Home /News /business /

Grey Market Premium : આ દિગ્ગજ IPO નું કેવું ચાલી રહ્યું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ, જાણો

Grey Market Premium : આ દિગ્ગજ IPO નું કેવું ચાલી રહ્યું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ, જાણો

બિડિંગ પ્રક્રિયા 3 દિવસ એટલે કે 29 એપ્રિલ, 2022 સુધી ચાલશે (પ્રતિકાત્મક તસવીર)

Rainbow Children’s Medicare IPO - મોટાભાગના રોકાણકારો આ ક્ષણે (IPO માટે અરજી કરતા પહેલા) સ્ટોકનું ગ્રે-માર્કેટ પ્રીમિયમ જોવા માંગે છે

રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર IPO (Rainbow Children’s Medicare IPO) પર 27 એપ્રિલથી તમે તેને ખરીદવા માટે તમારી બિડ અથવા બોલી લગાવી શકો છો. બિડિંગ પ્રક્રિયા 3 દિવસ એટલે કે 29 એપ્રિલ, 2022 સુધી ચાલશે. રોકાણકારો તેના માટે અરજી કરી શકશે. મોટાભાગના રોકાણકારો આ ક્ષણે (IPO માટે અરજી કરતા પહેલા) સ્ટોકનું ગ્રે-માર્કેટ પ્રીમિયમ (Grey Market Premium)જોવા માંગે છે. તો અમે તમને જણાવી દઈએ કે માર્કેટ જોનારા લોકોનું કહેવું છે કે ગ્રે માર્કેટમાં રેઈનબોની કિંમત પર 50 રૂપિયા સુધીનું પ્રીમિયમ છે અને આ પ્રીમિયમ છેલ્લા થોડા દિવસોથી વધી રહ્યું છે.

લીવ મિન્ટના અહેવાલ મુજબ, બજારના નિષ્ણાંતોનું કહેવું છે કે રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર આઈપીઓનું આજે ગ્રે-માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ. 50 છે, જે રવિવારના રૂ. 35ના ગ્રે-માર્કેટ પ્રીમિયમ કરતાં રૂ. 15 વધુ છે. તેમણે જણાવ્યું હતું કે GMPમાં વધારાને ગ્રે-માર્કેટમાં સારા સંકેત તરીકે લઈ શકાય છે, કારણ કે છેલ્લા બે સત્રોથી સેકન્ડરી માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ હતું. તેમણે કહ્યું હતું કે જો સેકન્ડરી માર્કેટમાં ટ્રેન્ડ રિવર્સલ થાય તો ગ્રે-માર્કેટમાં રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર શેરના ભાવમાં તીવ્ર ઉછાળો આવવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર IPO GMP રૂ.53થી ઘટીને રૂ.35 પર આવી ગયો હતો. આવી સ્થિતિમાં આજના વધારાથી એવા લોકોને રાહત મળવાની આશા છે જેઓ પબ્લિક ઈશ્યુમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે.

આ પણ વાંચો - બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિલ્ડ્રન ફંડમાં રોકાણ કરવું યોગ્ય છે કે નહીં? અહીં જાણો બધું

GMPનો અર્થ શું છે?

કંપનીએ ઈશ્યુ પ્રાઇસનો ઉપલો બેન્ડ શેર દીઠ રૂ. 542 રાખ્યો છે અને રેનઈબો ચિલ્ડ્રન્સ મેડિકેર આઇપીઓ માટે આજે જીએમપી (GMP) રૂ. 50 છે એટલે કે રૂ. 50નું પ્રીમિયમ છે. ઈશ્યુ પ્રાઈસ અને પ્રીમિયમના ઉપલા બેન્ડ ઉમેરવાથી સ્ટોક કોની આસપાસ લિસ્ટ થઈ શકે છે તેનો ખ્યાલ આવશે. ઉદાહરણ દ્વારા સમજીએ તો રૂ.542 + રૂ. 50 મળીને રૂ. 592 થાય છે. જો આ પ્રીમિયમ છેલ્લે સુધી રહેશે. તો આ સ્ટોક માત્ર રૂ. 592ની આસપાસ જ લિસ્ટ થશે. એક રોકાણકાર તરીકે, તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગ્રે-માર્કેટ પ્રીમિયમ અનઓફિશ્યલ ડેટા છે અને તેને રેગ્યુલેટ કરી શકાતા નથી. એવામાં માત્ર આ પ્રીમિયમની આશાએ રોકાણ કરવું જોખમી સાબિત થઇ શકે છે. વિશેષકો કહે છે કે તમારે રોકાણ કર્યા પહેલા કંપનીના ફંડામેન્ટલ્સ તપાસવા જોઇએ.

કેવા છે રેઈનબોના ફંડામેન્ટલ્સ?

લાઇવ મિન્ટે UnlistedArena.comના સ્થાપક અભય દોશીને ટાંકીને જણાવ્યું હતું કે રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર લિ. એ ભારતની સૌથી મોટી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઈન છે, જે મુખ્યત્વે હબ-એન્ડ-સ્પોક મોડલ પર કાર્યરત છે. તે 6 શહેરોમાં કાર્યરત છે જેની કુલ બેડની ક્ષમતા 1500ની છે. ઓપરેશન્સ વિશે વાત કરીએ તો, કંપનીએ સ્થિર ટોપ અને બોટમ લાઇન નંબર પોસ્ટ કર્યા છે. જો કે, 9MFY22નું પ્રદર્શન ઘણું સારું લાગે છે.
First published:

Tags: IPO, IPO News

આગામી સમાચાર