હવે ટ્રોનોમાં મહિલાઓ અને દિવ્યાંગો માટે હશે અલગ કોચ

ટુંક સમયમાં શતાબ્ધી, રાજધાની અને દુરંતો જેવી પ્રિમિયમ ટ્રોનોમાં રેલવે મહિલાઓ અને દિવ્યાંગો માટે અલગથી કોચ લગાવશે.

News18 Gujarati
Updated: May 10, 2019, 5:06 PM IST
હવે ટ્રોનોમાં મહિલાઓ અને દિવ્યાંગો માટે હશે અલગ કોચ
પ્રિમિયમ ટ્રોનોમાં રેલવે મહિલાઓ અને દિવ્યાંગો માટે અલગથી કોચ લગાવશે
News18 Gujarati
Updated: May 10, 2019, 5:06 PM IST
ટુંક સમયમાં શતાબ્ધી, રાજધાની અને દુરંતો જેવી પ્રિમિયમ ટ્રોનોમાં રેલવે મહિલાઓ અને દિવ્યાંગો માટે અલગથી કોચ લગાવશે. આ પગલું ભરવા પાછળ એક ખાસ કારણ છે. ઉલ્લેખનીય છે કે, રેલવે આ ટ્રોનોમાં એક અપગ્રેડેડ પાવર કાર જોડવા જઈ રહી છે.

હાલમાં આ ટ્રોનોમાં બે પાવર કાર લાગે છે, જેને હટાવી એક અપગ્રેડેડ પાવર કાર લગાવવામાં આવશે. જેથી એક ડબ્બાની જગ્યા બની જશે. જેથી રેલવે આ જગ્યા પર મહિલાઓ અને દિવ્યાંગો માટે એક કોચ લગાવશે.

આ પ્રિમિયમ ટ્રોનોમાં બે પાવર કાર લાગે છે, જેનાથી પૂરી ટ્રોનને વિજળી એપ્લાય કરવામાં આવે છે. આ કોચ લિંક હોફમાન વોશ કંપની બનાવે છે. ટ્રોનોમાં સપ્લાય માટે એક કોચ હોય છે, બીજો કોચ બેકઅપ તરીકે લગાવવામાં આવે છે, પરંતુ અપગ્રેડેડ પાવર કારમાં બેકઅપને ફૂટબોર્ડની નીચે લગાવવામાં આવશે. જેથી બીજા કારની જરૂરત નહી રહે.

એક રેલવે અધિકારીએ જણાવ્યું કે, આ ફૂલ એસી કોચમાં નોન-એસી કોચ હશે, જેથી ભાડુ પણ સસ્તુ હશે.
First published: May 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...