Home /News /business /ટ્રેનનો પેટ્રોલ પંપ ક્યાં હોય છે, કેવી રીતે એન્જિનમાં ડીઝલ ભરવામાં આવે છે, કેટલી માઇલેજ આપે છે? જાણો તમામ માહિતી

ટ્રેનનો પેટ્રોલ પંપ ક્યાં હોય છે, કેવી રીતે એન્જિનમાં ડીઝલ ભરવામાં આવે છે, કેટલી માઇલેજ આપે છે? જાણો તમામ માહિતી

ફાઇલ તસવીર

Railway Knowledge: ભારતમાં હજુ સુધી તમામ રેલવે લાઇન ઇલેક્ટ્રિસિટીથી ચાલતી નથી. તેથી ઘણી લાઇન પર હજુ પણ ડીઝલ એન્જિન દોડે છે. આ એન્જિનની ડીઝલ ટેન્ક 5થી 6 હજાર લીટરની હોય છે.

નવી દિલ્હીઃ દેશમાં રેલવે લાઇનને ઇલેક્ટ્રિક કરવાનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. પરંતુ હજુ ઘણી એવી રેલવે લાઇન છે જ્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચી નથી અને ડીઝલ એન્જિન દોડી રહ્યા છે. શું તમે જાણો છો કે ટ્રેન ચલાવવા માટે એન્જિનમાં ડીઝલ ક્યાં ભરવામાં આવે છે. આ ટ્રેનોનો પેટ્રોલપંપ ક્યાં હોય છે. આ ટ્રેનોમાં ઇંધણ ભરવા માટે વિશેષ પેટ્રોલ પંપ કે યાર્ડમાં લઈ જવાની જરૂર પડતી નથી. સ્ટેશન પર જ આ કામ પૂરું થઈ જાય છે.

હકીકતમાં સ્ટેશન પર જ એન્જિનમાં ડીઝલ ભરવા માટે પાઇપલાઇન લગાવેલી હોય છે. આ પાઇપ ટ્રેકની બાજુમાં જ હોય છે. જેથી ગાડી ઊભી રહે ત્યારે આરામથી ડીઝલ ભરી શકાય. પંપને છુપાવવા માટે એક સ્ટીલનું બોક્સ બનાવેલું હોય છે. રેલવે વિભાગના કર્મચારી પાસે તેની ચાવી હોય છે. બોક્સ ખોલ્યા બાદ પંપ ચાલુ કરવા માટે વિશેષ ઓજાર વાપરવામાં આવે છે અને તે જે-તે જવાબદાર કર્મચારી પાસે હોય છે. એન્જિનમાં પાઇપ લગાવીને સામાન્ય વાહનમાં જે રીતે ડીઝલ ભરતા હોય તેવી રીતે જ એન્જિનમાં ડીઝલ ભરવામાં આવે છે. ડીઝલની ટાંકીની બાજુમાં એક મીટર લાગેલું હોય છે અને તેમાં જોઈ શકાય છે કે કેટલું ડીઝલ ભરાયું છે.

આ પણ વાંચોઃ આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કેવી રીતે પૃથ્વીનો અંત થશે? સૌથી પહેલા શું ખતમ થશે

ક્યાં ડીઝલ ભરવામાં આવે છે?


કોઈપણ ટ્રેનની શરૂઆત જ્યાંથી થાય ત્યાં એકવાર તેની ટેન્ક ભરવામાં આવે છે. નાની યાત્રા માટે એક જ વાર ટેન્ક ભરવાની જરૂર પડે છે. જો કે, ટ્રેન ખૂબ જ લાંબા સફર પર જતી હોય ત્યારે એન્જિનમાં સ્ટેશન પર ડીઝલ ભરવામાં આવે છે. મોટેભાગે દિલ્હીથી બહાર જતી દરેક ગાડીમાં પંડિત દિન દયાળ ઉપાધ્યાય જંક્શનમાં બીજીવાર ડીઝલ ભરવામાં આવે છે. ટ્રેનના એન્જિનમાં ડીઝલ ભરવાની ક્ષમતા 5થી 6 લીટર હોય છે. જો ડીઝલ 1500 લીટરથી નીચે જાય તો નજીકના સ્ટેશન પર તેને રિફિલ કરવામાં આવે છે.


ડીઝલ એન્જિન કેટલું માઇલેજ આપે છે?


અલગ-અલગ ટ્રેન પ્રમાણે તેની માઇલેજ બદલાય છે. એન્જિન એક લીટરમાં કેટલું દોડશે તે ટ્રેન પર નિર્ભર કરે છે. 12 તે 24 કોચવાળી પેસેન્જર ટ્રેનનું ઇંધણ 6 લીટરમાં માત્ર એક કિલોમીટર ચાલી શકે છે. જ્યારે, 12 કોચવાળી એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન 4.5 લીટરમાં જ 1 કિલોમીટર ચાલી શકે છે. કારણ કે, એક્સપ્રેસસ ટ્રેનમાં વારંવાર બ્રેક નથી લગાવવી પડતી તેથી ઓછું ડીઝલ વપરાય છે.
First published:

Tags: Business, Indian railways, Local Train, Trains