Home /News /business /VIDEO: ગોળ રીંગણે આ ખેડૂતનું નસીબ બદલી નાખ્યું; 4 વીઘાની ખેતીમાં લાખોપતિ બની ગયો

VIDEO: ગોળ રીંગણે આ ખેડૂતનું નસીબ બદલી નાખ્યું; 4 વીઘાની ખેતીમાં લાખોપતિ બની ગયો

રાજસ્થાનના ખેડૂતની અનોખી સિદ્ધી

લગભગ 25 વર્ષથી પોતાની બાપદાદાની 4 વીઘા જમીનમાં ગોળ અને લાંબા રીંગણની ખેતી કરીને આ ખેડૂત હરિ સિંહ મીણાનું કહેવું છે કે, રીંગણની ખેતીમાં ખર્ચો ઓછો આવે છે અને પરંપરાગત ખેતીની જગ્યાએ ફાયદો પણ ડબલ થાય છે.

  • Local18
  • Last Updated :
મોહિત શર્મા/ કરૌલી: સમયની સાથે સાથે ખેડૂતો પણ પોતાની ખેતીમાં નવા નવા પ્રયોગો કરીને ન ફક્ત પોતાની અલગ ઓળખાણ ઊભી કરે છે, પણ તે પરંપરાગત ખેતીને છોડીને નવા આવિષ્કાર અપનાવી આવક વધારી રહ્યા છે. પરંપરાગત ખેતી છોડીને આ ખેતીનો આ આવિષ્કાર રાજસ્થાનના કરૌલીના એક ખેડૂતે વર્ષે લાખો રુપિયાનો નફો કમાઈ રહ્યા છે.

કરૌલીની ગ્રામ પંચાયત સનેટ ગામના એક ખેડૂતો પોતાના પિતા દ્વારા શરુ કરેલ 25 વર્ષ પહેલા રીંગણાની ખેતીથી એક અલગ ઓળખ બનાવી છે. તે આ વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બનીને ઊભર્યા છે.

આ પણ વાંચો: PHOTOS: આ છે દુનિયાના સૌથી સુંદર સંસદ ભવન, ડિઝાઈન અને સુરક્ષા જોઈ દંગ રહી જશો

રીંગણની ખેતીમાં ખર્ચો ઓછો અને આવક વધારે


લગભગ 25 વર્ષથી પોતાની બાપદાદાની 4 વીઘા જમીનમાં ગોળ અને લાંબા રીંગણની ખેતી કરીને આ ખેડૂત હરિ સિંહ મીણાનું કહેવું છે કે, રીંગણની ખેતીમાં ખર્ચો ઓછો આવે છે અને પરંપરાગત ખેતીની જગ્યાએ ફાયદો પણ ડબલ થાય છે. ખેડૂતના જણાવ્યા અનુસાર, રીંગણની ખેતીમાં મહેનત ઓછી અને ખાતર બિયારણની પણ ઓછી જરુર પડે છે. સાથે જ રીંગણની ખેતીમાં વધારે કામ પણ નથી રહેતું.
" isDesktop="true" id="1425210" >

બારેમાસ થાય છે રીંગણની ખેતી, ત્રણ પાણીમાં થઈ જાય છે તૈયાર


ખેડૂત હરિ સિંહ મીણા જણાવે છે કે, રીંગણની ખેતી 12 મહિના થતો પાક છે. જે આખું વર્ષ દરમ્યાન ઉગાડીને લાભ લઈ શકાય છે. ઘઉં-સરસવની ખેતીની જગ્યાએ રીંગણની ખેતી બે-ત્રણ પાણીએ તૈયાર થઈ જાય છે. એટલા માટે તે લગભગ 25 વર્ષથી પોતાની 4 વીઘા જમીનમાં ગોળ અને લાંબા રીંગણની ખેતી કરે છે.

આ પણ વાંચો: PHOTOS: દરિયાના પેટાળમાંથી મળ્યું 500 વર્ષ જૂનું જહાજ, કિંમતી સામાન મળી આવ્યો

લગભગ 25થી 30 રૂપિયાનો મળે છે ભાવ


ખેડૂત હરિ સિંહ મીણા જણાવે છે કે, રીંગણની ખેતીમાં કમસે કમ 25થી 30 રૂપિયા કિલોનો ભાવ મળે છે અને ક્યારેક ક્યારેક તો તેનો ભાવ મંડીમાં વધારે મળી જાય છે. એટલા માટે અમે પિતાજીના સમયથી રીંગણની ખેતી કરવા આવ્યા છીએ. ખેડૂતે જણાવ્યું કે, હાલમાં તેમણે ગોળ અને લાંબા રીંગણનો ભાવ 40 કિલો સુધી મળે છે. જેનાથી આ વર્ષે તેને રીંગણની ખેતીમાં નફો લાખો રૂપિયામાં થઈ રહ્યો છે.

4 વીઘા જમીનમાં કેટલાય લોકોને આપે છે રોજગાર


ખેડૂત હરિ સિંહ મીણાના જણાવ્યા અનુસાર, રીંગણની ખેતીમાં ન ફક્ત નફો વધારે હોય છે, પણ તેમને 4 વીઘા જમીનમાં રીંગણની ખેતી કરીને ગામની અનેક મહિલાઓને આખું વર્ષ રોજગાર પણ આપે છે.
First published:

Tags: Farmers News, Rajasthan news