રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો

News18 Gujarati
Updated: September 20, 2020, 2:50 PM IST
રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો
કૃષિ બિલને રાજ્યસભામાં રજૂ કરતાં મોદી સરકારે કહ્યું, આ બિલોનો MSP સાથે કોઈ સંબંધ નથી

કૃષિ બિલને રાજ્યસભામાં રજૂ કરતાં મોદી સરકારે કહ્યું, આ બિલોનો MSP સાથે કોઈ સંબંધ નથી

  • Share this:
નવી દિલ્હીઃ રાજ્યસભા (Rajya Sabha)માં ભારે હોબાળો વચ્ચે આજે કૃષિ બિલો (Agricultural Bills) પાસ કરવામાં આવ્યા છે. ખેતી-ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ અગત્યના બિલ કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ, 2020 અને કૃષિ (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ, 2020 રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થઈ ગયા છે. બિલને લઈ વિપક્ષી પાર્ટીઓના નેતા વેલમાં આવીને નારેબાજી કરવા લાગ્યા અને ઉપ-સભાપતિની પાસે કાગળના ટુકડાઓ ઉછાળ્યા. આ દરમિયાન ઉપ-સભાપતિ પાસે ઉપસ્થિત માર્શલોએ તેમને રોક્યા તો હળવું ઘર્ષણ થયું. ઘર્ષણ દરમિયાન જ ઉપસભાપતિની સામેવાળું માઇક તૂટી ગયું.

કેન્દ્ર સરકાર માટે આ બિલને પાસ કરાવવા કોઈ પડકારથી ઓછા નહોતા. આ બિલને લઈને એનડીએ ગઠબંધનની સૌથી જૂની સહયોગી અકાલફી દળના વિરોધના કારણે સરકાર માટે ગૃહની અંદર અને બહાર પણ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. કૃષિ બિલના પાસ થયા બાદ રાજ્યસભાની કાર્યવાહી કાલે એટલે કે 21 સપ્ટેમ્બર સવારે 9 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને આ કાયદાને લોકતંત્રની હત્યા ગણાવ્યું તો કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તેને કાળો કાયદો ગણાવ્યો.

જોકે, શિરોમણિ અકાલી દળ જે બીજેપીનું સૌથી જૂનું સહયોગ હતું, તેણે બિલનો વિરોધ કર્યો. પાર્ટી સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટ મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું. દેશભરના ખેડૂતો બિલનો વિરોધ કરી રહ્યા છે. કૉંગ્રેસે સરકારને ખેડૂત વિરોધી કરાર કરી દીધું છે. વિરોધ પક્ષે રાજ્યસભામાં રજૂ થયેલા બિલોને ખેડૂતો માટે ડેથ વોરન્ટ કરાર કર્યા છે.

બિલોને રાજ્યસભામાં રજૂ કરતાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આ બિલો ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના છે. ખેડૂતોને પોતાની ઉપજ કોઈ પણ સ્થળે કોઈને પણ ઈચ્છા મુજબ ભાવે વેચવાની સ્વતંત્રતા હશે. તેઓએ કહ્યું કે બિલો વિશે અનેક પ્રકારની ધારણાઓ ઊભી કરવામાં આવી છે. આ બિલ એમએસપી સાથે સંબંધિત નથી. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે એમએસપી ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ બિલોના માધ્યમથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે.

આ પણ વાંચો, Agri Bill 2020: મોદી સરકારના કૃષિ કાયદામાં એવું શું છે જેનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

રાજ્યસભામાં કૃષિ બિલનો વિરોધ કરતાં તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીના સભ્ય ડેરેક ઓ બ્રાયને કહ્યું કે આ સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બે ગણી કરવાનો વાયદો કરે છે, પરંતુ હું જણાવી દઉં કે ખેડૂતોની આવક 2028 સુધી બમણી નહીં થઈ શકે. આ સરકાર માત્ર વાયદા કરે છે. તેની સાથે જ તેઓએ સવાલ કર્યો કે બે કરોડ નોકરીનું શું થયું?
Published by: Mrunal Bhojak
First published: September 20, 2020, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading