નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railways) પ્રવાસીઓ માટે સારી સુવિધાઓ આપવા માટે ટ્રેનમાં મળનારા ભોજનમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. રેલવે ટૂંક સમયમાં નવી કેટરિંગ પોલિસી (New catering policy) લાવવા જઈ રહી છે. આ પોલિસી અંતર્ગત ટ્રેનમાં ક્લાસના હિસાબથી અલગ-અલગ ખાવાનું મળશે. નવી કેટરિંગ પોલિસીમાં કોમ્બો મીલ્સને પણ સામેલ કરવામાં આવશે. તેની સાથે જ ભોજનનો લઘુત્તમ દર 40 રૂપિયાથી લઈને મહત્તમ 250 રૂપિયા સુધી નક્કી કરવાની તૈયારી ચાલી રહી છે.
40-50 રૂપિયામાં મળશે આવું ભોજન માણી શકશો
રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે જણાવ્યું કે, રેલવે આ દિશામાં એક પોલિસી બનાવી રહી છે. આ પોલિસીને વહેલી તકે લાગુ કરવામાં આવશે. આ પોલિસી હેઠળ જો કોઈ પ્રવાસની 40-50 રૂપિયાનો ભોજન ખાવું છે તો તેમને પૂરી-શાક, છોલે-ભટૂરે, રાજમા-ભાત કે કઢી-ભાતનો વિકલ્પ આપવામાં આવશે.
200-250 રૂપિયા સુધીની થાળી
બીજી તરફ, પ્રવાસીઓ આખી થાળી કે ભોજનમાં વેરાઇટી ઈચ્છતા હશે તો તેમના માટે 200-250 રૂપિયા ખર્ચવા પડશે. બંને પ્રકારના ભોજનમાં ગુણવત્તાનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. રેલવે બોર્ડના ચેરમેને જણાવ્યું કે, ઓછા પૈસામાં ઘણી બધી વેરાઇટી ન આપી શકાય, તેથી દરેક વર્ગને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પોલિસી પર કામ કરવામાં આવી રહ્યું છે.
રેલવેનો સીધું ફોકસ ઈ-કેટરિંગ કે ફુડ ઓન ઓર્ડર સિસ્ટમને અમલી કરવાનું છે. રેલવે ઇ-કેટરિંગના વિસ્તાર પર સતત પગલાં લઈ રહી છે જેમાં વેન્ડર્સ જેમાં ડોમિનોઝની સાથે કરાર કરવાના છે તો બીજી તરફ ઈ-કેટરિંગ સેવા છે. તેમનું લક્ષ્ય લગભગ દરેક સ્ટેશન, દરેક ટ્રેન સુધી પહોંચવાનું છે. તેની સાથે જ રેલવે બોર્ડના ચેરમેન મુજબ, 2022 સુધીમાં વંદે ભારત ટ્રેનોનું પ્રોડક્શન કરવામાં આવશે. હાલમાં આ ટ્રેન દિલ્હીથી વારાણસીની વચ્ચે દોડી રહી છે.