Investment tips, Rakesh jhunjhunwala, Share market, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन