Union Budget 2019: રેલવે મુસાફરો અને કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ

રેલવેને વર્ષ 2019-20 માટે રૂપિયા 1.48 લાખ કરોડ વચગાળાના બજેટમાં ફાળવવામાં આવ્યા છે.

2018-19 માટે લગભગ 53000 કરોડની મદદ મળી હતી. આ બજેટથી રેલવેને 65000-75000 કરોડ રૂપિયાની મદદની આશા છે.

  • Share this:
    મોદી સરકાર પોતાના લાસ્ટ બજેટમાં રેલવે યાત્રિઓ પર પણ ફોકસ કરી શકે છે. સીએનબીસી અવાજને મળેલી જાણકારી અનુસાર, રેલવેમાં ખાવા-પીવામાં સુધાર, રેલવે ટ્રેક બમણા કરવા પર વદારે ખર્ચ કરવાની જાહેરાત થઈ શકે છે.

    રેલવે મંત્રાલયે નાણાકીય સહાયતા માટે નાણામંત્રીને પ્રસ્તાવ મોકલ્યો છે. આમાં 30 ટકા વધારે બજેટ સહાયતાનો પ્રસ્તાવ છે.

    2018-19 માટે લગભગ 53000 કરોડની મદદ મળી હતી. આ બજેટથી રેલવેને 65000-75000 કરોડ રૂપિયાની મદદની આશા છે.

    વધારે બજેટ સહાયતા માંગવા પાછળ 7માં પગારપંચના કારણે પડેલો વધારાના ખર્ચનો પણ હવાલો પણ આપવામાં આવ્યો છે. આ બજેટ40 ટકા રેલવે મુસાફરોની સુવિધાઓ પર અને 30 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ થશે.
    First published: