આ રાજ્યના હાઉસિંગ બોર્ડે EMIના વ્યાજ પર 100% સુધીની છૂટ આપવાની કરી જાહેરાત

News18 Gujarati
Updated: May 12, 2020, 9:50 AM IST
આ રાજ્યના હાઉસિંગ બોર્ડે EMIના વ્યાજ પર 100% સુધીની છૂટ આપવાની કરી જાહેરાત
કોરોના વાયરસના સંકટ વચ્ચે હાઉસિંગ બોર્ડના ગ્રાહકો માટે આ રાજ્યમાં લોન્ચ કરવામાં આવી ખાસ સ્કીમ

કોરોના વાયરસના સંકટ વચ્ચે હાઉસિંગ બોર્ડના ગ્રાહકો માટે આ રાજ્યમાં લોન્ચ કરવામાં આવી ખાસ સ્કીમ

  • Share this:
લવલી વાધવા, જયપુરઃ કોરોના વાયરસના કહેર (Corona Crisis) વચ્ચે મકાન ખરીદીને EMI (Home EMI) નહીં ચૂકવનારાઓ માટે રાજસ્થાન સરકાર (Rajsthan Government)એ વિશેષ ઓફર લોન્ચ કરી છે. જનતાને ઘર ઉપલબ્ધ કરાવનારા રાજસ્થાન હાઉસિંગ બોર્ડે કોરોના વાયરસના સંક્રમણને લઈ ફેલાયેલી મહામારીને જોતાં પોતાની બાકી રાશી વસૂલવા માટે ગ્રાહકોને એક બમ્પર ઓફર લોન્ચ કરી છે.રાજસ્થાન હાઉસિંગ બોર્ડના કમિશ્નર પવન અરોરાએ જણાવ્યું કે મુખ્યમંત્રીના બજેટ ઘોષણાના પાલનમાં મંડળના તમામ શ્રેણીના આવાસોના બાકી હપ્તાના વ્યાજ દરમાં 50થી 100 ટકાની છૂટ આપવામાં આવશે.

પવન અરોરોએ જણાવ્યું કે, અર્બન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આ સંબંધમાં આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ જનતા માટે આ ઓફર લાગુ કરી દેવામાં આવશે. કમિશ્નર અરોરાએ જણાવ્યું કે 1 જાન્યુઆરી, 2001થી ફાળવાયેલા EWS, LIG અને MIG-Aના આવાસો પર બાકી હપ્તાના રકમ જમા કરાવતી વખતે બોર્ડ દ્વારા લગાવવામાં આવેલા વ્યાજ પર 100 ટકા છૂટ આપવામાં આવશે. આવી જ રીતે MIG-B અને HIGના આવાસો પર બાકી હપ્તા જમા કરાવતી વખતે બોર્ડ દ્વારા 50 ટકા સુધીની છૂટ આપવામાં આવશે.

આ પણ વાંચો, Fact Check: દિવસમાં 3 વાર હર્બલ ચા પીવાથી કોરોનાથી ઇમ્યૂન થઈ શકાય?

જનતાને મળશે આ તારીખ સુધી છૂટ

મકાનના બાકી હપ્તાને એક સાથે જમા કરાવતાં આ છૂટ 30 જૂન, 2020 સુધી આપવામાં આવશે. કમિશ્નર અરોરાએ જણાવ્યું કે સરકારના આ નિર્ણયથી ઘણી મોટી સંખ્યામાં લોકોને મોટી રાહત મળશે. 

આ પણ વાંચો, ધોનીનો નવો લૂક જોઈ પ્રશંસકોએ કહ્યું, ‘સિંહ વૃદ્ધ ભલે થયો પરંતુ શિકાર કરવાનું નથી ભૂલ્યો’
First published: May 12, 2020, 9:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading