Home /News /business /રેલવેમાં કરોડોનું કૌભાંડ! કોન્ટ્રાક્ટરો પાણીની બોટલના 5 રૂપિયા વધુ ઉઘરાવતા રેલ્વેએ ફટકાર્યો 1 લાખનો દંડ

રેલવેમાં કરોડોનું કૌભાંડ! કોન્ટ્રાક્ટરો પાણીની બોટલના 5 રૂપિયા વધુ ઉઘરાવતા રેલ્વેએ ફટકાર્યો 1 લાખનો દંડ

રેલવેમાં કરોડોનું કૌભાંડ!

ચંદીગઢ-લખનૌ ટ્રેન (12232) માં ગુરુવારે ચંદીગઢથી શાહજહાંપુર જઈ રહેલા શિવમ ભટ્ટ નામના મુસાફરે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો હતો કે, પેક કરેલી પાણીની બોટલને 20 રૂપિયામાં વેચવામાં આવી હતી જ્યારે MRP 15 રૂપિયા છે.

નવી દિલ્હી: રેલવે સ્ટેશન પર વેચાતી વસ્તુઓની કિંમત અને ગુણવત્તા બાબતે અનેક ફરિયાદો થતી હોય છે. આવી ફરિયાદો બાદ રેલવે તંત્ર પગલાં લેતું હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે. રેલ્વે (Indian Railways)ના અંબાલા ડિવિઝન (Ambala Division) ખાતે કેટરિંગ કોન્ટ્રાક્ટરને પેક્ડ પાણીની બોટલ માટે એમઆરપી કરતા 5 રૂપિયા વધુ વસૂલવા બદલ એક લાખ રૂપિયાનો દંડ (IRCTC contractor Rs 1 lakh for charging Rs 5 extra for water bottle) કરાયો છે. રેલવેએ એક દિવસ પહેલા જ ટ્રેનના મુસાફરે કરેલી ફરિયાદ (complaint by a train passenger)ના આધારે આ દંડ ફટકાર્યો હતો.

ઓન બોર્ડ વેન્ડર્સ પર રહેવું પડે છે નિર્ભર

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, અંબાલા રેલવે ડિવિઝનની વાણિજ્યિક શાખાએ ઉત્તર પ્રદેશના ગોંડાના મેસર્સ ચંદ્ર મૌલી મિશ્રાને ટ્રેન નંબર 12231/32 (લખનઉ-ચંદીગઢ-લખનઉ) માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ના લાઇસન્સ પ્રાપ્ત કોન્ટ્રાક્ટરને આ દંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેનમાં પેન્ટ્રી કાર નથી અને તેને આઇઆરસીટીસી દ્વારા અધિકૃત ઓન બોર્ડ વેન્ડર્સ પર નિર્ભર રહેવું પડે છે. મિશ્રાને આઈઆરસીટીસી દ્વારા આ વર્ષે 1 ડિસેમ્બરે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: શું તમારૂં રિઝર્વેશન કોન્ફર્મ નથી થતું, તો રેલવેની પ્લેટફોર્મ ટિકિટ લઈને કરી શકો છો મુસાફરી

રૂ.15ની પાણીની બોટલના વસૂલ્યા રૂ.20

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, 12232 (ચંદીગઢ-લખનઉ) ટ્રેનમાં ચંડીગઢથી શાહજહાંપુર જઈ રહેલા શિવમ ભટ્ટ નામના મુસાફરે ગુરુવારે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો હતો કે પાણીની બોટલ પર લગાવેલા લેબલ પર 15 રૂપિયાની એમઆરપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં, પેક કરેલી પાણીની બોટલ દિનેશ નામના વ્યક્તિએ તેને 20 રૂપિયામાં વેચી હતી.

મેનેજરની કરવામાં આવી ધરપકડ

શિવમની ફરિયાદ બાદ દિનેશના મેનેજર રવિ કુમારની લખનઉમાં રેલવે એક્ટની કલમ 144 (1) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. વાણિજ્યિક શાખાએ ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) મનદીપસિંહ ભાટિયાને પણ તેમના પર દંડ લાદવાની ભલામણ કરી હતી. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર હરિ મોહને જણાવ્યું હતું કે, RCTCના રિજનલ મેનેજર (આરએમ)ને અંબાલામાં સમન્સ પાઠવવામાં આવેલા કેસ અંગે જાણ કરવામાં આવી છે. ટ્રેન-સાઇડ વેન્ડિંગ અને ઓવરચાર્જિંગ ફરિયાદોમાં કેવી રીતે સુધારો કરવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Success Story : રેલવે સ્ટેશન પર રાત કાઢનાર વ્યક્તિ બન્યો 35 હજાર કરોડની કંપનીનો માલિક, માત્ર દસમું પાસ

કોન્ટ્રાક્ટરને રૂ.1 લાખનો દંડ

ડીઆરએમ ભાટિયાએ એચટીને જણાવ્યું હતું કે, લાઇસન્સના દસ્તાવેજોની તપાસ કર્યા બાદ કોન્ટ્રાક્ટરને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને આઇઆરસીટીસીના આરએમને આ અંગે જાણ કરવામાં આવી હતી.
First published:

Tags: Drinking water, Indian railways, Railways

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો