Home /News /business /સ્નાતકો માટે સરકારી નોકરીનો મોકો, જાણો કેવી રીતે પસંદગી થશે

સ્નાતકો માટે સરકારી નોકરીનો મોકો, જાણો કેવી રીતે પસંદગી થશે

પ્રતિકાત્મક તસવીર

Rajasthan High Court Recruitment 2019: રાજસ્થાન હાઇકોર્ટમાં સ્નાતક યુવકો માટે સરકારી નોકરીની ભરતી છે. નોકરી ઇચ્છુક ઉમેદવારો hcraj.nic.in વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.

રાજસ્થાન હાઇકોર્ટમાં જૂનિયર પર્સનલ આસિસ્ટન્ટ (અંગ્રેજી)ના પદ પર ભરતી શરૂ થઈ છે. કુલ 69 જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. કુલ જગ્યામાંથી પાંચ જગ્યા એક્સ આર્મી સર્વિસ મેન માટે અનામત રાખવામાં આવી છે. અરજી મંગવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 16મી સપ્ટેમ્બર સુધી નોકરી માટે અરજી કરી શકશે.

આ જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત હોય તેવી સંસ્થામાંથી સ્નાતકની પદવી હોય તે જરૂરી છે. આ માટે ઉમેદવારનો ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જ્યારે અનામતમાં આવતા ઉમેદવારો માટે ભારત સરકારના નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ ઝડપથી અરજી કરે, કારણે અંતિમ તારીખે ઘણી વખત વેબસાઇટ ક્રેશ થતી હોય છે અથવા ટેક્નિકલ ખામીને કારણે સમસ્યા આવતી હોય છે. આ માટે વધુ જાણકારી માટે hcraj.nic.in વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.



કઈ શ્રેણીમાં કેટલી જગ્યા?

સામાન્ય -------17
એસસી-------- 22
એસટી---------16
ઓબીસી-------8
એમબીએસ----2
EWS-------04

ફીની વિગતો

  • જનરલ તેમજ EWS (Economically Backward Class) માટે રૂ. 650

  • ઓબીસી માટે રૂ. 550

  • એસસી અને એસટી માટે રૂ. 400


પગાર ધોરણ

પંસદગી પામ્યા બાદ ઉમેદવારોને પ્રોબેશન પર લેવામાં આવશે. આ દરમિયાન રૂ. 23,700 પ્રતિ માસ પગાર ચૂકવવામાં આવશે. પ્રોબેશન પિરિયડ પૂર્ણ થયા પછી ઉમેદવાર 33,800-1,06,700નો પે સ્કેલ મેળવવા માટે લાયક બનશે.

કેવી રીતે પસંદગી થશે

પસંદગી પામવા માટે ઉમેદવારોએ ઇંગ્લિશ શોર્ટહેન્ડ, ટ્રાન્ક્રિપ્શન અને ઇંગ્લિશ ડિટેક્શનની પરીક્ષા આપવી પડશે.

વધારે વિગત માટે અહીં ક્લિક કરો...
First published:

Tags: Government job, Job, રાજસ્થાન, હાઇકોર્ટ