રેલવેની મોટી ગિફ્ટ! હવે ટ્રેનના જનરલ કૉચમાં પણ રિઝર્વ સીટ મળશે, જાણો બુકિંગની પ્રોસેસ

News18 Gujarati
Updated: December 3, 2019, 10:23 AM IST
રેલવેની મોટી ગિફ્ટ! હવે ટ્રેનના જનરલ કૉચમાં પણ રિઝર્વ સીટ મળશે, જાણો બુકિંગની પ્રોસેસ
જનરલ કૉચમાં પણ પ્રવાસ કરનારાઓને મળશે કન્ફર્મ ટિકિટ (પ્રતીકાત્મક તસવીર)

જનરલ કોચના પ્રવાસીને સીટ નંબર સાથેની વિગતો વોટ્સએપ પર મોકલવામાં આવશે, ધક્કામુક્કીથી કાયમી છુટકારો મળશે

  • Share this:
નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railways) એ મુસાફરોની સુવિધા માટે મોટા પગલાં ઉઠાવ્યા છે. રેલવે હવે જનરલ ડબ્બા (General Coach)માં પણ પ્રવાસ કરનારા પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ (Railway Confirm Ticket) આપશે. રેલવેની આ નવી શરૂઆત હેઠળ તમારી સીટનો નંબર આપના ફોટાની સાથે આપના વોટ્સએપ (Whatsapp) પર આવી જશે. તેનાથી પ્લેટફોર્મ પર લાંબી લાઇનોના ઝંઝટમાંથી છુટકારો મળવાની સાથે જ સીટને લઈ ગડબડ થવાની શક્યતા પણ ઘટી જશે.

આ યોજનાની શરૂઆત પૂર્વ-મધ્ય રેલવેના દાનાપુર મંડળે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પૂરબ (PURB) એટલે કે પાસ ફૉર અનરિઝવર્ડ બોર્ડ નામની એક યોજના શરૂ કરી છે. બીજી તરફ, રેલવે હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવા પર કામ કરી રહી છે. આ યોજના હેઠળ જનરલ ડબ્બાઓમાં અનરિઝલ્ડ સીટો (Unreserved Seats) ઉપર પણ આપને કન્ફર્મ સીટ (Confirm Seat) મળી શકશે. અનરિઝલ્ડ ટિકિટ આપતી સમયે જ પ્રવાસીઓને બોડિંગ પાસ આપવામાં આવી રહ્યા છે.

આવી રીતે મળશે સીટ

આ ટિકિટને મેળવવા માટે જ્યારે તમે ટ્રેન માટે રેલવે કાઉન્ટર (Railway Ticket Counter)થી ટિકિટ લેશે તો તેની સાથે જ એક પૂરબ (PURB)નું કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. અહીં ઓળખ પત્ર (Identity Card) આપીને આપનો ફોટો ખેંચી લેવામાં આવશે. ત્યારબાદ આપના વોટ્સએપ નંબર પર ડિજિટલ ટિકિટ (Digital Ticket) મોકલવામાં આવશે, જેમાં આપની તસવીર લાગેલી હશે.

આ પણ વાંચો,

રૉયલ એનફીલ્ડ લાવી રહ્યું છે નવું બાઇક, પેટ્રોલ-માઇલેજના ટેન્શનથી મુક્તિ!ખુશખબર! આગામી વર્ષે ભારતીયોને આટલો બધો પગાર વધારો મળશે
First published: December 3, 2019, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading