વિપક્ષના બહિષ્કાર વચ્ચે રાજ્યસભામાં 3 લેબર બિલ પાસ, ગૃહની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત

News18 Gujarati
Updated: September 23, 2020, 3:04 PM IST
વિપક્ષના બહિષ્કાર વચ્ચે રાજ્યસભામાં 3  લેબર બિલ પાસ, ગૃહની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત
લોકસભા બાદ રાજ્યસભામાં પાસ થયા 3 લેબર બિલ, ગ્રેજ્યૂટી સહિત બદલાઈ જશે આ વસ્તુઓ

લોકસભા બાદ રાજ્યસભામાં પાસ થયા 3 લેબર બિલ, ગ્રેજ્યૂટી સહિત બદલાઈ જશે આ વસ્તુઓ

  • Share this:
નવી દિલ્હીઃ નવા શ્રમ બિલને બુધવારે રાજ્યસભામાં (Rajya Sabha passes bills on three labour codes) પાસ કરી દેવામાં આવ્યા છે. નવા શ્રમ કાયદાથી દેશના સંગઠિત તથા અસંગઠિત બંને પ્રકારના શ્રમિકોને અનેક પ્રકારની નવી સુવિધાઓ મળશે. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત (Rajya Sabha adjourned sine die) કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, સંસદના ચોમાસું સત્ર (Parliament Monsoon Session)માં રાજ્યસભાની કાર્યવાહી 1 ઓક્ટોબર સુધી નિયત કરવામાં આવી હતી. પરંતુ કોવિડ-19 મહામારીને ધ્યાને લઈ ગૃહની કાર્યવાહી વહેલા જ સ્થગિત કરી દેવામાં આવી છે.

નવા શ્રમ બિલમાં તમામ શ્રમિકોને નિયુક્તિ પત્ર આપવું અનિવાર્ય હશે. તેમના પગારનું ડિજિટલ પેમેન્ટ કરવું પડશે. વર્ષમાં એકવાર તમામ શ્રમિકોનું હેલ્થ ચેકઅપ કરવું પણ અનિવાર્ય કરવામાં આવ્યું છે. બીજી તરફ ઉદ્યમીઓના કારોબારને સરળ બનાવવા માટે પણ અનેક જોગવાઈઓ રાખવાં આવી છે.

આ પણ વાંચો,  ભારતીયો Visa વગર દુનિયાના આ 16 દેશોમાં ફરી શકે છે, રાજ્યસભામાં સરકારે આપી જાણકારીશ્રમ મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, વર્તમાન કાયદામાં દુર્ઘટના થવાની સ્થિતિમાં દંડની રકમ પૂરી રીતે સરકારના ખાતામાં જતી હતી, પરંતુ નવા કાયદામાં દંડની રકમ 50 ટકા પીડિતને મળશે.

ગંગવારે કહ્યું કે, 73 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારના શ્રમ કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જે નોકરી આપનારા અને શ્રમિક બંને માટે ફાયદારૂપ સાબિત થશે. મજૂરી સંહિતા પહેલા જ અધિસૂચિત થઈ ચૂકી છે. આ ચાર સંહિતાઓમાં જૂના 29 કાયદાને એકીકૃત કરવામાં આવ્યા છે.

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પાસ થયા આ ત્રણ શ્રમ બિલ

(1) Occupational Safety, Health & Working Conditions Code
(2) Industrial Relations Code
(3) Code On Social Security

આ પણ વાંચો, રેકોર્ડ સ્તરથી સોનું 6000 રૂપિયા સસ્તું થયું, આ કારણે આજે પણ જોવા મળી શકે છે ઘટાડો

હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તે કાયદો બની જશે. સરકારનો દાવો છે કે આ બિલ શ્રમ ક્ષેત્રમાં મોટા સુધાર લાવશે. જોકે, અનેક શ્રમિક સંગઠન અને કૉંગ્રેસ પાર્ટી તેનો વિરોધ પણ કરી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: September 23, 2020, 3:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading