Home /News /business /

Rainbow Children's Medicare Listing: રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરના આઈપીઓએ રોકાણકારોને કર્યાં નિરાશ, ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ

Rainbow Children's Medicare Listing: રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરના આઈપીઓએ રોકાણકારોને કર્યાં નિરાશ, ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ

પ્રતીકાત્મક તસવીર

Rainbow Children's Medicare IPO listing: રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરના શેરનું લિસ્ટિંગ અપેક્ષા પ્રમાણે જ થયું છે. કારણ કે તેનું સબ્સક્રિપ્શન સારું રહ્યું ન હતું. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ અને રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો ખૂબ ઓછો ભરાયો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. Rainbow Children's Medicare share price: મલ્ટી સ્પેશિયાલિટી તેમજ ગાયનેકોલૉજી હૉસ્પિટલ ચેન ઑપરેટર રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેર (Rainbow Children's Medicare)ના શેરનું આજે BSE અને NSE પર નબળું લિસ્ટિંગ થયું હતું. કંપનીનો શેર ઇશ્યૂ કિંમતથી 6 ટકા નીચે 506 રૂપિયા પર લિસ્ટ થયો હતો. રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરનો શેર NSE પર 502 રૂપિયા પર ખુલ્યો હતો અને NSE પર શેર 510 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જોકે, લિસ્ટિંગ બાદ પણ શેરની કિંમતમાં ઘટાડો આવ્યો હતો.

    અપેક્ષા પ્રમાણે લિસ્ટિંગ


    રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરના શેરનું લિસ્ટિંગ અપેક્ષા પ્રમાણે જ થયું છે. કારણ કે તેનું સબ્સક્રિપ્શન સારું રહ્યું ન હતું. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (NIB) અને રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો ખૂબ ઓછો ભરાયો હતો. જોકે, ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)ની ખરીદીને પગલે ઇશ્યૂને થોડું સમર્થન મળ્યું હતું. ઇશ્યૂ 27 એપ્રિના રોજ ખુલ્યો હતો અને 29મી એપ્રિલના રોજ બંધ થયો હતો.

    રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરે 1,581 કરોડ રૂપિયાનો ઇશ્યૂ બહાર પાડ્યો હતો. કંપની આઈપીઓથી મળનારી રકમમાંથી 280 કરોડ રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરશે. આ ઉપરાંત નવી હૉસ્પિટલના સેટઅપ માટે રકમ ખર્ચ કરશે. બાકીના 1300.8 કરોડ રૂપિયા શેર હોલ્ડર્સ પાસે જશે.

    લિસ્ટિંગ બાદ શેર તૂટ્યો


    સવારે 11: 23 વાગ્યે NSE પર રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરનો શેર આશરે 57 રૂપિયા ઘટીને 485 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. એટલે કે લિસ્ટિંગ બાદ કંપનીના શેરની કિંમતમાં ઘટાડો થયો છે.

    આ પણ વાંચો: આજે (10 મે) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    LICનો શેર 10% પ્રીમિયમ પર લિસ્ટ થાય તો તમને કેટલો લાભ થાય?


    એલઆઈસીનો આઈપીઓ (LIC IPO) અંતિમ દિવસ સુધી એટલે કે 9 મે સુધી ત્રણ ગણો (2.93 ગણો) ભરાયો છે. હવે રોકાણકારોની નજર બે વાત પર રહેશે. રોકાણકારો એવું જાણવા ઉત્સુક હશે કે તેમને શેર લાગે છે કે નહીં. બીજું કે 17મી તારીખે આઈપીઓનું લિસ્ટિંગ કેવું રહે છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેર બજારના નબળા સેન્ટિમેન્ટને પગલે એલઆઈસીનો આઈપીઓ વધારે પ્રીમિયમ (LIC IPO premium listing) સાથે લિસ્ટ થવાની સંભાવના નથી. જોકે, આઈપીઓનું લિસ્ટિંગ 10-15 ટકાના પ્રીમિયમ પર થશે તેવી આશા ચોક્કસ રાખી શકાય.

    આ પણ વાંચો: આજે વધુ એક આઈપીઓ ખુલ્યો

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC IPO GMP)


    આઈપીઓ વોચના જણાવ્યા પ્રમાણે ગ્રે માર્કેટમાં હાલ એલઆસીના એક શેર પર ત્રણ ટકા પ્રીમિયમ ચાલી રહ્યું છે. એટલે કે એલઆઈસીના એક શેર પર 30 રૂપિયાનું પ્રીમિયમ મળી રહ્યું છે. એ રીતે એલઆઈસીનો એક શેર અનલિસ્ટેડ માર્કેટમાં 979 (949+30) રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આઈપીઓ લોંચ થયા બાદ એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.  (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર