રેલવે ટિકિટ બૂક કર્યા બાદ પણ બદલી શકો છે યાત્રાની તારીખ, આ છે નિયમ

News18 Gujarati
Updated: September 3, 2019, 12:42 PM IST
રેલવે ટિકિટ બૂક કર્યા બાદ પણ બદલી શકો છે યાત્રાની તારીખ, આ છે નિયમ
તમે ટિકિટની તારીખને રદ કર્યા વિના બદલી શકો છો.

ભારતીય રેલવે (Indian Railways) મુસાફરોને વિશેષ સેવાઓ પ્રદાન કરે છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે ફ્લાઇટની ટિકિટની જેમ ટ્રેનની ટિકિટમાં તારીખ બદલી શકો છો? તો આ ટિકિટ રદ કર્યા વગર, તમે તેની તારીખ બદલી શકો છો.

  • Share this:
ભારતીય રેલવે (Indian Railways) મુસાફરોને વિશેષ સેવાઓ પ્રદાન કરે છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે ફ્લાઇટની ટિકિટની જેમ ટ્રેનની ટિકિટમાં તારીખ બદલી શકો છો? તમે જયપુર જવા માટે 31 ઓક્ટોબરની ટિકિટ બૂક કરાવી છે. પરંતુ કેટલાક કારણોસર તમે તે દિવસે જવામાં અસમર્થ છો, તો પછી તમે આ ટિકિટની તારીખ પહેલાં અથવા પછી મેળવી શકો છો. આવી સ્થિતિમાં તમે મુસાફરીની તારીખ 26 ઓગસ્ટ કરી શકો છો અને 10 નવેમ્બર પણ કરી શકો છો. આનો અર્થ એ છે કે તમે ટિકિટની તારીખને રદ કર્યા વિના બદલી શકો છો. ચાલો જાણીએ કે તારીખ બદલવાનો નિયમ શું છે.

જો આવું થાય તો ઉઠાવી શકો છો આ લાભ

ભારતીય રેલવે તેના તમામ મુસાફરોની ટિકિટ બૂક કરાવ્યા પછી પણ મુસાફરીની તારીખ બદલવાની સુવિધા આપે છે. આ વિશેની માહિતી રેલવે પોર્ટલ indianrailways.gov.in પર પણ ઉપલબ્ધ છે. આ સુવિધા બૂક કરાવેલ કન્ફોર્મ, આરએસી અને વેઇટિંગ ટિકિટ પર મેળવી શકાય છે. જો કે, આ સુવિધા ફક્ત ઓફલાઇન બૂક કરાવેલી ટિકિટ પર છે. આવી સ્થિતિમાં જો તમે ભારતીય રલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ટિકિટ બૂક કર્યા પછી મુસાફરીની તારીખમાં ફેરફાર કરવા માંગતા હો, તો તે શક્ય નહીં બને.ટ્રેનને નીકળવાના 2 દિવસ પહેલાં આ કામ કરવું જરૂરી

સ્ટેશનથી બૂક કરાવેલ ટિકિટમાં મુસાફરીની તારીખ ફક્ત એક જ વાર બદલી શકાય છે. ટિકિટ બૂક કરાવ્યા પછી મુસાફરીની તારીખ મુલતવી રાખવા માટે મુસાફરે ટિકિટ રેલવે રિઝર્વેશન ઓફિસમાં સોંપવી પડશે. આ કામ તમે તમારી ટ્રેન બે દિવસ પહેલાં કરવું જોઈએ.આ પણ વાંચો: IRCTCથી ટ્રેન ટિકિટ બૂક કરાવવી પડશે મોંઘી, ભરવો પડશે ચાર્જટિકિટ વધુ સ્ટેશનો સુધી લંબાવી શકાશે

આટલું જ નહીં નિયુક્ત સ્ટેશનની ટિકિટ લીધા પછી પણ આ પ્રવાસને વધુ સ્ટેશનો સુધી લંબાવી શકાય છે. ઉદાહરણ તરીકે એક મુસાફર જયપુરથી દિલ્હી આવી રહ્યો છે. તે જે ટ્રેનમાં છે, તે બનારસ અથવા કાનપુર પણ જાય છે. આવી સ્થિતિમાં તે દિલ્હીની ટિકિટ હોવા છતાં પણ આગળ વધી શકે છે. આ માટે મુસાફરે સ્ટેશને પહોંચતા પહેલા અથવા ટિકિટ બૂક કર્યા પછી ટિકિટ ચેકિંગ સ્ટાફનો સંપર્ક કરવો પડશે.
First published: September 3, 2019, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading