Home /News /business /

Multibagger Stock: 375 ટકાથી વધુ રિર્ટન આપનાર આ મલ્ટીબેગર શેરના વિભાજન માટે મંજૂરી

Multibagger Stock: 375 ટકાથી વધુ રિર્ટન આપનાર આ મલ્ટીબેગર શેરના વિભાજન માટે મંજૂરી

મલ્ટીબેગર સ્ટૉક (Multibagger stock)

Rajratan Global Wire stock: રાજરતન ગ્લોબલ વાયર એ બીડ વાયર બનાવનારી દેશની અગ્રણી કંપની છે. આ બીડ વાયરોને ટાયર કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. કંપનીના રૂ. 10 ફેસ વેલ્યુના એક ઇક્વિટી શેરને રૂ. 2ના 5 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે.

વધુ જુઓ ...
મુંબઈ: રાજરતન ગ્લોબલ વાયર (Rajratan Global Wire) દ્વારા રોકાણકારોને બમ્પર વળતર આપવામાં આવ્યું છે. કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે, તેના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે 1:5ના રેશિયોમાં શેરના વિભાજન એટલે કે, સ્ટોક સ્પ્લિટ (Stock split)ને મંજૂરી આપી છે. જેના હેઠળ, રૂ. 10 ફેસ વેલ્યુના એક ઇક્વિટી શેરને રૂ. 2ના 5 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે. બોર્ડના આ નિર્ણય પર હવે બાકીના સભ્યો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરશે, ત્યારબાદ તેને મંજૂરી આપવામાં આવશે.

આ કારણે વિભાજનનો નિર્ણય લેવાયો

કંપનીએ જણાવ્યુ કે, શેરધારકોની સંખ્યા વધારવા માટે, લિક્વિડિટી વધારવા અને નાના રોકાણકારો માટે શેર સરળ બનાવવાના હેતુથી આ સ્ટોક સ્પ્લિટનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ય વિગતો સહિત સ્ટોક વિભાજન માટેની રેકોર્ડ તારીખ સહિતની જાણકારી નિયમો અનુસાર ટૂંક સમયમાં જ જણાવવામાં આવશે.

મલ્ટીબેગર રિટર્ન

શેર વિભાજનની જાહેરાત પછી, શુક્રવારે રાજરતન ગ્લોબલ વાયરના (Rajratan Global Wire) શેરની કિંમત NSE પર 5 ટકા વધીને રૂ. 2,616.50 પર પહોંચી ગઈ હતી. રાજરતન ગ્લોબલ વાયરના ( Rajratan Global Wire) શેરે છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 375.12 ટકાનું મલ્ટીબેગર વળતર આપ્યું છે.

આ શેરમાં વર્ષ 2022માં પણ તેજી ચાલુ છે અને જાન્યુઆરીમાં અત્યારસુધીમાં તેની કિંમતમાં લગભગ 26.62 ટકાનો વધારો થયો છે. મહત્વનું છે કે, રાજરતન ગ્લોબલ વાયર બીડ વાયર બનાવનારી દેશની અગ્રણી કંપની છે. આ બીડ વાયરોને ટાયર કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે.

આ પણ વાંચો: આ મલ્ટીબેગર સ્ટોક એક વર્ષમાં 100% વધ્યો, હજી પણ સુધારાની શક્યતા

સ્ટોક સ્પ્લિટ (stock split) એટલે શું?

સ્ટોક સ્પ્લિટ (stock split) એટલે શેરનું વિભાજન. સામાન્ય રીતે, જ્યારે શેરની કિંમત ઊંચી થાય છે, ત્યારે કંપની નાના રોકાણકારોને આકર્ષવા માટે તેના શેરનું વિભાજન કરે છે. જેમાં વર્તમાન શેરધારકોને વધુ શેર બહાર પાડીને શેરની કુલ સંખ્યા વધારી દેવામાં આવે છે.

આ પણ વાંચો: રૂ.185થી રૂ 1888, ત્રણ વર્ષમાં આ સ્ટોકમાં રોકાણકારોને ચાંદી જ ચાંદી

ઉદાહરણ તરીકે, જો શેરનું મૂલ્ય રૂ. 1000 છે અને કંપનીએ તે શેરને 1: 1 ના રેશિયોમાં વિભાજિત કરવાનું નક્કી કર્યું છે, તો તે કંપનીના વર્તમાન શેરધારકને દરેક શેર માટે વધારાનો શેર આપવામાં આવશે, પરંતુ શેરની કિંમત અડધી એટલે કે રૂ. 500 થઈ જશે. આ રીતે પ્રતિ શેર દીઠ ભાવ ઘટશે, પરંતુ શેરધારકના શેરની કિંમત અને કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન સમાન રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger Stock, Share market, Stock tips

આગામી સમાચાર