Good News: તમારી કન્ફોર્મ ટિકીટ પર અન્ય વ્યક્તિ કરી શકશે રેલવેમાં મુસાફરી, જાણો કેવી રીતે

ભારતીય રેલવેએ કન્ફર્મ ટિકિટ બીજા કોઈના નામે ટ્રાન્સફર કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે.

ભારતીય રેલવે (Indian Railways)ના બદલાયેલા નિયમો અનુસાર, તમે તમારી કન્ફોર્મ ટિકીટ તમારા પરિવારના અન્ય કોઈ પણ વ્યક્તિના નામે ટ્રાન્સફર Ticket Transfer Rules) કરી શકો છો.

  • Share this:
    નવી દિલ્લી: ભારતીય રેલવે (Indian Railways)ના બદલાયેલા નિયમો અનુસાર, તમે તમારી કન્ફોર્મ ટિકીટ તમારા પરિવારના અન્ય કોઈ પણ વ્યક્તિના નામે ટ્રાન્સફર (Ticket Transfer Rules) કરી શકો છો. જેના માટે રેલવે દ્વારા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ નિયમમાં બદલાવ થયા પહેલા કન્ફોર્મ ટિકીટ પર કોઈ અન્ય રેલ્વે મુસાફર યાત્રા કરતો જોવા મળતો હતો, જેને કાયદાકીય રીતે ગુન્હો (Punishable Offence)માનવામાં આવે છે. સરળ શબ્દોમાં સમજીએ તો તમારી કન્ફર્મ ટિકીટ બુક કરાવો છો અને કોઈ કારણોસર તમે યાત્રા કરી શકતા નથી તો તમારે કન્ફોર્મ ટિકીટ કેન્સલ કરાવવી પડે છે.

    સ્ટેશન માસ્તરને આપવી પડશે એપ્લીકેશન

    ઘણી વખત ટિકીટ રદ થવા પર રેલવે મુસાફરોને આર્થિક નુકસાન થયું હતું. રેલવેએ આ નિયમ બદલ્યો છે. ભારતીય રેલવેએ મુસાફરોને કન્ફોર્મ ટિકિટ પર વિશેષ સુવિધા આપી છે. આ અંતર્ગત જે લોકો કન્ફર્મ ટિકિટ પર મુસાફરી કરવા નથી માંગતા તેઓ તેમના પરિવારમાં કોઈના નામે ટિકિટ ટ્રાન્સફર કરી શકે છે. ટિકિટ ટ્રાન્સફર કરવા માટે, તમારે સ્ટેશન માસ્ટરને અરજી આપવી પડશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ, તમે તમારી કન્ફર્મ ટિકિટ તમારા પરિવારમાં કોઈપણને ટ્રાન્સફર કરી શકો છો.

    આ પણ વાંચો: અડધાથી ઓછી કિંમત પર ખરીદો Mahindraની સ્કોર્પિયો, XUV500 અને TUV300, જાણો તમામ વિગત

    કોના કોના નામે કરી શકો છો ટ્રાન્સફર

    રેલ મુસાફરો તેમની કન્ફર્મ ટિકિટ માત્ર તેમના માતા -પિતા, ભાઈ -બહેન, દીકરા -દીકરીઓ, પતિ -પત્નીના નામે ટ્રાન્સફર કરી શકે છે. બદલાયેલા નિયમ મુજબ, તમે તમારી કન્ફર્મ ટિકિટ મિત્રના નામે ટ્રાન્સફર કરી શકતા નથી. જ્યારે લગ્નમાં કે પાર્ટીમાં જતા લોકો સામે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે લગ્ન અને પાર્ટીના આયોજકે 48 કલાક અગાઉથી જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના હોય છે. રેલવે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈને ટિકિટ ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ કરવા ઉપરાંત, તમે આ પ્રક્રિયા ઓનલાઇન પણ પૂર્ણ કરી શકો છો.
    Published by:kuldipsinh barot
    First published: