Home /News /business /

રેલવે પ્લેટફોર્મ પર પાટા ઓળંગતા પકડાશો તો થશે સજા

રેલવે પ્લેટફોર્મ પર પાટા ઓળંગતા પકડાશો તો થશે સજા

તમે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પસાર જવા માટે રેલેવે ટ્રેક પરથી જવાનો પ્રયાસ કરો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે.

તમે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પસાર જવા માટે રેલેવે ટ્રેક પરથી જવાનો પ્રયાસ કરો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે.

    તમે રેલવેના અનેક નિયમો વિશે જાણતા નથી. અમે તમને એવા કોઈ એક નિયમો વિશે જણાવી રહ્યા છીએ કે જેમાં તમારે દંડનો બોજો સહન કરવો પડશે. તમે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે રેલેવે પાટા પરથી જવાનો પ્રયાસ કરો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે. આ કામ જણાવવું જોખમ છે, અને જો તમને તેના વિશે ખબર ન હોય તો તમારે જેલમાં જવું પડી શકે છે.

    શરુ છે અભિયાન

    રેલવે સતત ઘટાનાથી બચાવવા માટે પ્રયાસ કરી રહી છે. દેશભરમાં મોટા પાયે રોડ અન્ડર બ્રિજ બાંધવામાં આવી રહ્યાં છે જેથી લોકોને ટ્રેકને પાર કરવાની જરૂર ન પડે. તો બીજી બાજુ જે લોકો ટ્રેકને પસાર કરે છે તે દેશભરમાં મોટા પ્રમાણમાં પકડાઇ જાય છે.



    આ પણ વાંચો: 50 હજાર રુપિયાથી વધારે કેશ ટ્રાન્ઝેકશન પર બદલાયો નિયમ

     ગેરકાયદે છે ક્રોસિંગ

    રેલ ટ્રેક પસાર કરવો એ કાયદાકીય રીતે ગુનો છે. રેલવે અધિનિયમની કલમ 147 હેઠળ, રેલવેના ટ્રેકને પસાર કરવાના ગુનામાં વ્યક્તિને પકડવામાં આવે છે. આ કરવાથી વ્યક્તિને 6 મહિના સુધીની સજા થઈ શકે છે અને 1000 રૂપિયા સુધીનો દંડ પણ થઇ શકે છે.

    દેશભરમાં રેલવેમાં થનારી ઘટનામાં ટ્રેક પસાર કરતા થયેલા લોકોના મૃત્યુ થયા છે. એટલા માટે રેલવે તરફથી દેશભરમાં મોટાપાયે જાગૃતતા અભિયાન ચલાવીને લોકોને ટ્રેક પસાર ન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Business news, GSRTC, Passengers, ટ્રેન, રેલવે, સજા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन