Central Railway Paramedical Recruitment 2020: કેન્દ્રીય રેલવે પેરામેડીકલ ભરતી 2020 (central railway paramedical recruitment 2020) માટે અરજીની પ્રક્રિયા 2 સપ્ટેમ્બર 2020ના રોજ સમાપ્ત થઈ રહી છે. અપેક્ષિત યોગ્યતા ધરાવાતા તમામ ઈચ્છુક ઉમેદવાર ગ્રુપ સીમાં પેરામેડિકલ સ્ટાફના પદ પર ભરતી માટે અરજી કરી શકે છે, જેમાં ભુસાવળ ડિવિઝનમાં સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેક્નીશિયન અને એક્સ-રે ટેક્નીશિયનનો સમાવેશ થાય છે. જે ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવશે તેમને નિયત સમય પર 4 સપ્ટેમ્બર 2020ના રોજ વોટ્સએપ અને સ્કાઇપ વીડીયોના માધ્યમથી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવું પડશે. પદો માટે યોગ્યતા, અનુભવ વગેરે વિશે અહીં જાણો...
મહત્વપૂર્ણ તારીખઃ અરજી કરવાની છેલ્લી તારીખ- 2 સપ્ટેમ્બર 2020
Central Railway Paramedical Recruitment 2020: પદોની વિગત
સ્ટાફ નર્સ– 26
ફાર્માસિસ્ટ- 3
લેબ ટેક્નીશિયન- 10
એક્સ-રે ટેક્નીશિયન- 9
આ પણ વાંચો, હવે મળશે ‘મોદી ઈડલી’, તમિલનાડુના સેલમમાં ખાઈ શકશો 10 રૂપિયામાં 4 નંગ
આ પણ વાંચો, India-China Faceoff: ચીની સેનાને પાછળ ધકેલી ભારતીય સૈનિકોએ કર્યો મહત્ત્વની પોસ્ટ પર કબજો- રિપોર્ટ
Central Railway Recruitment 2020: આવી રીતે કરો અરજી
ઈચ્છુક ઉમેદવાર 2 સપ્ટેમ્બર 2020 સુધી કે તેના પહેલા ઈમેલ આઈડી persbrbsl@gmail.com પર અરજી મોકલી પદો પર અરજી કરી શકે છે. નિયત તારીખ બાદ મળેલી અરજીઓ પર વિચાર નહીં કરવામાં આવે. યોગ્ય ઉમેદવારોને વોટ્સએપ/સ્કાઇપ કૉલ પર ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે.
Published by:Mrunal Bhojak
First published:September 01, 2020, 15:18 pm