Home /News /business /કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી એવી જાહેરાત કે, ચીન સહિત આ 4 દેશોના પાયા હચમચી ગયા

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી એવી જાહેરાત કે, ચીન સહિત આ 4 દેશોના પાયા હચમચી ગયા

કેન્દ્રીય મંત્રીએ કરી મોટી જાહેરાત

કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, ભારતે ગ્લોબલ સેમીકન્ડક્ટર માર્કેટમાં મોટું સપ્લાયર બનવાની યોજના બનાવી છે. તેમણે કહ્યુ કે, કેન્દ્ર સરકારે તેના માટે 10 અબજ ડોલરનું રોકાણ કર્યુ છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, ભારતે ગ્લોબલ સેમીકન્ડક્ટર માર્કેટમાં મોટું સપ્લાયર બનવાની યોજના બનાવી છે. તેમણે કહ્યુ કે, કેન્દ્ર સરકારે તેના માટે 10 અબજ ડોલરનું રોકાણ કર્યુ છે. વર્લ્ડ ઈકોનોમક ફોરમ 2023ની વાર્ષિક બેઠકમાં ‘સેમીકન્ડક્ટર સપ્લાયમાં ઝડકો સે સબક’ પર આયોજિત સત્રમાં મંત્રીએ કહ્યુ કે, સેમીકન્ડક્ટરની માંગવાળું બજાર ખૂબ જ મોટું છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રતિભા અને ટેકનોલોજીને જોતા ભારતમાં ઘણી સંભાવનાઓ છે.

  રેલ મંત્રીએ કહી આ વાત


  તેમણે કહ્યુ કે, મોટી સંખ્યામાં પ્રતિભાઓ તૈયાર કરી રહેલું યૂનિવર્સિટી સિસ્ટમ અમારી ઘણી મદદ કરી રહ્યુ છે, કારણ કે, અમે પ્રતિભાને સાચી દિશામાં આગળ વધારવા અમે ઘણી યૂનિવર્સિટીઓ સાથે જોડાણ કર્યુ છે. સરકારની પોતાની રોકાણ યોજનાઓ વિશે પૂછવા પર તેમણે કહ્યું કે, સરકાર આમાં 10 અબજ ડોલર લગાવી રહી છે અને એક લાંબી કરયોજના પણ તૈયાર કરવામાં આવી છે.

  આ પણ વાંચોઃ બજાર સપાટ ઓપન થયું, આ શેર્સમાં ભારે મૂવમેન્ટ દેખાઈ શકે

  તેમણે આગળ કહ્યુ કે, ‘અમે ભારતામાં નવી જરૂરિયાતોનું મિશ્રણ કરીને દુનિયાભરના મહત્વના સેમીકન્ડક્ટર સપ્લાયર બનવામાં ઘણી સંભાવનાઓ જોઈ છે. (ઈલેક્ટ્રિક વાહનો અને અન્ય હાઈ એડવાન્સ ટેકનોલોજીમાં પણ તેનો ઉપયોગ થાય છે.) અમને વિશ્વાસ છે કે, માંગ ઘણી ઊંચી રહેવાની છે.’ તેમણે આગળ કહ્યુ કે,‘વૃદ્ધિ દરમાં ભારે તેજી આવવાની શક્યતાની વચ્ચે આ બિઝનેસ આગામી છ-સાત વર્ષમાં બમણો થઈને 1,000 અબજ ડોલરનો થવાનો છે.’ વૈષ્ણવે તે પણ કહ્યુ કે, સરકાર પર્યાવરણ પર પણ વિચારી રહી છે અને તે સુનિશ્ચિત કરશે કે, નવા કારખાનામાં ગ્રીન એનર્જી સપ્લાય થાય. જાણકારી અનુસાર, ભારત હાલ સેમીકન્ડક્ટર્સની જરૂરિયાતોને પૂરી કરવા માટે દુનિયાના વિવિધ દેશો પર નિર્ભર છે, ચીન, તાઈવાન, વિયતનામ અને કોરિયા તે મુખ્ય દેશો છે. જે ભારતને સેમીકન્ડક્ટર સપ્લાય કરે છે.

  આ પણ વાંચોઃ 5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશે


  શું છે સેમીકન્ડક્ટર


  વાસ્તવમાં, તે સિલિકોનથી બનેલી એક નાની ચિપ હોય છે. આ ફિટનેસ બેન્ડ, લેપટોપ, વાહનો, ટેબલેટ, ઘરેલૂ અપ્લાએસેજ સુધી ઉપયોગ થાય છે. સેમીકન્ડક્ટરની મહત્વતાનો અંદાજો આ વાત પરથી જ લગાવી શકાય છે કે, જ્યારે કોરોના તેની ઊંચાઈ પર હતો, ત્યારે તેની ધીમી સપ્લાયના કારણે દુનિયાની 169 ઈન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે. નામી કંપનીઓને અબજો ડોલર્સનું નુકસાન વેઠવું પડ્યું. તેને ન્યૂ ઓઈલ પણ કહે છે. માઈક્રોચિપ્સ કે સેમીકન્ડક્ટર્સમાં ઉપયોગ થનારું ધાતુ પેલેડિયમનો સૌથી મોટો સપ્લાયર રશિયા છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Big announcement, Business news in gujarati, China India

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन