Home /News /business /

ખુશખબર! શતાબ્દી, ગતિમાન અને તેજસ એક્સપ્રેસના ભાડામાં મળશે 25% છૂટ

ખુશખબર! શતાબ્દી, ગતિમાન અને તેજસ એક્સપ્રેસના ભાડામાં મળશે 25% છૂટ

પ્રતીકાત્મક તસવીર

કેટલાક રૂટ પર લક્ઝરી બસ કરતાં પણ ઓછું ભાડું લઈ રેલવે પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કરશે

    ખાલી પડેલી સીટોને ભરવા અને રોડ સેક્ટરથી મળી રહેલા પડકારોનો સામનો કરવા માટે ભારતીય રેલવેએ પ્રવાસી ભાડામાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ છૂટ શતાબ્દી એક્સપ્રેસ, ગતિમાન એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, ડબલ ડેકર અને ઇન્ટરસિટી એક્સપ્રેસ જેવી ટ્રેનોના એસી કોચ અને ચેરકારમાં મળશે. તે મુજબ પસંદગીનાર રૂટની ટ્રેનોના બેઝ ભાડામાં 25 ટકા સુધી છૂટ આપવામાં આવશે.

    આ આદેશ રેલવે મંત્રાલયે તમામ ઝોનલ રેલવેને સર્ક્યુલર જાહેર કરીને આપ્યો છે. હાલના સુર્ક્યુલર મુજબ ભાડામાં કેટલી છૂટ આપવામાં આવશે અને તે કયા રૂટની ટ્રેનોમાં આપવામાં આવશે તે નક્કી કરવાનું કામ ઝોનલ રેલવેના પ્રિન્સિપલ ચોફ કોમર્શિયલ મેનેજરનું હશે.

    ગાઇડલાઇન પણ જાહેર

    સાથોસાથ તેને લઈને એક ગાઇડલાઇન પણ જાહેર કરી છે અને તે મુજબ ટ્રેનો અને તેના રૂટને પસંદ કરવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં કોઈ ટ્રેનની ઓક્યૂપન્સી જો તે રૂટની ઓક્યૂપન્સીથી ઓછો હોય કે પછી કોઈ ખાસ બે સ્ટેશનોની વચ્ચે ઓછી હોય તો તેના આધારે ભાડામાં છૂટ આપવામાં આવશે. ઉદાહરણ તરીકે દિલ્હી-લખનઉ શતાબ્દીમાં કાનપુરથી લખનઉની વચ્ચે ઘણી બધી સીટો ખાલી જાય છે. એવામાં રેલવે તે સેક્શનમાં પ્રવાસી ભાડામાં છૂટ આપશે.

    આ પણ વાંચો, દરરોજ ફક્ત 50 રુપિયા બચાવીને મેળવી શકો છો 10 લાખ રુપિયા, આ છે સરળ રીત

    બસ કરતાં પણ ઓછું હશે ભાડું

    દિલ્હીથી અજમેરની વચ્ચે દોડતી અજમેર શતાબ્દીમાં જયપુરથી અજમેરની વચ્ચે સીટો ખાલી રહે છે. તેનું મોટું કારણ જયપુરથી અજમેરની વચ્ચે પ્રવાસીઓની પહેલી પસંદ લક્ઝરી બસ છે. એવામાં રેલવે તે રૂટ પર બસોથી ઓછું ભાડું ઓફર કરી પ્રવાસીઓને પોતાની તરફ ખેંચવાના પ્રયાસમાં લાગી છે.

    આ પણ વાંચો, ITR E Filing: પાસવર્ડ ભૂલી ગયા છો તો આ બે રીતે કરો રિકવર

    હાલમાં દેશમાં વધી રહેલા એક્સપ્રેસ-વેના નેટવર્ક અને રસ્તાઓ પર દોડતી આધુનિક આરામદાયક બસો રેલવે માટે મોટો પડકાર બની ગઈ છે. બીજી તરફ, રેલવેની પ્રિમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ફેરના કારણે તેના ભાડામાં ભારે વધારો થઈ જાય છે. એવામાં પ્રવાસીઓ માટે અનેક રૂટ પર રોડ મુસાફરી કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને ધૂમ્મસના દિવસોમાં ટ્રેનો કલાકો મોડી પડતી હોય છે જેના કારણે રેલવેથી પ્રવાસીઓ દૂર થઈ રહ્યા છે. એવામાં ભારતીય રેલવે મુસાફરીને આકર્ષવા માટે છૂટનો સહારો લઈ રહી છે.

    આ પણ વાંચો, ટેક્સ મામલાને લઇને 1 સપ્ટેમ્બરથી સરકાર શરુ કરી રહી છે આ સ્કીમ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Gatiman express, Indian railways, Lucknow, Shatabdi Express, Tejas express, જયપુર, દિલ્હી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन