Home /News /business /

Monsoon 2022: વરસાદ દેશને આપશે મોંઘવારીમાંથી રાહત, એક જ ઝટકે દૂર થશે ખાદ્ય ફુગાવો, સમજો વરસાદના ફાયદાનું ગણિત

Monsoon 2022: વરસાદ દેશને આપશે મોંઘવારીમાંથી રાહત, એક જ ઝટકે દૂર થશે ખાદ્ય ફુગાવો, સમજો વરસાદના ફાયદાનું ગણિત

વરસાદ મોંઘવારી દૂર કરશે

Monsoon 2022: મોંઘવારી (Inflation) વધારવામાં સૌથી મોટી ભૂમિકા ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોએ જ ભજવી છે. ખાદ્ય ચીજવસ્તુ (Foodstuffs) ઓનો મોંઘવારી દર નીચે આવે તો આ ‘ડાયન મોંઘવારી’થી મોટી રાહત મળી શકે છે.

  Monsoon 2022:  ગરમીનો પારો જેમ-જેમ ઉંચકાઈ રહ્યો છે, તેમ તેમ દરેક ભારતીયની નજર પર આકાશ તરફ મંડાઈ રહી છે. દરેકની નજર કાળા ડિબાંગ વાદળોને શોધી રહી છે, પરંતુ મોનસૂનને કેરળના દરિયાકિનારે દસ્તક આપી દીધી છે. આ વખતે ચોમાસું ગરમીથી જ નહીં પણ મોંઘવારીમાંથી પણ રાહત આપનાર બની શકે છે. નિષ્ણાંતોના મતે પ્રી-મોન્સૂનથી ભડકે બળેલ ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો થશે અને વીજળીની કટોકટી પણ દૂર થશે.

  આજકાલ ગરમીની સાથે સૌથી વધુ સામાન્ય જનતાને સેકી રહી છે ફૂડ ઈન્ફલેશનનો દર. સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે એપ્રિલમાં છૂટક ફુગાવાનો વૃદ્ધિ દર 7.79 ટકા પર પહોંચી ગયો છે. સીપીઆઈ ઈન્ડેકસના મહત્વના ઘટક ગ્રાહક ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર માર્ચમાં 5.85 ટકાથી વધીને 7.68 ટકા થયો છે, એટલે કે મોંઘવારી વધારવામાં સૌથી મોટી ભૂમિકા ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોએ જ ભજવી છે. ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર નીચે આવે તો આ ‘ડાયન મોંઘવારી’થી મોટી રાહત મળી શકે છે.

  ચોમાસા અને મોંઘવારીને શું છે સબંધ?

  IIFL સિક્યોરિટીઝના કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાના મત અનુસાર, આપણા દેશમાં એક વર્ષમાં વપરાતા કુલ પાણીનું અંદજે 70% એકમાત્ર વરસાદના પાણીને કારણે જ મળી રહે છે. વરસાદી પાણી ભારતના અડધાથી વધુ જમીન વિસ્તારને પણ સિંચાઈ આપે છે. દેશની 50% ખેતી ચોમાસા પર નિર્ભર છે. સમગ્ર ખરીફ પાક ચોમાસાના વરસાદ પર નિર્ભર છે. જો ચોમાસાનો વરસાદ સારો હોય તો ખેડૂતો સારા મબલખ પાકની અપેક્ષા વધુ વિસ્તારમાં વાવણી કરે છે.

  જો ચોમાસા પહેલાનો વરસાદ જ સારા સંકેતો આપે તો ખેડૂતો ચોખા, સોયાબીન, કપાસ અને કઠોળની બમ્પર વાવણી શરૂ કરશે. મજબૂત પ્રી-મોનસૂનને કારણે દેશમાં ખાદ્યાન્નનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે અને ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો થશે, જેની અસર એકંદરે ફુગાવા પર પડશે. ચોમાસું કૃષિને મજબૂત બનાવે છે અને ગ્રામીણ અર્થતંત્રને પણ વેગવંતુ રાખે છે. જો ખરીફ પાક સારો રહેશે તો શાકભાજી, કઠોળ અને ખાદ્યતેલના ભાવમાં ઘટાડાની પણ અપેક્ષા રાખી શકાય છે.

  કેટલો ઘટશે મોંઘવારી દર-કેટલી થશે અસર?

  હવે તમને દેશની ખેતી પર ચોમાસાની અસર તો સમજાઈ જ ગઈ હશે ચાલો તો હવે જોઈએ કે દેશના અર્થતંત્ર પર કૃષિની શું અસર થાય છે. વાસ્તવમાં ભારતમાં 60 ટકા લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ છે, જ્યારે કુલ અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 18 ટકા છે. કૃષિ ક્ષેત્રની તાકાતનો અંદાજ આ રીતે લગાવી શકાય છે કે, કોરોના મહામારી દરમિયાન જ્યારે 2020-21માં ભારતનો વિકાસ દર શૂન્યથી ઘટીને લગભગ 7 ટકા થઈ ગયો હતો, ત્યારે એકમાત્ર કૃષિ ક્ષેત્રે 3.30 ટકાની સકારાત્મક વૃદ્ધિ નોંધાવી હતી.

  એનર્જી સંકટ કઈ રીતે દૂર થશે?

  કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે, કાળઝાળ ગરમીને કારણે વીજળીની માંગ અને વપરાશ હજુ પણ રેકોર્ડ સ્તરે છે. આ જ કારણ છે કે દેશમાં કોલસાના પુરવઠાનું સંકટ ફરી ઉભું થયું છે. સરકારના મરણિયા પ્રયાસો છતાં માંગ પ્રમાણે વીજળી પૂરી પાડી શકાતી નથી. દેશના કોર્પોરેટ, ઉદ્યોગો ધરાવતા રાજ્યો ખાસ કરીને આ વીજ સંકટનો સામનો કરી રહ્યા છે. કોલસાની સાથે જ આકરી ગરમીની અસર હાઈડ્રો પ્રોજેક્ટ પર પણ પડી રહી છે. પાણીના જથ્થામાં ઘટાડો થવાને કારણે પૂરતી વીજળી ઉત્પન્ન થઈ રહી નથી.

  જો ચોમાસામાં સારો વરસાદ પડશે તો તાપમાનમાં ઘટાડો થવા સાથે વાતાવરણ ઠંડુ રહેશે અને વીજળીની માંગ અચાનક જ ઘટી જશે. તેનાથી વીજ ઉત્પાદન પરનું દબાણ પણ ઘટશે અને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે પૂરતું પાણી પણ મળશે. આમ એક સારા ચોમાસાના વરસાદથી અર્થતંત્ર અને લોકોને સર્વાંગી લાભ મળી શકે છે.

  આ પણ વાંચોSuccess Story : આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની છત્તીસગઢની ‘દ્રૌપદી’, 6100 મહિલા ખેડૂતોને બનાવી પગભર

  આ સિવાય આજે IMAએ કરેલ આગાહીમાં પણ દેશમાં વરસાદ સીઝનના કુલ વરસાદની સરેરાશના 104% રહેવાની ધારણા છે, જે અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Business news, Business news in gujarati, Indian economy, Latest news Rain, Rain news, ભારે વરસાદ, વરસાદની આગાહી

  આગામી સમાચાર