Home /News /business /58 રૂપિયા બચાવો અને લાખોનું ફંડ મેળવો, ખૂબ જ કારગર છે આ ખાસ યોજના
58 રૂપિયા બચાવો અને લાખોનું ફંડ મેળવો, ખૂબ જ કારગર છે આ ખાસ યોજના
એલઆઈસીની ખાસ યોજના
દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન બધા જ આવકના વર્ગો માટે ઘણા પ્રકારની પોલિસી ઓફર કરે છે. એલઆઈસીની આધાર શિલા પોલિસીને ખાસ કરીને મધ્યમ અને નિમ્ન આવક ધરાવતી મહિનાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન બધા જ આવકના વર્ગો માટે ઘણા પ્રકારની પોલિસી ઓફર કરે છે. એલઆઈસીની આધાર શિલા પોલિસીને ખાસ કરીને મધ્યમ અને નિમ્ન આવક ધરાવતી મહિનાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ પોલિસી દ્વારા ઓછા રોકાણમાં પણ મોટુ ફંડ ભેગું કરી શકાય છે.
એલઆઈસીની અન્ય પોલિસીની રીતે આધાર શિલા પોલિસી પણ એક લાંબાગાળાની પોલિસી છે. તેની ન્યૂનતમ રકમ 7 હજાર રૂપિયા અને મહત્તમ 3 લાખ રૂપિયા છે. આ પોલિસીમાં તમે દરરોજ હિસાબથી એક મામૂલી રકમ અલગ રાખી શકો છો. આવો જાણીએ, આ પોલિસીની અન્ય ખાસ બાબતો વિશે.
આ ઈન્શ્યોરન્સ પોલિસીને વિશેષ રૂપછી નિમ્ન અને મધ્યમ આવકના વર્ગની મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પોલિસીનો સમય ન્યૂનતમ 10 વર્ષ અને વધારેમાં વધારે 20 વર્ષ છે. આ યોજનામાં 8થૂી 55 વર્ષની મહિલા રોકાણ કરી શકે છે. જ્યારે, તેની મેક્સિમમ મેચ્યોરિટીની ઉંમર 70 વર્ષ છે. આ યોજના હેઠળ સમ એશ્યોર્ડ ઓછામાં ઓછા 75 રૂપિયા અને મહત્તમ 3 લાખ રૂપિયા છે.
જો તમારી ઉંમર 20 વર્ષ છે અને દરરોજ 58 રૂપિયાના હિસાબથી આ પોલિસીમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમે વાર્ષિક 21,918 રૂપિયાનું રોકાણ કરો છો. આ રીતે 20 વર્ષ પછી તમારા રોકાણની રકમ 42,9392 રૂપિયા થઈ જશે. જ્યારે, મેચ્યોરિટીના સમયે તમને વ્યાજની સાથે 7,94,000 રૂપિયા મળશે. એટલે કે દરેક દિવસે એક નાની બચત કેટલાક વર્ષોમાં તમને લાખો રૂપિયાનું વળતર આપી શકે છે.
સુરક્ષાની સાથે બચત
એલઆઈસીની આધાર શિલા પોલિસીમાં રોકાણ પર તમને સુરક્ષાની સાથે બચતનો પણ ફાયદો મળે છે. જો પોલિસીધારકની મોત થઈ જાય તો તેના પરિવારને ઈન્શ્યોરન્સના વાર્ષિક પ્રીમિયમના સાત ગણા અને કુલ વીમા રકમના 110 ટકા વીમા કવર મળે છે. આ યોજના મહિલાઓ માટે નાની બચતથી તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સૌથી સારી પોલિસીઓમાંની એક છે. આ પ્લાનમાં તમે માસિક, ક્વાટર અને છ મહિના કે વાર્ષિક આધાર પર પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર